બ્રેકિંગ ન્યુઝ
VTV / મનોરંજન / Bollywood / Fashion & Beauty / Kangana Ranaut spotted wearning 600 price saree at jaipur airport see rangoli tweet
કંગના ઇન્ડસ્ટ્રીના શાનદાર એક્ટ્રેસીસમાંથી એક છે, પરંતુ તેની સ્ટાઇલથી તે ચર્ચામાં રહે છે. કંગના પોતાના એથનિક ફેશન ચોઇસને લઇને ચર્ચામાં રહેતી હોય છે. કંગનાને ઘણી વખત એરપોર્ટ પર સાડીમાં જોવા મળે છે.
ADVERTISEMENT
તાજેતરમાં જ કંઇ આવુ જોવા મળ્યુ, પરંતુ આ વખતે તેની સાડીની કિંમત જાણીને તમે પણ ચોંકી જશે. કંગના જયપુર જઇ રહી હતી, આ વચ્ચે તેની એરપોર્ટ પરની કેટલીક ફોટોઝ અને વીડિયોઝ સોશ્યલ મીડિયા પર વાયરલ થયા. કંગના એક સુંદર કૉટન સાડીમાં જોવા મળી રહી હતી. આ સાડીની કિંમત માત્ર 600 રૂપિયા છે, આ અંગેની જાણકારી કંગનાની બહેન રંગોલી ચંદેલે આપી છે.
On her way to Jaipur today Kangana is wearing Rs 600 sari she picked from Kolkata, she was shocked to know one can get such good organic cotton in this amount and it is heart breaking to see how hard our people work and how little they earn.....(contd) pic.twitter.com/EMPJJ4hzzU
— Rangoli Chandel (@Rangoli_A) August 18, 2019
ADVERTISEMENT
(Contd)....please support our own before international brands take away this also from them 🙏 #Indianweavers
— Rangoli Chandel (@Rangoli_A) August 18, 2019
ADVERTISEMENT
રંગોલીએ કંગનાના ફોટોની સાથે ટ્વીટ કર્યુ કે, ''જયપુર જતા દરમિયાન કંગનાએ કોલકાતાથી ખરીદેલી 600 રૂપિયાની સાડી પહેરી છે. આ જાણીને તમને આશ્ચર્ય થશે પરંતુ આ એટલુ સારુ ઓર્ગેનિક કોટલ આ કિંમતમાં મળી શકે છે. આ બહુ હાર્ટ બ્રેકિંગ છે કે લોકો આટલી મહેનત કરીને પણ તેના બદલે આટલુ જ કમાઇ શકે છે.'' આ સાથે રંગોલીએ મેસેજ આપ્યો કે, તમામ લોકો દેશી હેન્ડલૂમમાંથી કપડા ખરીદવા જોઇએ જેથી તેમને રોજીરોટી મળી રહે.
ADVERTISEMENT
ADVERTISEMENT
કંગનાએ સાડી સાથે કાળા રંગનો Givenchy trench કોર્ટ પહેર્યો હતો. હાથમાં પ્રાડાનું લગભગ 2 લાખ રૂપિયાની બેગ હતી. આ સાથે જ સનગ્લાસીસ અને હિલ્સમાં જોવા મળી. આ દરમિયાન કંગનાએ મિનિલ મેકઅપ કર્યો હતો.
વર્કફ્રન્ટની વાત કરવામાં આવે તો કંગના અશ્વિની અય્યર તિવારીની ફિલ્મ 'પંગા' માં જોવા મળશે, જેમાં તે કબડ્ડી પ્લેયરના રોલમાં છે. આ સિવાય તે 'ધાકડ' અને જયલલિતાની બાયોપિકમાં કામ કરશે. થોડા દિવસ પહેલા જ કંગનાની ફિલ્મ 'ધાકડ' નું ટિઝર રિલીઝ કરવામાં આવ્યુ હતુ.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.