ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મનોરંજન / Bollywood / Gujarati Cinema / lata mangeshkar birthday she sung gujarati song also

હેપી બર્થ ડે / ના હોય! લત્તા મંગેશકરે ગાયા છે આ સુપરહીટ ગરબા?

Published By: Gayatri

Last Updated: 02:38 PM, 28 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જે ગરબાના તાલે તમે ઝુમો છો તેમાંથી ઘણા ગરબા અને ગુજરાતી ગીતો લત્તા દીદીએ ગાયા છે. લત્તા મંગેશકરનો આજે જન્મદિવસ છે ત્યારે 90 વર્ષે પણ સંગીતની આરાધનામાં લીન લત્તા મંગેશકરે ઘણા ગુજરાતી ગીતો પણ ગાયા છે. ગુજરાતમાં ઘણા સુપરહીટ ગીતોમાં લતાજીનો કંઠ ખુબ લોકપ્રિય થયો હતો. તેમના અવાજની મધુરતા ઉમંર વધવાની સાથે સાથે વધી છે. સુરીલા ગળાનો પર્યાય એટલે લત્તા દીદી.

ADVERTISEMENT

  • 20થી વધુ ભાષામાં ગાયા છે ગીતો
  • 'ડોટર ઓફ ધ નેશન'નો એવોર્ડ મળશે લત્તા મંગેશકરને 
  • વૈષ્ણવજન તો તેને રે કહીએ... અને માને તો મનાવી લેજો રે.. ગુજરાતના સુપરહીટ ભજન

લતા મંગેશકરે પોતાના જીવનના સંઘર્ષ કે સંતાપની એક પણ ઝલક પર્ફોમન્સ ઉપર નથી પડવા દીધી. તે હંમેશા વધુને વધુ રિયાઝ કરીને વધુ સુરીલા કંઠ સાથે દરેક ગીતમાં તરોતાજા દેખાયા છે. લત્તા મંગેશકરે ઘણા ગુજરાતી ગરબા, ભજન અને પ્રભાતિયા ગાયા છે. તેમના ઘણા ગુજરાતી ગરબા ઉપર આપણે ગરબે રમીએ છીએ. 

20થી વધુ ભાષામાં ગાયા છે ગીતો

ગુજરાતી ભાષા સિવાય પણ લત્તા મગેશકરે મલયાલમ, તેલુગુ, તમિલ, કન્નડા, ઓડિયા, આસમીસ, પંજાબી, બંગાળી, ભોજપુરી, નેપાળી, ઉર્દુ, અંગ્રેજી, કોંકણી, તુલુ, મરાઠી અને મણીપુરી ભાષામાં પણ ગીતો ગાયા છે. 

'ડોટર ઓફ ધ નેશન'નો મળશે એવોર્ડ

પ્રસિદ્ધ ગાયિકા લતા મંગેશકરને સરકારી અને એ સિવાયના તમામ એવોર્ડથી નવાજવામાં આવ્યા છે પણ આ જન્મદિવસે લતા મંગેશકરને 'ડોટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી સન્માનિત કરાશે. 28 સપ્ટેમ્બરે લતા મંગેશકરનો 90મો જન્મદિવસ છે ત્યારે તેમને 'ડોટર ઓફ ધ નેશન'ના એવોર્ડથી સન્માનિત કરાશે. 7 દાયકા સુધી લતા માંગેશકરે સંગીત ક્ષેત્રમાં યોગદાન આપ્યું છે.

30000થી વધુ ગીત ગાયા છે

લતાજીએ 13 વર્ષની નાની ઉંમરથી હિંદી ફિલ્મોમાં ગાયકીથી એમની કારકિર્દીનો આરંભ કર્યો હતો. 1942થી 2015 સુધીમાં એમણે 20 જેટલી ભારતીય ભાષાઓમાં 30,000 જેટલાં સોલો તેમજ યુગલગીતો ગાયાં છે. લતા મંગેશકરને સંગીતનું પ્રાથમિક શિક્ષણ એમનાં સંગીતકાર પિતા સ્વ. દિનાનાથ મંગેશકર પાસેથી મળ્યું.

લતાજી એ ગાયેલા ગુજરાતી ગીતો  પર એક નજર

લતાજીએ ગુજરાતી પ્રભાતીયા અને ઘણા બધા સુપરહીટ ગીત ગાયા છે જેમાં દીકરી તો પારકી થાપણ કહેવાય ... વૈષ્ણવજન તો તેને રે કહીએ... અને માને તો મનાવી લેજો રે.... એ પણ ખુબ મશહૂર ગીત છે. 

મહેંદી રંગ લાગ્યો

  • પાંદડુ લીલુને રંગ રાતો.. , 
  • મેહંદી તો વાવી માંડવે...,
  • નયન ચકચૂર છે..., 
  • ઘુંઘટ ઢાંક્યો એક...

સત્યવાન સાવિત્રી

  • ઓ રૂપ રસીલા ... ,
  • આવી રસીલી ચાંદની..., 
  • ઓ નાહોલીયો રે..., 
  • રંગ બેરંગી ચુંદડી.., 
  • ઓ રાત દોડે કાં બાવરી..., 
  • આવી રસીલી ચાંદની..., 
  • એમ તો જવાયના..., 

ઘરદિવડીમાં.. 

  • જા જા જારે જા.., 
  • નીંદરડી.., 

અખંડ સૌભાગ્યવતીમાં 

  • તને સાચવે પાર્વતી..., 
  • મારા તે ચીત્તનો ચોર

જીવી રબારણમાં 

  • કેસુનાન...

મારા મનડાના મીતમાં... 

  • ઓધાજી મારા વાલાને વઢીને ..., 

ચુંદડી ચોખામાં..

  • કોઈ ગોતી દ્યો મારો રામ..,  
  • એ મારી ચુંદડીનો...

રાણો કુંવર

  • દાદાને આંગણે..

નારી તુ નારાયણી

  • વહેલી પરોઢનો વાયરો વાયો...

કુલ વધુ 

  • ઘેલી ઘેલી જોઈને.., 
  • તારે રે ભરોસો...,

છાનુ છપનુમાં તેમણે એક રજકણ સૂરજ...ગાઈને દિલ જીતી લીધા હતા તો પારકી થાપણમાં બેના રે....ગીત ખુબ પોપ્યુલર થયુ હતુ. લાલવાડી ફુલવાડીમાં ધરી કંકુ કંકણ...અને જનમ જનમના સાથીમાં જોય જોય થાકી...સુપર ડુપર હીટ ગીત છે.  જયશ્રી યમુના મંથનમાં.. યમુનાષ્ટક ગાઈને લતાજીએ ગુજરાતી ગીત સંગીતને એક નવો આયામ આપી દીધો છે. 

 આલેખન ઃ ગાયત્રી જોષી, અમદાવાદ

સંકળાયેલા મુદ્દાઓ

Birthday Entertainment Gujarati song Lata mangeshkar ગુજરાતી ગીતો ગુજરાતી ન્યૂઝ લત્તા મંગેશકર happy birthday

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ