બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Jio Users Will Have To Pay 12 Rs Per Month For Outgoing Calls
આ વચ્ચે એરટેલ અને વોડાફોન પણ Jio ના આ પગલાની નિંદા કરી રહ્યા છે અને પોતે ભવિષ્યમાં કોઇ પણ પ્રકારના IUC ચાર્જ ન લેવાની વાત કરી છે. આ મામલામાં સ્પષ્તા કરતા Jio એ એક ટ્વીટ કર્યુ. આ ટ્વીટમાં કંપનીએ TRAI ની નવી રિપોર્ટ શૅર કરતા લેવાતા 12 રૂપિયાના ચાર્જને યોગ્ય ઠેરવવાની કોશિશ કરી છે.
ADVERTISEMENT
Important information - TRAI Report. Also, continue enjoying free & unlimited Jio to Jio calls.#DigitalLife #JioDigitalLife #IUC #JioOnIUC #DigitalIndia #TRAI #TRAIreport pic.twitter.com/ukJ1SCIQKk
— Reliance Jio (@reliancejio) October 14, 2019
ADVERTISEMENT
Jio એ પોતાના ટ્વીટમાં કહ્યુ કે, તે ઇન્ટરકનેક્ટ યૂસેઝ ચાર્જ (IUC) નો વધારો ભાર ગ્રાહકો પર નહી નાખે. Jioએ કહ્યું કે તે ટ્રાઈના ડેટા અનુસાર જ કામ કરી રહ્યું છે. TRAI ના ડેટા અનુસાર, ઈન્ડસ્ટ્રીમાં અત્યારે પણ પ્રતિ યુઝર દર મહિને લેવાતો IUC 12 રૂપિયા છે. આ હિસાબે એક મહિનામાં બીજા નેટવર્ક પર કરાતા કૉલની 200 મિનિટ થાય છે.
ADVERTISEMENT
Jio એ વાતને આધાર બનાવી રહ્યું છે કે આજના સમયે એક મહિના માટે 12 રૂપિયા આપવા કોઇ ગ્રાહક માટે મોટી વાત નથી. કોલિંગની વાત કરીએ તો Jioએ પોતાના નેટવર્ક અને લેન્ડલાઈન પર થતા કોલ્સને હજુ સુધી ફ્રી રાખ્યા છે. Jio ના મોંઘા પ્લાન ખરીદનારા પ્રિપેડ યૂઝર્સ માટે 12 રૂપિયા ખર્ચવા કોઈ મોટી વાત નથી. તેની સરખામણી બીજી કંપનીઓ સાથે કરીએ તો વેલિડીટીના નામે સબસ્ક્રાઇબર્સ પાસેથી વધારે પૈસા વસૂલી રહી છે.
.jpg)
ADVERTISEMENT
હાલના IUCની વાત કરીએ તો તે 31 ડિસેમ્બર 2019 સુધી લાગુ પડશે. Jio ને આશા છે કે આવતા વર્ષની શરૂઆતથી TRAI IUC ઝીરો કરી દેશે. જો કે એરટેલ, બીજા ઓપરેટર તેનો વિરોધ કરી રહ્યા છે. તેમનું કહેવુ છે કે, IUC ખતમ થતા દેશના અંતરિયાળ વિસ્તારોમાં સર્વિસ આપવી મોંઘી સાબિત થશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.