બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / Khalistan terrorist Paramjit Singh killed, shot dead by unknown assailants in Pakistan

BIG BREAKING / ખાલિસ્તાની આતંકી પરમજીત સિંહની હત્યા, સોસાયટીમાં ઘુસીને બાઈક સવારોએ ગોળીઓથી ઉડાવી દીધો

Pravin Joshi

Last Updated: 04:26 PM, 6 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આ ઘટના પાકિસ્તાનના લાહોરના જોહર ટાઉનમાં બની હતી. પરમજીત જોહર સવારે લગભગ 6 વાગે નગરની સનફ્લાવર સોસાયટીમાં પોતાના ઘર પાસે જઈ રહ્યો હતો તે દરમિયાન એક મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા લોકોએ આવીને આતંકવાદી પર ફાયરિંગ કર્યું હતું.

  • ખાલિસ્તાની આતંકવાદી પરમજીત સિંહ પંજવારની હત્યા
  • બે અજાણ્યા બંદૂકધારીઓએ આતંકવાદીને ગોળી મારી દીધી 
  • આ ઘટના પાકિસ્તાનના લાહોરના જોહર ટાઉનમાં બની 

ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)ના વડા અને આતંકવાદી પરમજીત સિંહ પંજવાર ઉર્ફે મલિક સરદાર સિંહ માર્યા ગયા છે. ગુપ્તચર સૂત્રોના જણાવ્યા અનુસાર શનિવારે સવારે બે અજાણ્યા બંદૂકધારીઓએ આતંકવાદીને ગોળી મારી દીધી હતી. આ ઘટના પાકિસ્તાનના લાહોરના જોહર ટાઉનમાં બની હતી. જણાવવામાં આવ્યું છે કે, પરમજીત જોહર સવારે લગભગ 6 વાગ્યે નગરમાં સનફ્લાવર સોસાયટીમાં પોતાના ઘરની નજીક ચાલી રહ્યો હતો. આ દરમિયાન એક મોટરસાઇકલ પર સવાર બે અજાણ્યા લોકોએ આવીને આતંકવાદી પર ગોળીબાર કર્યો, જેને ઇજાગ્રસ્ત હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો હતો. તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

 

હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા

સૂત્રોના જણાવ્યા અનુસાર લાહોરમાં કેટલાક બાઇક સવારોએ પરમજીત સિંહ પંજવાડને નિશાન બનાવ્યા હતા. લાહોરના જૌહર નગરની સનફ્લાવર સોસાયટીમાં બાઇક પર આવેલા હુમલાખોરોએ ઘૂસીને તેને ગોળી મારી દીધી હતી. જે બાદ હુમલાખોરો ત્યાંથી ફરાર થઈ ગયા હતા. કહેવાય છે કે ગોળી વાગવાથી પંજવાડનું ઘટનાસ્થળે જ મોત થયું હતું.

સોશિયલ મીડિયામાં પણ ખાલિસ્તાનીઓ પર સ્ટ્રાઇક : ટ્વિટર પર કરાઈ કડક કાર્યવાહી  | Strike on Khalistanis in social media Strict action taken on Twitter pro  khalistani twitter account blocked

પંજવાડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સનો ચીફ હતો

પરમજીત સિંહ પંજવાડ ખાલિસ્તાન કમાન્ડો ફોર્સ (KCF)નો નેતા હતો, જે એક આતંકવાદી સંગઠન છે. પંજવાડે 90ના દાયકાથી પાકિસ્તાનમાં આશ્રય લીધો હતો. તે પાકિસ્તાનમાં મલિક સરદાર સિંહના નામથી રહેતો હતો. તે 90ના દાયકા પહેલા પણ ભારત વિરોધી ગતિવિધિઓમાં સક્રિય હતો. કહેવાય છે કે તે 1986માં પાકિસ્તાન ગયો હતો. જ્યાં તેણે લાહોર સહિત ઘણી જગ્યાઓ બદલી.

1999માં ચંદીગઢમાં બોમ્બ બ્લાસ્ટ થયો હતો

ભારતીય એજન્સીઓ અનુસાર 30 જૂન, 1999ના રોજ ચંદીગઢમાં પાસપોર્ટ ઓફિસ પાસે જે બોમ્બ બ્લાસ્ટ થયો હતો, તે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના નેતા પરમજીત સિંહ પંજવાડે કર્યો હતો. તે બોમ્બ વિસ્ફોટમાં 4 લોકો ઘાયલ થયા હતા, જ્યારે ઘણા વાહનોને પણ નુકસાન થયું હતું. બોમ્બ સ્કૂટરમાં રાખવામાં આવ્યો હતો.

આ નવ આતંકવાદીઓની યાદીમાં સામેલ હતો

ભારત સરકારના ગૃહ મંત્રાલયે વર્ષ 2020માં 9 આતંકવાદીઓની યાદી જાહેર કરી હતી, જેમાં પંજવાડનું નામ સામેલ હતું. તે યાદીમાં પંજવાડ સિવાય બબ્બર ખાલસા ઈન્ટરનેશનલ (BKI)ના ચીફ વધવા સિંહ બબ્બરનું નામ પણ હતું, જે તરનતારનના જ દસુવાલ ગામના રહેવાસી છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ