બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Jetpur, BJP Jayesh Radadia won the seat

ગુજરાજ 2022 / સૌરાષ્ટ્ર BJPના વધુ એક સિનિયર નેતાનો જોરદાર વિજય: PM મોદીએ કરી હતી સભા

Published By: Vaidehi

Last Updated: 11:54 AM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો વિજય થયો છે. ભાજપમાંથી જયેશ રાદડિયા તેમજ કોંગ્રેસે દિપક વેકરીયાને ટિકિટ આપી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને મેદાને ઉતાર્યા હતાં. જેતપુરની બેઠક પર પણ ભાજપે જીતનો ડંકો વગાડ્યો છે. સૌરાષ્ટ્રમાં ભાજપનો ઝંડો લહેરાયો છે.

  • જેતપુર સીટ પર પણ ભાજપનો ડંકો
  • ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયાનો વિજય
  • અહીંની ચૂંટણીમાં ત્રિપાંખિયાં જંગમાં ભાજપની જીત

ગુજરાતમાં અત્યાર સુધી બે પક્ષનો ચૂંટણી જંગ રહેતો હતો. પરંતુ આ વખતે આમ આદમી પાર્ટીએ ત્રીજા પક્ષ તરીકે એન્ટ્રી મારી દીધી હતી, જેના કારણે આ વર્ષે ચૂંટણીમાં ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. આ વખતે રાજકોટ જિલ્લાની જેતપુર બેઠક પર ભાજપના ઉમેદવાર જયેશ રાદડિયા હતા તેમજ કોંગ્રેસે દિપક વેકરીયાને ટિકિટ આપી હતી જ્યારે આમ આદમી પાર્ટીએ રોહિત ભૂવાને મેદાને ઉતાર્યા હતાં. આ બેઠક પર ઓલ ઓવર જોઈએ તો મહોનસિંહ રાઠવા અને જયેશ રાદડિયા દબદબો રહ્યો છે. 

આ બેઠકનો રાજકીય ઈતિહાસ 
જેતપુર વિધાનસભા બેઠકની રાજકીય ઈતિહાસ તપાસીએ તો માલુમ પડે છે કે, 1999 પછી ભાજપ અને કોંગ્રેસનો બંન્નેનો દબદબો રહ્યો છે. 2012માં કોંગ્રસમાંથી જયેશ રાદડિયાએ સારી બહુમતી સાથે જીત્યા હતા અને તેમણે આ જીત બાદ તેમણે બે મહિનામાં જ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધુ હતું અને ભાજપનો ખેસ ધારણ કર્યો હતો ત્યાર બાદ આ સીટ પર પેટા ચૂંટણી યોજાઈ હતી જેમાં ભાજપે જયેશ રાદડીયા ટિકિટ આપી અને તેમનો ફરી વિજય થયો હતો. 2012ની ચૂંટણીમાં આ બેઠક કોંગ્રેસના ફાળે ગઇ હતી  અને કોંગ્રેસના જયેશ રાદડિયા સામે ભાજપના જશુમતી કોરાટનો 18033 મતે પરાજય થયો હતો અને જયેશ રાદડિયાને 85827 મત મળ્યા હતા. આ બેઠક 2007માં કોંગ્રેસના ઉમેદવાર મોહનસિંહ રાઠવા જીત્યા હતાં તેમજ 2002 ભાજપના વિચેતભાઇ બારિયા જીત્યા હતાં. 1999ની પેટા ચૂંટણીમાં ભાજપના જશુબેન કોરાટે વિજય થયાં હતાં 1998માં કોંગ્રેસના મોહનસિંહ રાઠવા અને 1995માં કોંગ્રેસના રાઠવા મોહનસિંહ વિજય થયાં હતાં. 1975થી લઈ 1990 સુધી મોહનસિંહ રાઠવા આ બેઠક જીત્યાં હતાં

જેતપુરના જાતિગત સમીકરણ 
આ બેઠક પર  લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર સમાજના મતાદારોના દબદબો વધુ છે. જો વર્ષ 2018ના આંકડા તપાસીએ તો આ બેઠક પર 2,52,718 મતદારો હતા. જેમાં લગભગ 119815 મહિલા અને 132903 પુરૂષ મતદારો હતા. જેતપુર બેઠકના જાતિગત સમીકરણોની તપાસીએ તો જેતપુરમાં લેઉવા પટેલ, કોળી, કડવા પટેલ, આહીર, ક્ષત્રીય, માલધારી, બ્રાહ્મણ, ખાંટ, દલિત અને લઘુમતી સમાજનું દબદબો વધુ છે. ટકાવારી પ્રમાણે જોઈએ તો 100 ટકામાંથી 45 ટકા લેઉવા પટેલ, 7 ટકા કોળી અને 13 ટકા દલિત તેમજ 7 ટકા લઘુમતી, 5 ટકા કડવા પટેલ અને અન્ય 23 ટકા જેટલા અન્ય મતદારો છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Election Result Jayesh Raddiya gujarat election result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ