બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / Politics / Leaflet dispute now in Sabarkantha BJP V.D. Demanding that Jhala apologize and resign

લોકસભા ચૂંટણી 2024 / સાબરકાંઠા ભાજપમાં હવે પત્રિકા વિવાદ, વી.ડી. ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ

Vishal Dave

Last Updated: 12:39 PM, 5 April 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.. આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન

પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે.. આવતીકાલે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન સાબરકાંઠા લોકસભા સીટ પર ભાજપના ઉમેદવારનો વિરોધ યથાવત છે…કાર્યકર્તાઓમાં ઉમેદવારને લઈને રોષ થમવાનું નામ લઇ રહ્યો નથી.. 2 દિવસ પહેલા લોકસભાના મધ્યસ્થ કાર્યાલયમાં મળેલી બેઠકમાં ધારાસભ્ય વી.ડી.ઝાલાએ કરેલી બબાલનો વિડીયો વાયરલ થયો હતો..જો કે આ બબાલ બાદ હવે ધારાસભ્યના નામ સાથે પત્રિકા વાયરલ થઇ છે....આ પત્રિકામાં ધારાસભ્ય વી.ડી.ઝાલા માફી માગે અને રાજીનામું આપે તેવી માગ કરાઇ છે..

પત્રિકામાં વિરોધનું આહવાહન 

પત્રિકામાં તમામ કાર્યકર્તાઓને ખેસ અને ભાજપની ટોપી પહેરી શનિવારે વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે...પત્રિકામાં લોકસભા ઉમેદવાર શોભના બારૈયાને પણ બદલવામાં આવે તેવી માગ કરાઇ છે...મહત્વનું છેકે આવતીકાલે એટલે કે શનિવારે હિંમતનગર ભાજપના કાર્યાલય ખાતે એકત્ર થઇ વિરોધ નોંધાવવા આહવાન કરાયું છે...મહત્વનું છેકે ભાજપે સાબરકાંઠામાં ઉમેદવાર બદલ્યા બાદ પણ નવા ઉમેદવાર શોભના બારૈયાનો વિરોધ યથાવત રહેતાં વિવાદ વકર્યો છે...સાબરકાંઠા ભાજપમાં ઉમેદવાર અને ધારાસભ્યો સામે પણ પત્રિકા વાયરલ થતાં પક્ષમાં ભારે જૂથવાદ હોવાનું ચર્ચાઇરહ્યું છે..

આ પણ વાંચોઃ  ઉમેદવાર બદલ્યા બાદ પણ વડોદરા ભાજપમાં ભડકો! મામલો પહોંચ્યો કમલમ મોવડી મંડળ, જાણો વિવાદ

શોભનાબેન બારૈયાની ટીકીટ રદ કરવા માંગ 

મહત્વપૂર્ણ છે કે ભાજપે ગુજરાતની 26 બેઠકો પૈકી 2 બેઠકો પર ઉમેદવારો બદલ્યા છે. વડોદરા બેઠક પર રંજનબેન ભટ્ટને બદલીને હેમાંગ જોશી અને સાબરકાંઠા બેઠક પર ભીખાજી ઠાકોરને બદલીને શોભનાબેન બારૈયાને ટિકિટ આપી છે. ત્યારે સાબરકાંઠા બેઠક પર નવો ચહેરો જાહેર થતાની સાથે જ વિવાદ શરૂ થઈ ગયો છે. ..અને શોભનાબેન બારૈયાને બદલવા માટેની માંગ ઉગ્ર બની છે. 

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળ​વ​વા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

 

સંકળાયેલા મુદ્દાઓ

Loksabha Election Pamphlet V.D.ZALA sabarkantha seat shobhnaben baraiya ticket loksabha election 2024
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ