બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / વિશ્વ / joint press conference Foreign Minister Jaishankar of Panama dialogue neighbor promotes cross-border terrorism India pakistan

પાક.ને ફટકાર / 'સીમા પાર આતંકવાદને પ્રોત્સાહન આપનાર સાથે જોડાવવું મુશ્કેલ', પાકિસ્તાન પર એસ. જયશંકરના આડકતરા પ્રહાર

Pravin Joshi

Last Updated: 02:03 PM, 25 April 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પનામાના વિદેશ મંત્રી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયશંકરે કહ્યું કે અમારા માટે સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપનારા પાડોશી સાથે વાતચીત કરવી ખૂબ જ મુશ્કેલ છે.

  • વિદેશમંત્રી એસ.જયશંકર પનામાની મુલાકાતે
  • જયશંકરે પાકિસ્તાનને ફરી લગાવી ફટકાર
  • આતંકવાદને પ્રોત્સાહન આપનારા સાથે વાતચીત મુશ્કેલ

પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટોની ભારત મુલાકાત પહેલા પનામા પહોંચેલા વિદેશ મંત્રી એસ.જયશંકરે પાકિસ્તાનને જોરદાર ઠપકો આપ્યો છે. તેમણે કહ્યું કે જે દેશ આતંકવાદને પ્રોત્સાહન આપી રહ્યો છે તેની સાથે આપણે સાંઠગાંઠ કરી શકીએ નહીં.


સરહદ પારના આતંકવાદને ખતમ કરવો પડશે : જયશંકર

પનામાના વિદેશ મંત્રી સાથે સંયુક્ત પ્રેસ કોન્ફરન્સ દરમિયાન જયશંકરે કહ્યું કે અમારા માટે સરહદ પારના આતંકવાદને પ્રોત્સાહન આપનારા પાડોશી સાથે વાતચીત કરવી ખૂબ જ મુશ્કેલ છે. અમે હંમેશા કહ્યું છે કે તેણે પોતાના વચનને વળગી રહેવું પડશે અને સરહદ પારના આતંકવાદને ખતમ કરવો પડશે. તેણે વધુમાં કહ્યું કે અમે આશા રાખીએ છીએ કે એક દિવસ અમે તે સ્થાને પહોંચીશું.

ભુટ્ટો હવે ભારત આવશે કે નહીં

ઉલ્લેખનીય છે કે પાકિસ્તાનના વિદેશ મંત્રી બિલાવલ ભુટ્ટો ઝરદારી આવતા મહિને ભારતની મુલાકાતે આવવાના છે. બિલાવલ ભુટ્ટો ગોવામાં યોજાનારી વિદેશ મંત્રીઓની શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશનની બેઠકમાં ભાગ લેશે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ