બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / અજબ ગજબ / Tech & Auto / Lamborghini Huracan Evo Spider Launched in India

Automobile / કાર રસિયાઓની ડ્રીમ કાર હવે ભારતમાં; ચકાચોંધ દેખાવ, જાણો કેટલી છે કિંમત અને ટોપ સ્પીડ

Published By: Shalin

Last Updated: 08:40 PM, 10 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

સ્પોર્ટ્સ કાર બનાવતી કંપની લેમ્બોર્ગીનીએ તેને બેસ્ટ મોડલ કહી શકાય તેવું Huracan Evo Spider ભારતમાં લોન્ચ કર્યું છે. ઉપરથી છત ખુલી શકે એવી આ ગાડીના બધા ફીચર્સ જાણવા જરૂરી છે. ૪.૧ કરોડની કિંમતે આ ગાડી મુંબઈ શોરૂમથી બુક કરી શકાશે.

લકઝરી ગાડીઓ બનાવતી કંપની લેમ્બોર્ગીનીએ તેની નવી સ્પોર્ટ્સ કાર હુરાકન એવો સ્પાઈડર (Huracan Evo Spider)ને આજે તેના મુંબઈ સ્થિત નવા શોરૂમમાં લોન્ચ કરી છે. આ સુપર કારની કિંમત જંગી 4.1 કરોડ રૂપિયા છે.

ઉલ્લેખનીય છે કે આ કાર હુરાકનના "કૂપે" વર્ઝનનું અપડેટેડ મોડલ છે. આમ તો તે "કૂપે" વર્ઝન જેવી જ દેખાય છે પરંતુ તેનું રૂફ ખુલી શકે છે. તેનું રૂફ ઈલેક્ટ્રો હાઇડ્રોલિક સિસ્ટમ વડે 17 સેકન્ડમાં ખુલે છે. પરંતુ આ માટે ગાડીની ઝડપ 50 કિમીથી ઓછી હોય તે જરૂરી છે. 

Source : lamborghini.com

આ ગાડી 1542 કિલોનું વજન ધરાવે છે. "કૂપે" વર્ઝન કરતા આમાં રૂફ ઈલેક્ટ્રો હાઇડ્રોલિક સિસ્ટમ હોવાથી 120 કિલો વજન ઉમેરાય છે. આ ગાડી 0 થી 100 કિમી સુધીની ઝડપ 3.1 સેકન્ડમાં પકડે છે! 0 થી 200 કિમી સુધીની ઝડપ 9.3 સેકન્ડમાં પકડે છે. આ ગાડીની ટોપ સ્પીડ અધધ 325 કિમી પ્રતિ કલાક છે. 

ગાડી પાવર પેક્ડ 5.2 લીટરના V10 એન્જીન સાથે સજ્જ છે. આ એન્જીન 600 Nm જેટલો પાવર 6500 rpm ઉપર જનરેટ કરે છે. ગાડીમાં 20 ઇંચના અલોય વહીલ્સ છે. 

ગાડીની અંદર 8.4 ઇંચનો કેપેસિટીવ ટચ સ્ક્રીન છે જે ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ સાથે કનેક્ટેડ છે. આ સિસ્ટમ ક્લાઈમેટ કન્ટ્રોલ, સેલ ફોન કનેક્ટિવિટી, વોઇસ કમાન્ડ વગેરે સુવિધાઓ આપે છે. ગાડી ઉપર સારા નિયંત્રણ માટે લેમ્બોર્ગીની ઓલ વહીલ સિસ્ટમ (Lamborghini All Wheel System LAWS) પ્રોવાઈડ કરવામાં આવી છે. 

હુરાકન એવો સ્પાઇડરનું ઇન્ટીરીયર (Source : lamborghini.com

લેમ્બોર્ગીનીનો રસપ્રદ ઇતિહાસ; ફેરારી સાથે અપમાનનો બદલો લેવા ચાલુ કરી હતી કંપની  

લેમ્બોર્ગીનીનો સ્થાપક ફેરુચો લેમ્બોર્ગીની એક ખેડુત પરિવારમાંથી આવતા હતા. ખેડૂત હોવા છતાં ફેરુચોને મશીન્સ અને કારમાં ખુબ રસ હતો.

તેઓ ફેરારી  250 જીટી ગાડી વાપરતા હતા. આ ગાડીના ક્લચમાં સમસ્યા હોવાથી તેઓ વારંવાર ફેરારી સર્વિસ સેન્ટરમાં ધક્કા ખાઈ રહ્યા હતા. નબળી કસ્ટમર સર્વિસની ફેરુચોએ ફેરારીના સ્થાપક એન્ઝો ફેરારીને મોઢામોઢ કરી હતી. આ મિટિંગમાં ફેરુચોએ એન્ઝો ફેરારીનું ખરાબ રીતે અપમાન કર્યું હતું. તેને કહ્યું કે ફેરુચોએ ખેતી પર ધ્યાન આપવું જોઈએ અને ગાડીઓમાં પડવું ન જોઈએ.

એ દિવસથી ફેરુચોએ પ્રતિજ્ઞા લઇ લીધી હતી કે તે ફેરારીને ટક્કર આપે તેવી કંપની સ્થાપિત કરશે. આજે લેમ્બોર્ગીની ખરા અર્થમાં ફેરારીને હરીફાઇ આપી રહ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Auto World lamborghini luxury cars ઓટો ગાડી લેમ્બોર્ગીની automobile

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ