બ્રેકિંગ ન્યુઝ
ADVERTISEMENT
ડિપાર્ટમેન્ટ દ્વારા કેટલીક ગાઇડલાઇન્સ જારી કરવામાં આવી છે. આ સિવાય કેટલીક જગ્યાએ એક્સાઇઝ ડિપાર્ટમેન્ટ દ્વારા દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે પ્રયોગ તરીકે ઑનલાઇન ટોકન વ્યવસ્થાની શરૂઆત કરવામાં આવી છે. તમને જણાવી દઇએ કે, મહારાષ્ટ્રમાં સોશ્યલ ડિસ્ટન્સના ઉલ્લંઘન થવાને કારણે સરકારે દારૂની દુકાનો બંધ કરાવી હતી.
ADVERTISEMENT
Maharashtra Government Excise department has allowed home delivery of liquor with certain guidelines and precautions which are to be followed during the home delivery. pic.twitter.com/mi3gqzR1Yi
— ANI (@ANI) May 12, 2020
ADVERTISEMENT
મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સંક્રમણ વધી રહ્યુ છે. આ કારણે લૉકડાઉનમાં આર્થિક ગતિવિધિયો બંધ છે અને સરકારના ખજાનો પણ ખાલી થઇ રહ્યો છે. એવામાં ગત દિવસોમાં મહારાષ્ટ્રમાં સરકારે લૉકડાઉની વચ્ચે દારૂની દુકાનો ખોલવા માટે પરવાનગી આપી હતી, પરંતુ દારૂની દુકાનો પર લોકોની ભીડ ભેગી થતા સોશ્યલ ડિસ્ટેન્સિંગના નિયમોનું ઉલ્લંઘન થયુ હતુ. આ પછી સરકારે દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો હતો. હવે મંગળવારે મહારાષ્ટ્રની એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે કેટલાક આદેશો અને સાવધાનીઓને લઇને દારૂની હોમ ડિલિવરી કરવાની અનુમતિ આપી છે, જે હોમ ડિલિવરી દરમિયાન પાલન કરવામાં આવશે.
દારૂ ખરીદવા માટે લેવી પડશે ઇ ટોકન
ADVERTISEMENT
મહારાષ્ટ્ર એક્સાઇઝ ડિપાર્ટમેન્ટે પૂણે શહેરમાં દારૂની દુકાનો પર ભીડ ઓછી કરવા માટે પ્રયોગ તરીકે ઑનલાઇન ટોકન વ્યવસ્થાની શરૂઆત કરી છે. ગત અઠવાડિયામાં ઘણા સ્થાનો પર દારૂની દુકાનો પર સોશ્યલ ડિસ્ટેન્સિંગના ફૉલો થતા લોકો મોટી સંખ્યામાં ભેગા થયા હતા. આ નવી પ્રયોગથી રાજ્યના એક્સાઇઝ ડિપાર્ટમેન્ટની વેબસાઇટ પર લોકોએ પોતે રજિસ્ટ્રેશન કરાવ્યા પછી ટૉકન મેળવવાની રહેશે અને પછી દારૂ ખરીદવા માટે દુકાનો પર જઇ શકે છે.
જે લોકો પાસે ટોકન હશે, તેઓ માત્ર દુકાન પર જઇ શકશે. આ દારૂની દુકાનોની બહાર થતી લાંબી લાઇનથી છૂટકારો મળશે. સરકારની યોજના એક નિશ્ચિત સંખ્યામાં જ ટોકન જારી કરવાની વ્યવસ્થા કરી છે, જો આ સફળ થશે તો રાજ્યના વિભિન્ન ક્ષેત્રોમાં લાગૂ કરવામા આવશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.