બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / Massive crowd outside Team India's hotel, excited to see Rohit Sharma in Adalaj: Look outside Modi Stadium

વર્લ્ડ કપ 2023 / ટીમ ઈન્ડિયાની હોટલની બહાર જબરદસ્ત ભીડ, અડાલજમાં રોહિત શર્માને જોવા ધાબે ચડ્યા લોકો: મોદી સ્ટેડિયમની બહાર જુઓ કેવો છે માહોલ

Vishal Khamar

Last Updated: 07:15 PM, 18 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આવતીકાલે નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાનાર વર્લ્ડ કપની ફાઈનલ મેચને લઈ લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે મેચ જેવા માટે ગુજરાત બહારથી પણ ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે.

  • આવતીકાલે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલનો મહાબુકાબલો
  • વર્લ્ડકપની ફાઇનલ મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ
  • મુંબઈ, નાસિક, ઉડીસા, દિલ્હી, પંજાબ, હરિયાણાથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી પહોંચ્યા

આવતીકાલે ભારત- ઓસ્ટ્રેલિયા વચ્ચે ફાઇનલનો મહાબુકાબલો યોજાવાનો છે. ત્યારે અમદાવાદમાં  વર્લ્ડકપની ફાઇનલ મેચને પગલે ક્રિકેટ રસિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદની હોટલ ITC નર્મદા હોટલ ખાતે ક્રિકેટ રસિકોની ભારે ભીડ જોવા મળી રહી છે.. ભારતીય ક્રિકેટ ટીમ પ્રેક્ટિસ કરવા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રેક્ટિસ માટે જવાની તૈયારીમાં છે ત્યારે ભારતીય ટીમના ખેલાડીઓને જોવા બાળકો ,સ્ત્રીઓ અને યુવાઓ  વહેલી સવારથી  હોટલ ITC ખાતે ઉમટી પડ્યા છે.બસમાં બેઠેલા ક્રિકેટરોનાં ફોટો અને વીડિયો લેવા માટે લોકોના પડપાડીનો માહોલ જામ્યો છે.

રોહિત શર્મા, વિરાટ કોહલી ધૂમ મચાવશે - ક્રિકેટ પ્રેમી
અમદાવાદમાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં મેચ જોવા અત્યારથી લોકો ઉમટ્યા હતા. મહાજંગ જોવા માટે ગુજરાત બહારથી લોકો આવી રહ્યા છે. મુંબઈ, નાસિક, ઉડીસા, દિલ્હી, પંજાપ, હરિયાણાથી ક્રિકેટ પ્રેમીઓ અમદાવાદ આવી રહ્યા છે. આ બાબતે ક્રિકેટ પ્રેમીએ જણાવ્યું હતું કે, અમે ઉડીસાથી આવ્યા છીએ, આ વર્લ્ડ કપ આપણો છે.તેમજ રોહિત શર્મા, વિરાટ કોહલી ધૂમ મચાવશે. 

હેરિટેજ સ્થળ પર બંન્ને કેપ્ટનોનું થયુ ફોટોશૂટ
આવતીકાલે ICC ક્રિકેટ વર્લ્ડકપની ફાઈનલ મેચ અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિય ખાતે રમાનાર છે. ફાઈનલ મેચ પહેલ ભારત અને ઓસ્ટ્રેલિયાનાં કેપ્ટનોનું ફોટોશૂટ કરવામાં આવ્યું હતું. અડાલજની વાવ ખાતે રોહિત શર્મા અને પેટ કમિંન્સ પહોંચ્યા હતા. હેરિટેજ સ્થળ પર બંને કેપ્ટનોનું ફોટોશૂટ થયું હતું.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ