બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Jio Giga fiber broadband plans announced

Jio Giga Fiber / 699 રૂપિયાનાં પ્લાન સાથે Reliance Jio Giga Fiber લૉન્ચ, જાણો કયા-કયા છે પ્લાન

Published By: Dhruv

Last Updated: 10:26 PM, 5 September 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Reliance JioFiber બ્રૉડબેન્ડ સર્વિસનાં પ્લાનની જાહેરાત થઇ ચૂકી છે. કંપનીએ પહેલા જ જણાવી દીધું હતું કે, પ્લાનની શરૂઆત 700 રૂપિયાથી 10000 રૂપિયા સુધીનો થશે. કંપનીનાં દાવા અનુસાર અત્યાર સુધી 1600 શહેરોથી 15 મિલિયન લોકોએ બ્રૉડબેન્ડ રિલાયન્સ જિયો ફાઇબર માટે રજિસ્ટર કર્યુ છે.

Mukesh Ambani

JioFiber નાં તમામ પ્લાન હાલ માટે પ્રીપેડ છે. કંપનીએ કહ્યું કે, આવનારા સમયમાં પોસ્ટપેડ પ્લાન પણ લોન્ચ કરવામાં આવશે. પ્લાનની શરૂઆત 699 રૂપિયાથી છે. પ્લાનની શરૂઆત 1000mbps ની સ્પીડથી થશે. કનેક્શન માટે 2500 રૂપિયા વન ટાઇમ પેમેન્ટ કરવાનું રહેશે. જેમાંથી 1500 રૂપિયા ડિપોજિટ છે અને 1000 રૂપિયા નૉન રિફન્ડેબલ છે. એટલે કે આપ કનેક્શન બંધ કરશો તો આપને 1500 રૂપિયા જ પરત મળશે.

ગેમિંગ, ડિવાઇસ સિક્યોરિટી, હોમ નેટવર્કિંગ, વર્ચ્યુઅલ રિયાલિટી અને વીડિયો કોન્ટેંટ સર્વિસ RCITPL તરફથી મળશે કે જે એક સર્વિસ કંપની છે. Reliance Jio Fiber માં યૂઝર્સને 6 મહીના સુધી અતિરિક્ત ડેટાનો લાભ મળશે. JioFiber નો મહીનાનો પ્લાન 699 રૂપિયાથી શરૂ થઇને 8,499 રૂપિયા સુધીનો હશે.

- તમામ પ્લાનની સ્પીડ 100mbpsથી શરૂ થશે.
- ટૉપ પ્લાન 1Gbpsની સ્પીડવાળો છે.
- 699 રૂપિયાવાળા પ્લાનમાં માત્ર ઇન્ટરનેટ મળશે. 100GB ડેટા ખતમ થયા બાદ 1mbpsની સ્પીડ મળશે.

લાંબા સમયગાળાનો પ્લાન

1. JioFiberમાં ઉપયોગકર્તાઓની પાસે 3,6 અને 12 મહીનાની યોજનાઓ ઉપલબ્ધ થશે.
2. બેંક ટાઇ-અપનાં માધ્યમથી Jio આકર્ષક EMI યોજનાઓ પ્રદાન કરશે, જેનાંથી ગ્રાહકોને માત્ર માસિક EMIની ચૂકવણી કરીને વાર્ષિક યોજનાઓનો લાભ પ્રાપ્ત થતો રહેશે.

Welcome Offer અંતર્ગત 699 રૂપિયા અને 849 રૂપિયાનાં પ્લાન સાથે 3 મહીના માટે જિયો સાવન અને જિયો સિનેમા એપની સબ્સક્રિપ્શન ફ્રી મળશે. 1,299 રૂપિયાથી 8,499 રૂપિયાનાં પ્લાન સાથે JioHome Gateway (જેની કિંમત 5000 રૂપિયા) અને Jio Set Top Box 4k (કિંમત 6400 રૂપિયા) આ તમામ ફ્રી આપવામાં આવશે.

જિયો ફાઇબર કેવી રીતે મેળવશો?

1. www.jio.com પર જાઓ અથવા MyJio એપ ડાઉનલોડ કરો.
2. JioFiber સેવાઓ માટે રજિસ્ટર કરો.
3. જો JIoFiber આપનાં ક્ષેત્રમાં ઉપલબ્ધ થશે, તો જિયો આપને સંપર્ક કરશે.

899 રૂપિયાવાળા પ્લાન સાથે 100mbpsની સ્પીડ મળશે. અહીં 200GBની લિમિટ છે ત્યાર બાદ 1mbpsની સ્પીડ મળશે. આ સિવાય કંઇ નહીં મળે. જો આપ પહેલેથી જ જિયો ફાઇબર યૂઝ કરી રહ્યાં છો. Jio સર્વિસ અપગ્રેડ માટે આપને વાત કરશે.

પ્રિવ્યૂ ઑફરની વેલિડિટી

વર્તમાન JioFiber યૂઝર્સ હવે પેડ પ્લાનમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. આ માટે તેઓએ કંપની સાથે વાત કરશે. આ પહેલાં સુધી તેઓ સર્વિસ યૂઝ કરતા રહેશે.
1249 રૂપિયાનાં પ્લાન સાથે અનેક એક્સ્ટ્રા બેનિફિટ્સ મળશે. 250mbpsની સ્પીડ મળશે. અહીં 500GBનો ડેટા લિમિટ હશે. એક્સ્ટ્રા ડેટા તરીકે 250GB મળશે.

સંકળાયેલા મુદ્દાઓ

India Jio giga Fiber Mukesh Ambani Reliance Reliance Jio gigafiber Technology જિયો ગીગા ફાઇબર મુકેશ અંબાણી Jio Giga Fiber

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ