બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અમદાવાદના સમાચાર / Mahatma Gandhi International School fees announced among parents outraged
ADVERTISEMENT
અમદાવાદના મીઠાખળી વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની સ્કૂલમાં પ્રાઇવેટ પબ્લિક પાર્ટનરશિપ (PPP) મોડલ પર ચાલતી મહાત્મા ગાંધી ઇન્ટરનેશનલ સ્કૂલની વર્ષ 2021-22ની ફી જાહેર કરાઈ છે. આ સ્કૂલે ધો.12 માટે 2.95 લાખ ફી માગી હતી, જેની સામે એફઆરસીએ 2.71 લાખ નક્કી કરેલી ફીનો ફાઇનલ ઓર્ડર કરી વાલીઓ પર લૂંટ ચલાવવાનો ખુલ્લો પરવાનો આપ્યો છે. આ ફી વધારાનો વાલી મંડળે વિરોધ કર્યો છે.
ADVERTISEMENT
સ્કૂલની જમીન અને બિલ્ડિંગ બંને સરકારની માલિકીની
ADVERTISEMENT
એફઆરસી દ્વારા અપાયેલા વધારાને લઈને અનેક તર્ક વિતર્ક અત્યારે જોવા મળી રહ્યા છે. પીપીપી મોડલ પર ચાલતી ઇન્ટરનેશલન બોર્ડ ધરાવતી મહાત્મા ગાંધી સ્કૂલની જમીન અને બિલ્ડિંગ બંને સરકારની માલિકીની છે. તેમ છતાં સ્કૂલની ફી પર સરકાર કોઈ અંકુશ રાખી શકી નથી.

ADVERTISEMENT
સ્કૂલની પ્રોવિઝનલ ફી નક્કી થયા બાદ સ્કૂલે વાંધો ઉઠાવી ફીમાં વધારાની માગ કરી હતી. સ્કૂલે દસ્તાવેજોમાં રજૂ કર્યું હતું કે, 2019-20માં 26 લાખ, 2020-21માં 36 લાખ અને 2021-22માં 45 લાખની ખોટ સહન કરવી પડી હતી.
2021-22માં સ્કૂલે માંગેલી ફી સામે એફઆરસીએ આપેલી ફી
ADVERTISEMENT
| ધોરણ | સ્કૂલે માગેલી ફી | FRCની ફાઇનલ ફી |
| ધો. 1-2 | 1.16 લાખ | 1.05 લાખ |
| ધો. 3-5 | 1.16 લાખ | 1.10 લાખ |
| ધો. 6-7 | 1.16 લાખ | 1.16 લાખ |
| ધો. 8 | 1.55 લાખ | 1.47 લાખ |
| MYP ધો.9 | 1.55 લાખ | 1.47 લાખ |
| MYP ધો.10 | 1.55 લાખ | 1.47 લાખ |
| ધો. 11 | 2.95 લાખ | 2.71 લાખ |
| ધો. 12 | 2.95 લાખ | 2.71 લાખ |
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.