બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / Movie Review / અન્ય જિલ્લા / બાળકોને મોબાઈલ આપતા માતા-પિતા ચેતજો! આંખની માયોપીયા બીમારીના કેસમાં ધરખમ વધારો
Last Updated: 05:44 PM, 27 March 2025
મહેસાણામાં શાળા આરોગ્ય તપાસણી દરમિયાન મળેલી આંકડાકિય માહિતી ચિંતાજનક છે. વિગતો એવી છે કે, બાળકોમાં ચશ્મા પહેરવાની સંખ્યા વધતી જઈ રહી છે. દર વર્ષે 4થી 5 હજાર બાળકોમાં આંખોના નંબર હોવાની જાણકારી મળે છે. આ વર્ષે 2.85 લાખ બાળકોની તપાસ કરવામાં આવી હતી. જેમાં 4819 બાળકોને 1 થી 4 સુધીના આંખોમાં નંબર હોવાનું જણાયું છે.
ADVERTISEMENT

માયોપીયાની બિમારામાં વધારો
ADVERTISEMENT
ગત વર્ષે આ આંકડો 4156 હતો એટલે કે 663 બાળકો નંબરમાં વધારો થયો છે. વિશેષ કરીને માયોપીયા એટકે કે, નજીકની વસ્તુઓ સાફ અને દૂરની ધૂંધળી દેખાવાની બીમારીમાં વધારો જોવા મળી રહ્યો છે. જેનો મુખ્ય કારણ મોબાઈલનો વધુ ઉપયોગ અને બહાર રમવાની પ્રવૃત્તિઓમાં ઘટાડો પણ એક કરાણ ગણાવી શકાય તેમ છે.
આ પણ વાંચો: વલસાડના ઉંમરગામમાં સામૂહિક આત્મહત્યા, પતિ-પત્ની અને બાળકે જીવન ટૂંકાવ્યું
ADVERTISEMENT
ડૉ પાયલ મેવાડાએ શું કહ્યું ?
જે બાળકો ઓછા બહાર જાય છે તેમને આ બીમારી થવાનો જોખમ વધુ છે. આ આંકડાઓ દર્શાવે છે કે બાળકોના આરોગ્ય માટે આ સમસ્યાઓ ગંભીર બની રહી છે, અને આને ધ્યાનમાં રાખીને યોગ્ય પગલાં લેવા જરૂરી છે. આઈ સર્જન સિવિલ હોસ્પિટલ ડૉ પાયલ મેવાડાએ કહ્યું કે, ''ગત વર્ષની સરખામણીએ આ વર્ષે 663 બોળકોમાં નંબર આવવાની સમસ્યા વધુ જણાઈ છે. 5થી 17 વર્ષના બાળકોની ચકાસણી કરવામાં આવી હતી.
ADVERTISEMENT
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.