બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / lever heart kidner and cancer patients can get all expenses by gujarat gov scheme here are the details

તમારા કામનું / કિડની, કૅન્સર અને હૃદયરોગની સારવારમાં મુખ્યમંત્રી તરફથી મળે છે સહાય, જાણો તમામ માહિતી સ્ટેપ બાય સ્ટેપ

Mayur

Last Updated: 07:53 PM, 24 September 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુજરાતમાં મુખ્યમંત્રી ફંડમાંથી અમુક જીવલેણ સહિતના રોગોની સારવાર માટે ખર્ચ આપવામાં આવે છે. અહીં જાણો કઈ રીતે તમે પણ લઈ શકો છો આ યોજનાનો લાભ.

આપણે ત્યાં એવું કહેવાય છે કે દવાખાનું જેના ઘરમાં પ્રવેશ્યું તેના માઠા દિવસો શરૂ. ખરેખર આ ગરીબ આમિર બધા માટે માથાના દુખાવા જેવી બાબત છે. રોગીને પીડા અને શારીરિક સમસ્યા તો ખરી જ પણ રોગીના પરિવારજનો માટે એ માનસિક અને આર્થિક સમસ્યાઓ લઈને આવે એ અલગ. એમાંય જો જીવલેણ રોગો ઘરમાં ઘૂસ્યા તો તમામ મોરચે જંગ લડવી અઘરી થઈ જતી હોય છે. 

હવે VTVgujarati.com તમને આ બધામાં થોડી રાહત કે છુટકારો મળે એવા લાવ્યું છે. અમે તમને એવી ઇન્ફોર્મેશન આપવાં માગીએ છીએ કે જે તમારા માટે માથાના દુખાવા જેવી પ્રોસેસમાં થોડી ઘણી રાહત અપાવી શકે છે. 

આ અંગો કે પછી કેન્સરના રોગીઓ માટે... 

જો તમારા ઘરમાં કોઈને 
1) કિડની- મૂત્રપિંડ 
2) હાર્ટ- હ્રદય 
3) લીવર- યકૃત 

આ અંગોમાંથી એકેયના રોગો હોય કે પછી કેન્સર હોય તો દર્દીને માનનીય મુખ્યમંત્રીશ્રીના રાહત ફંડમાંથી સહાય મળવાપાત્ર થાય છે. 

આ સહાય મેળવવા માટે સરકાર દ્વારા અમુક હોસ્પિટલ્સ અને ઈન્સ્ટિટ્યૂટસને માન્યતા આપેલી છે. તો સૌથી પહેલા તો એ જાણી લઈએ કે આ લાભ મેળવવા માટે કઈ કઈ હોસ્પિટલ્સમાં તમે સારવાર લઈ શકો છો. 

હ્રદય રોગો માટે માન્ય હોસ્પિટલ્સ 

1)  યુ. એન. મેહતા ઇન્સ્ટી. ઓફ કાર્ડિયોલોજી એન્ડ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ-380016 

2) શેઠ વાડીલાલ સારાભાઈ જનરલ હોસ્પિટલ, એલિસબ્રિજ, અમદાવાદ-380006 

3) ધરમસિંહ દેસાઇ મેમોરિયલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કાર્ડિયોલોજી, મિશન રોડ, નડિયાદ-387002 

4) શ્રી બી. ડિ. મહેતા મહાવીર હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, શ્રી મહાવીર હેલ્થ કેમ્પસ, અઠવાગેટ, રિંગ રોડ, સુરત-395001 

5) ઈ. એમ. ચેરિટેબલ સંચાલિત પી. પી. સવાણી હાર્ટ ઇન્સ્ટિટ્યૂટ, પ્લોટ નંબર 1 થી 8, સિદ્ધકુટીર ઇન્ડ. એસ્ટેટ, ચોથો માળ, વરાછા રોડ, સુરત-6 

કિડની ટ્રાન્સપ્લાન્ટ માટે માન્ય હોસ્પિટલ્સ 


1) ઇન્સ્ટિટ્યૂટ ઓફ કિડની ડીસીઝ રિસર્ચ સેન્ટર, સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અમદાવાદ- 380016 

2) મૂળજીભાઈ પટેલ યુરોલોજીકલ હોસ્પિટલ્સ, ડો.વીરેન્દ્ર દેસાઇ રોડ, નડીઆદ-387001 

કેન્સરની સારવાર માટે માન્ય હોસ્પિટલ્સ
 
1) ધી ગુજરાત કેન્સર રિસર્ચ ઇન્સ્ટી. (એમ. પી. શાહ હોસ્પિટલ), સિવિલ હોસ્પિટલ કેમ્પસ, અસારવા, અમદાવાદ-16 

2) રાજકોટ કેન્સર સોસાયટી શ્રી નાથાલાલ પારેખ કેન્સર ઇન્સ્ટિટ્યૂટ 1, તિરૂપતિ નગર, નિર્મલા કોનવેન્ટની સામે, રાજકોટ-07 


આ સહાય મેળવવા માટે કયા કયા કાગળો જોઈએ?

તમને કદાચ એવું લાગતું હશે કે કાગળોની જટિલ પ્રક્રિયામાંથી પસાર થવું અઘરું છે, પણ એવું નથી. તમારે આ સહાય મેળવવા માટે માત્ર નીચે જણાવેલ કાગળો દર્શાવવાના રહેશે અને જો તમે ઉપરોક્ત હોસ્પિટલમાં સારવાર લેતા હશો તો તો દરેક દર્દી પાસે આ કાગળો તો હોવાના જ.

1) એપ્લિકેશન- સૌથી પહેલા તો તમારે સહાય મેળવવા માટે અરજી કરવાની રહેશે. આ અરજી મુખ્યમંત્રીને સંબોધીને કરવાની રહેશે. 

2) કેસ પેપર્સ- બીજું તો તમે જે પણ હોસ્પિટલ્સમાં સારવાર લીધી છે ત્યાંના ડોક્ટર્સ દ્વારા કન્સલેટશન સમયે જે કેસપેપર અપાયું હોય તેની કોપી જોઈશે. 

3) અંદાજિત ખર્ચ- હોસ્પિટલ દ્વારા તમને જે અંદાજિત ખર્ચ તે રજૂ કરવાનો રહેશે. આમાં તમારે સાચું પેપર રજૂ કરવાનું રહેશે. 

4) ડોક્ટરનું પ્રમાણપત્ર- તમારે જે તે સારવાર માટે ઓપરેશન કરવવાનું બાકી છે. એ પ્રકારનું પ્રમાણ પત્ર રજૂ કરવાનું રહેશે. જો તમે ઓલરેડી ઓપરેશન કરાવી દીધું હશે તો તમે એલીજીબલ નથી એટલે કે તમને સહાય મળશે નહીં. 

5) રેશનકાર્ડ- રેશનકાર્ડની કોપી સહી સિક્કા સાથે રજૂ કરવાની રહેશે. 

6) આવકનો દાખલો- તમારા કુટુંબની વાર્ષિક આવક અંગેનો સંબંધિત મામલતદારશ્રીનો દાખલો પણ ઓરિજિનલ રજૂ કરવાનો રહેશે. 

7) સોગંદનામું- એક સોગંદનામું તમારે 20 રૂપિયાના સ્ટેમ્પ પેપર પર નોટરી અથવા મામલતદાર કોર્ટમાં કરાવીને ઓરિજિનલ કોપી રજૂ કરવાની રહેશે. આ સોગંદનામની લિન્ક તમને મળી જશે જે તમે ડાઉનલોડ કરીને પ્રિન્ટ કરાવી શકશો. DOWNLOAD HERE

8)ભલામણપત્ર- માનનીય મુખ્યમંત્રીશ્રીને સંબોધીને તમારે એક રેફરન્સ લેટર લખાવવાનો રહેશે, જે માનનીય સાંસદ શ્રી અથવા માનનીય ધારાસભ્યશ્રી દ્વારા લખાવવાનો રહેશે. 

બસ આટલું કરીને તમારે કાગળો અને સોગંદનામાં સહિતની અરજી મુખ્યમંત્રીશ્રીની કચેરીએ મોકલી આપવાની રહેશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ