બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Maruti s-presso sales 10000 units in a single month
ADVERTISEMENT
એસ-પ્રેસો હવે મારુતિની વીટારા બ્રેઝા બાદ સૌથી વધુ વેચાયેલી કાર બની ગયી
વેચાણનું સૌથી મોટું કારણ તેની સ્ટાયલિંગ,180 મમ સુધી ગ્રાઉન્ડ ક્લીયેરંસ અને સસ્તી કિંમત છે. તેના કિંમતની શરૂઆત 3.69 લાખથી થાય છે. આવું બમ્પર વેચાણ જોઇને લાગે છે કે એસ-પ્રેસો હવે મારુતિની વીટારા બ્રેઝા બાદ સૌથી વધુ વેચાયેલી કાર બની ગયી છે. વીટારા બ્રેઝાનું 10,227 યુનિટ્સનું વેચાણ થયું હતું. એસ-પ્રેસોનો મુકાબલો Renault Kwid સાથે છે.
ADVERTISEMENT
હલકા વજનના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વજન ઓછું રહે
એસ-પ્રેસોને અન્ય મારુતિ કારની જેમજ બનાવવામા આવી છે. તેમાં હલકા વજનના સ્ટીલનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેથી વજન ઓછું રહે અને વધારે માઈલેજ આપી શકે.આપને જાણીને આશ્ચર્ય થશે કે આ કારનું વજન એટલું ઓછું છે કે તે મારુતિ ઓલ્ટો કરતા પણ હલકી છે. મારુતિ એસ-પ્રેસોમાં ત્રણ સિલેંડર વાળું એક લીટરના સીરીઝ પેટ્રોલ એન્જિન આપવામાં આવ્યું છે જે BS6ના માનકોને અનુરૂપ છે. આ એન્જીન 67bhpની પાવર અને 90nmનો ટોર્ક જનરેટ કરે છે. બે ગીયરબોક્સ પણ આપવામાં આવ્યા છે.
ADVERTISEMENT
રીવર્સ પાર્કિંગ સેન્સર્સ અને સ્પીડ અલર્ટ પણ આપવામાં આવ્યા
એસ-પ્રેસોને ARAI સર્ટિફાઈડ માઈલેજ મેન્યુઅલ માટે 21.4 જયારે ઓટોમેટીક વર્ઝન માટે 21.7 kmplનું છે. સેફટીની વાત કરીએ તો એસ-પ્રેસોમાં એક ડ્રાઈવર એરબેગ, સીટબેલ્ટ રિમાઇન્ડર, ABS, રીવર્સ પાર્કિંગ સેન્સર્સ અને સ્પીડ અલર્ટ પણ આપવામાં આવ્યા છે. આ સિવાય ટોપ મોડલમાં વધારાના પેસેન્જર્સ એરબેગ પણ આપવામાં આવ્યા છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.