ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Politics / mallikarjun kharge has resigned from rajysabha opposition leader

રાજીનામું / વિપક્ષ નેતાના પદથી ખડગેનું રાજીનામું, કોંગ્રેસના અધ્યક્ષ પદની રેસમાં સૌથી આગળ

Published By: Jaydeep Shah

Last Updated: 12:09 PM, 1 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને રાજ્યસભામા વિપક્ષ નેતાનાં પદ પરથી રાજીનામું મોકલી આપ્યું છે. જાણો વિગતવાર

ADVERTISEMENT

  • મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું રાજ્યસભામા વિપક્ષ નેતાનાં પદ પરથી રાજીનામું 
  •  'એક વ્યક્તિ એક પદ 'હેઠળ ખડગેએ આપ્યું રાજીનામું 
  • કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગેને ફેવરિટ ઉમેદવાર માનવામાં આવે છે 

મલ્લિકાર્જુન ખડગેએ આપ્યું વિપક્ષ નેતાનાં પદ પરથી રાજીનામું

મલ્લિકાર્જુન ખડગેએ સોનિયા ગાંધીને પોતાનું રાજીનામું મોકલી દીધું છે. સૂત્રો અનુસાર, રાજ્યસભામા વિપક્ષનાં નેતાનાં પદથી મલ્લિકાર્જુન ખડગેએ ત્યાગ પત્ર આપી દીધો છે. જાણકારી અનુસાર, 'એક વ્યક્તિ એક પદ 'હેઠળ મલ્લિકાર્જુન ખડગેએ અધ્યક્ષ પદના ઉમેદવાર તરીકે રેસમાં સામેલ થતાં રાજ્યસભામા વિપક્ષનાં નેતાનાં પોતાના પદ પરથી રાજીનામું આપી દીધું છે. શુક્રવારે ખડગેએ કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે નોમિનેશન કર્યું હતું. 

 'એક વ્યક્તિ એક પદ 'હેઠળ ખડગેએ આપ્યું રાજીનામું 

જણાવી દઈએ કે કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગે, શશિ થરૂર અને કે.એન. ત્રિપાઠી છે. ત્રણેય નેતાઓએ શુક્રવારે ઉમેદવારી નોંધાવી હતી. કર્ણાટકના વતની ખડગે સ્પષ્ટપણે પસંદગીના ઉમેદવાર તરીકે ઉભરી આવ્યા છે. અશોક ગેહલોત અને કમલનાથે સમર્થન જાહેર કર્યું છે. તે જ સમયે, કોંગ્રેસ સાંસદ શશિ થરૂરનો દાવો પણ મજબૂત માનવામાં આવે છે. મેદાનમાં ત્રીજા ઉમેદવાર કે. એન. ત્રિપાઠી ઝારખંડના પૂર્વ મંત્રી છે.

કોંગ્રેસ અધ્યક્ષ પદ માટે ખડગેને ફેવરિટ ઉમેદવાર માનવામાં આવે છે 

અશોક ગેહલોત, દિગ્વિજય સિંહ, એ. કે. એન્ટની, અંબિકા સોની અને મુકુલ વાસનિક ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેના પ્રસ્તાવક બન્યા છે. કોંગ્રેસ અધ્યક્ષ પદની રેસમાં મલ્લિકાર્જુન ખડગેને ફેવરિટ ઉમેદવાર માનવામાં આવે છે. મલ્લિકાર્જુન ખડગેના નોમિનેશન સમયે AICC હેડક્વાર્ટરમાં તેમની સાથે પાર્ટીના ઘણા નેતાઓ જોવા મળ્યા હતા. G-23ના ઘણા નેતાઓ મલ્લિકાર્જુન ખડગેને સમર્થન આપી રહ્યા છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

mallikarjun

Published by

Jaydeep Shah

Covering news that matters—Jr. News Editor & journalist at VTV Gujarati.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ