બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / બિઝનેસ / meet rg chandramogan a college dropout with rs 65 salary started hatsun ice cream with 26000 crore company

સફળતાની કહાની / 65 રૂપિયા પગાર, લારી પર આઇસક્રીમ વેચતા શખ્સે કઈ રીતે ઊભી કરી દીધી 20 હજાર કરોડ રૂપિયાની સંપત્તિ

Published By: Malay

Last Updated: 02:36 PM, 27 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

એક સમયે 65 રૂપિયાના પગારવાળી નોકરી મુકીને લારી પર આઈસ્ક્રીમ વેચાનાર આર.જી ચંદ્રમોગન આજે અંબાણી-અદાણી સાથે ધનિકોની રેસમાં

  • 1970માં શરૂ કરી હતી આઈસ્ક્રીમ બ્રાન્ડ
  • આજે કંપની 20 હજાર કરોડની થઈ ગઈ 
  • વિશ્વના 38 દેશોમાં કરવામાં આવે છે એક્સપોર્ટ 

તમે પણ Hutsunનો આઈસ્ક્રીમ ખાધો હશે અથવા તેની ડેરી પ્રોડક્ટ્સ જેમ કે દહીં, બટરનો ઉપયોગ કર્યો હશે. વર્ષ 1970માં શરૂ થયેલી આ આઈસ્ક્રીમ બ્રાન્ડ તેના સ્વાદ અને ફ્લેવરના કારણે લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિય છે, પરંતુ શું તમે જાણો છો કે તેની શરૂઆત લારી પર કુલ્ફી વેચતા એક વ્યક્તિએ કરી હતી. જે વ્યક્તિનો પગાર એક સમયે 65 રૂપિયા હતો, તેમણે પોતાની સેવિંગના પૈસાથી આઈસ્ક્રીમનો બિઝનેસ શરૂ કર્યો હતો. આજે તેમની કંપની 20 હજાર કરોડની થઈ ગઈ છે. અમે જેમના વિશે વાત કરી રહ્યા છીએ તેમનું નામ છે આર.જી ચંદ્રમોગન, તેઓ હટસન (Hatsun Agro Product Limited)ના ફાઉન્ડર છે. 

આજે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ
એક સમયે લારી પર કુલ્ફી વેચનાર આજે દેશના દિગ્ગજ ઉદ્યોગપતિઓમાં સામેલ છે. ધનિકોની યાદીમાં તેઓ મુકેશ અંબાણી, ગૌતમ અદાણી જેવા ઉદ્યોગપતિઓની સાથે રેસમાં દોડી રહ્યા છે. હટસન એગ્રો પ્રોડક્ટ્સના માલિક આર.જી ચંદ્રમોગનનો જન્મ તમિલનાડુના વિરુધુનગર જિલ્લાના થિરુથંગલમાં થયો હતો. તેમણે ગામની શાળામાંથી જ પ્રાથમિક અભ્યાસ કર્યો હતો. પરિવારની આર્થિક સ્થિતિને સારી ન હોવાને કારણે તેમણે અભ્યાસ અધવચ્ચે જ છોડવો પડ્યો હતો. અભ્યાસ છોડીને તેઓ લાકડાની મિલમાં નોકરીએ લાગ્યા હતા, જ્યાં તેમને 65 રૂપિયા પગાર મળતો હતો.

13000 રૂપિયાથી શરૂ કર્યો હતો બિઝનેસ
આર.જી. ચંદ્રમોગન લગભગ એક વર્ષ સુધી 65 રૂપિયાના પગાર પર કામ કરતા રહ્યા. જે બાદ અચાનક તેમના મગજમાં પોતાનો ધંધો (બિઝનેસ) શરૂ કરવાનો પ્લાન આવ્યો. તેમની પાસે પોતાની થોડી બચત હતી અને પરિવારના સભ્યોએ જમીન વેચીને તેમને 13,000 રૂપિયા આપ્યા હતા. આ પૈસાથી તેમણે 1970માં આઈસ્ક્રીમનો બિઝનેસ શરૂ કર્યો. રોયાપુરમમાં 250 ચોરસ ફૂટ જગ્યા ભાડે લીધી અને ત્રણ કર્મચારીઓની સાથે આઈસ્ક્રીમ બનાવવાનું કામ શરૂ કર્યું. તેઓ પોતે પણ આઈસ્ક્રીમ વેચવા લારી લઈને નીકળી જતા હતા. ધીમે ધીમે લોકો તેમના આઈસ્ક્રીમનો સ્વાદ પસંદ કરવા લાગ્યા. બિઝનેસના પ્રથમ 10 વર્ષ તેમના માટે સંઘર્ષથી ભરેલા રહ્યા.

ચાર લાખ ખેડૂતો જોડાયેલા છે
શરૂઆતમાં તેમનું ધ્યાન નાના ગામો પર હતું. વર્ષ 1981માં તેમણે પોતાની આઈસ્ક્રીમ બ્રાન્ડ અરુણ લૉન્ચ કરી. ગામડાની સફર શહેરો સુધી પહોંચી. તેમની કમાણી પણ વધવા લાગી. જ્યારે કામ વધવા લાગ્યું, ત્યારે વર્ષ 1886માં તેમણે પોતાની કંપનીનું નામ બદલીને હટસન એગ્રો પ્રોડક્ટ્સ રાખી દીધું. આજે તેમની કંપની હટસન એગ્રો પ્રોડક્ટ્સ લિમિટેડ દેશની સૌથી મોટી પ્રાઈવેટ ડેરી કંપનીઓમાંથી એક છે. તેની સાથે 10 હજાર ગામોના ચાર લાખ ખેડૂતો જોડાયેલા છે. આજે તેમની કંપની આઈસ્ક્રીમ સિવાય દૂધ, હટસન દહીં, હટસન પનીર વગેરેનું વેચાણ કરે છે. હટસનના પ્રોડક્ટ્સ વિશ્વના 38 દેશોમાં એક્સપોર્ટ કરવામાં આવે છે.

2.4 અરબ કરતા વધું છે નેટવર્થ
આજની તારીખમાં તેમની કંપની 20 હજાર કરોડના વેલ્યુએશન પર પહોંચી ગઈ છે. ફોર્બ્સની બિલિનિયર્સની યાદી અનુસાર, આર.જી ચંદ્રમોગન ભારતના ધનિકોની યાદીમાં સામેલ છે. ભારતના ધનિકોની યાદીમાં તેમનું રેન્કિંગ 93મું છે. ફોર્બ્સ અનુસાર, તેમનું નેટવર્થ 2.4 અરબ ડોલર કરતાં વધુ છે. જેઓ એક સમયે 65 રૂપિયાના પગાર પર જીવતા હતા, આજે તેઓ કરોડોની કમાણી કરી રહ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

20 હજાર કરોડ રૂપિયા Hatsun hatsun ice cream rg chandramogan success story આર.જી. ચંદ્રમોગન સફળતાની કહાની Success Story

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ