બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / Jayaraj Singh Jadeja's big statement before polling in Gondal

મોટા સમાચાર / ગોંડલમાં મતદાન પહેલા જયરાજસિંહ જાડેજાએ ભર્યો હુંકાર, વિરોધીઓને જુઓ શું કહ્યું

Published By: Dhruv

Last Updated: 09:31 AM, 1 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ તબક્કાનું મતદાન છે. ત્યારે 19 જિલ્લાની 89 બેઠકોમાંથી રાજકોટની ગોંડલ બેઠક પર સમગ્ર ગુજરાતના લોકો મીટ માંડીને બેઠા છે.

  • આજે ગુજરાત વિધાનસભાની ચૂંટણીનું પ્રથમ તબક્કાનું મતદાન
  • કચ્છ-સૌરાષ્ટ્ર અને દ. ગુજરાતની હોટ સીટ પર જામશે રસાકસી
  • 89 બેઠકો પર કુલ 788 ઉમેદવારો આજે ચૂંટણી મેદાનમાં

રાજકોટની ગોંડલ બેઠક કે ચૂંટણી જાહેર થયાના બે મહિના પહેલા જ ચર્ચામાં આવી ગઇ છે. કારણ કે આ સીટ પરથી બે ક્ષત્રિય દિગ્ગજો જયરાજસિંહ જાડેજા અને અનિરુદ્ધસિંહ જાડેજા સામસામે મેદાનમાં છે. સૌ પહેલા ભાજપમાંથી પોતાના પુત્ર માટે ટિકિટ લેવા જયરાજસિંહ અને અનિરુદ્ધસિંહ સામસામે આવી ગયા હતા. પરંતુ ભાજપે જયરાજસિંહ જાડેજાના પત્ની ગીતાબાને ટિકિટ આપી હતી. આથી જયરાજસિંહનો હાથ ઉપર રહ્યો. ચૂંટણી જાહેર થયા બાદ પ્રચારના અંતિમ દિવસોમાં જયરાજસિંહે અનિરુદ્ધસિંહ અને તેમના પિતાનું નામ લઈને ખૂબ આક્ષેપો કર્યા હતા. ત્યાર બાદ અનિરુદ્ધસિંહે તેનો જવાબ આપવા ગોંડલ સીટ પૂરતો કોંગ્રેસને ટેકો જાહેર કર્યો હતો.

કોંગ્રેસના ઉમેદવાર હજુ ગામડામાં પહોંચ્યા જ નથી: જયરાજસિંહ જાડેજા
સૌરાષ્ટ્રની ગોંડલ બેઠક પર હાઈપ્રોફાઈલ ચૂંટણી જંગ જામશે. ત્યારે પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજાએ VTV સાથે ખાસ વાતચીત કરતા કહ્યું કે, 'ગોંડલની પ્રજા વિકાસને મત આપશે. જ્યાં-જ્યાં પ્રચાર કર્યો ત્યાં મને પ્રતિસાદ મળ્યો. કોંગ્રેસના ઉમેદવાર હજુ ગામડામાં પહોંચ્યા જ નથી.'

ભાજપના ગીતાબા જાડેજા, કોંગ્રેસના યતીશ દેસાઈ, AAPના નિમિષાબેન ખૂંટ વચ્ચે જામશે ચૂંટણી જંગ
ગોંડલ વિધાનસભા બેઠક પર આજે ભારે ચૂંટણી જંગ જામશે. ભાજપના ગીતાબા જાડેજા અને કોંગ્રેસના યતીશ દેસાઈ તેમજ AAPના ઉમેદવાર નિમિષાબેન ખૂંટ વચ્ચે આજે ભારે જંગ જામશે. આથી ગુજરાતભરમાં સૌની નજર આજે ગોંડલ અને કુતિયાણા બેઠક પર છે. અહીં મતદાન મથકો પર સંપૂર્ણ તૈયારીઓ પૂર્ણ થઇ ગઇ છે. ગોંડલ બેઠક સંવેદનશીલ હોવાથી અહીં પેરામિલેટ્રી ફોર્સ સહીત ભારે પોલીસ ફોર્સ ખડકી દેવાઇ છે.

ગોંડલના મતદાન મથકો પર ઈલેક્શન ઓબ્ઝર્વર દ્વારા ચેકિંગ હાથ ધરાયું
રાજકોટની ગોંડલ બેઠક સમગ્ર સૌરાષ્ટ્રમાં સૌથી સંવેદનશીલ બેઠક માનવામાં આવે છે. ત્યારે તમને જણાવી દઇએ કે, આ ગોંડલ બેઠક માટે ચૂંટણીપંચ પણ એલર્ટ છે. ગોંડલના મતદાન મથકો પર ઈલેક્શન ઓબ્ઝર્વર દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. મતદાન સ્ટાફ તેમજ સુરક્ષાકર્મીઓ સહિત બંદોબસ્તનું નિરીક્ષણ કરવામાં આવ્યું છે. ગોંડલના તમામ મતદાન મથકોમાં અહીં ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે.

સંકળાયેલા મુદ્દાઓ

Aniruddhsinh jadeja Gujarat elections 2022 jayrajsinh jadeja અનિરૂદ્ધસિંહ જાડેજા ગુજરાત વિધાનસભા ચૂંટણી 2022 જયરાજસિંહ જાડેજા Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ