બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ભારત / Politics / madhya pradesh story murkho ka sardar pm modi attack on rahul gandhi in madhya pradesh
Last Updated: 08:26 PM, 2 December 2023
ADVERTISEMENT
Assembly Elections 2023: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે મધ્ય પ્રદેશના બૈતુલમાં જનસભાને સંબોધિત કરતા કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતાં. પ્રધાનમંત્રી મોદીએ તેમના સમયગાળામાં થયેલા કામોની વાતો કરતા જણાવ્યું હતું કે, તેઓ ભ્રષ્ટાચાર પર રોક લગાવવા કામ કરી રહ્યાં છે., જેના માટે તેમને વધુ અપશબ્દો સાંભળવા પડે છે તેમ પણ જણાવ્યું હતું. વડાપ્રધાન મોદીએ કહ્યું કે, પહેલા મને પાંચ ગાળો આપતા હતા હવે પંચાસ ગાળો આપે છે. પીએમ મોદીએ આ દરમિયાન રાહુલ ગાંધીના એક નિવેદન તરફ ઈશારો કરી મૂર્ખોના સરદાર કહ્યું હતું.
ADVERTISEMENT
PM મોદીના પ્રહાર
વડાપ્રધાન મોદીએ રાહુલ ગાંધીના એક દિવસ અગાઉ આપેલા નિવેદન મુદ્દે જવાબ આપ્યો હતો. તેમણે રાહુલ ગાંધીનું નામ લીધા વિના કહ્યું હતું કે, મેં સાંભળ્યું છે કે, એક મહાજ્ઞાની કોંગ્રેસના કહી રહ્યાં હતા કે, ભારત પાસે અહીં તમામ લોકો પાસે મેડ ઈન ચાઈના મોબાઈલ છે. એક મહાજ્ઞાની કહી રહ્યાં હતા કે, તમારી પાસે મેડ ઈન ચાઈના ફોન છે. અરે મુર્ખોના સરદાર, કઈ દુનિયામાં રહે છે આ લોકો. વધુમાં કહ્યું કે, કોંગ્રેસના લોકોને દેશની ઉપલબ્ધીઓ ન જોવાની માનસિક બિમારી છે. ખબર નહી કે, ક્યાં વિદેશી ચશ્મામાં પહેર્યા છે.
'વર્ષે તીન લાખ કરોડના મોબાઈલ બની રહ્યાં છે'
પ્રધાનમંત્રી મોદીએ મોબાઈલ ઉત્પાદન અને દિવાળી પર મેડ ઈન ઈન્ડિયાના સામાનની વેચાણ અંગે આંકડા રજૂ કરતા જવાબ આપ્યો હતો. તેમણે કહ્યું કે, કોંગ્રેસની સરકાર અને ભાજપની સરકાર વચ્ચે એટલો તફાવત છે. પીએમ મોદીએ કહ્યું કે, સચ્ચાઈ એ છે કે, ભારત મોબાઈલ ફોન માટે બીજો સૌથી મોટો નિર્માતા દેશ છે. જ્યારે કોંગ્રેસ કેન્દ્રમાં હતી ત્યારે ભારતમાં દર વર્ષ 20 હજાર કરોડ મોબાઈલ બનતા હતા. હવે તીન લાખ કરોડના મોબાઈલ બની રહ્યાં છે.
ADVERTISEMENT
રાહુલ ગાંધીએ શું કહ્યું હતું ?
કોંગ્રેસ પાર્ટીના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ સોમવારે મધ્ય પ્રદેશના ચૂંટણી પ્રચાર દરમિયાન કહ્યું હતું કે, મેડ ઈન ચાઈના ને મેડ ઈન મધ્ય પ્રદેશ બનાવવાની જરૂર છે. તેમણે કહ્યું કે, તમે મોબાઈલ ફોનની પાછળ જુઓ, શર્ટ પાછળ જુઓ. ચંપલમાં જુઓ તમામ જગ્યા મેડ ઈન ચાઈના દેખાશે. તમે ક્યારે કેમરા પાછળ કે શર્ટ પાછળ મેડ ઈન મધ્યપ્રદેશ જોયુ છે. તે બતાવવા હું માંગુ છું. અમારી સરકાર ઈચ્છે છે કે, તમે કોઈ બેરોજગાર ન રહો.
સંકળાયેલા મુદ્દાઓ
Dinesh Chaudhary is a journalist at VTV Gujarati, covering breaking news, politics, and social issues with deep insights and a commitment to truth.
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.