બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / Jamnagar north BJP Rivaba Jadeja Won the seat, Ravindra Jadeja's wife won

BIG BREAKING / રિવાબા જાડેજાની ચર્ચિત બેઠક જામનગર ઉત્તરનું પરિણામ જાહેર, કોંગ્રેસના ઉમેદવાર ત્રીજા નંબરે રહ્યા

Published By: Vaidehi

Last Updated: 03:09 PM, 8 December 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

જામનગર ઉત્તરની બેઠક પર ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબાનો ભવ્ય વિજય થયો છે. જામનગર ઉત્તરની બેઠકનાં પરિણામોની લોકો આતુરતાથી લોકો રાહ જોઇ રહ્યાં હતાં ત્યારે ભાજપનાં રિવાબા જાડેજાએ ધમાકેદાર જીત મેળવી છે. રિવાબા જાડેજા, બિપેન્દ્રસિંહ જાડેજા, કરશન કરમૂર વચ્ચે ટક્કર હતી .

  • જામનગર ઉત્તરમાં ભાજપનાં રિવાબાનો ડંકો
  • ક્રિકેટર રવિન્દ્ર જાડેજાના પત્નીની જીત
  • કોંગ્રેસ બિપેન્દ્રસિંહ જાડેજા અને AAPનાં કરશન કરમુરની હાર

આજે ગુજરાત વિધાનસભાની 182 બેઠકોનું પરિણામ જાહેર થઈ ચૂક્યું છે. જેમાં જામનગર ઉત્તર બેઠક પરથી ભાજપના ઉમેદવાર અને ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રિવાબા જીતી ગયા છે. મહત્વનું છે કે જામનગર ઉત્તર બેઠક પર ત્રિપાંખિયો જંગ ખેલાયો હતો. જેમાં ભાજપના ઉમેદવાર રિવાબાએ બાજીમારી લીધી છે. 

જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને આપી હતી તક 
ગુજરાત વિધાનસભાની ચૂંટણી 2022 માટે ભાજપે આ વખતે કેટલાક જૂના જોગીને પડતા મૂકીને નવા ચહેરાઓને તક આપી હતી. જેમાં ભારતીય ક્રિકેટ ટીમના ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાનો પણ સમાવેશ થાય છે. પાર્ટીએ તેમને જામનગર ઉત્તરથી પોતાના ઉમેદવાર બનાવ્યા હતા. જ્યારે કોંગ્રેસે બિપેન્દ્રસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટીએ કરશન કરમુરને ચૂંટણીના મેદાનમાં ઉતાર્યા હતા. 

હકુભાની જગ્યાએ રીવાબાને મળી ટિકિટ
જામનગર ઉત્તર બેઠક પરથી ભારતીય જનતા પાર્ટી દ્વારા ધમેન્દ્રસિંહ મેરુભા જાડેજા (હકુભા)ની ટિકિટ કાપીને તેમની જગ્યાએ રવિન્દ્ર જાડેજાના પત્ની રીવાબા જાડેજાને ટિકિટ આપવામાં આવી હતી. જામનગર ઉત્તર (78) વિધાનસભા બેઠકમાં દાવેદારીને લઇને લાંબા સમયથી અટકળો ચાલી રહી હતી, જેનો ટિકિટની જાહેરાત બાદ અંત આવ્યો હતો.

રિવાબાને જીતાડવા રવિન્દ્ર ઉતર્યા હતા મેદાનમાં
પત્ની રિવાબા જાડેજાને જીતાડવા માટે  ક્રિકેટર રવિન્દ્ર જાડેજા મેદાનમાં ઉતર્યા હતા, ખુલ્લી જીપમાં સવાર થઈ જાડેજાએ જામનગર શહેરની ઉત્તર વિધાનસભા બેઠકના વિવિધ વિસ્તારમાં રોડ શો યોજ્યો હતો.

જામનગર ઉત્તરની આ બેઠક પર છે ભાજપનો કબજો  
ગુજરાત વિધાનસભાની 182 બેઠકોમાં સમાવિષ્ટ આ બેઠક 2008ના સીમાંકન બાદ અસ્તિત્વમાં આવી હતી. આ બેઠક પર સૌથી વધુ ક્ષત્રિય મતદારો છે, ત્યારબાદ આહીર સમાજનો નંબર આવે છે. જામનગર ઉત્તરની આ બેઠક પર ભાજપનો કબજો છે અને વર્ષ 2017ની  ચૂંટણીમાં અહીં ધર્મેન્દ્રસિંહ જાડેજા (હકુભા) ભાજપની ટિકિટ પરથી જીત્યા હતા. તેમણે કોંગ્રેસના ઉમેવાદર જીવણભાઈ કુંભારવાડિયાને હરાવ્યા હતા. ધર્મેન્દ્રસિંહ જાડેજા 2012માં કોંગ્રેસની ટિકિટ પર જીત્યા હતા, પરંતુ 2017માં તેઓ પક્ષ બદલીને ભાજપમાંથી ચૂંટણી લડ્યા હતા અને વિજયી થયા હતા. 2012માં ધર્મેન્દ્ર સિંહે (હકુભા) ભાજપના ઉમેદવારને હરાવ્યા હતા. 

કોણ છે રિવાબા જાડેજા?
- રીવાબા ગુજરાતના રાજકોટના છે. તેમના પિતા બિઝનેસમેન છે. 
- મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યા બાદ તેઓ લાંબા સમયથી સામાજિક કાર્યોમાં સક્રિય છે. 
- વર્ષ 2016માં તેમણે ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજા સાથે લગ્ન કર્યા હતા. 
- ભાજપમાં જોડાતા પહેલા રીવાબા રાજપૂત સમુદાયના સંગઠન કરણી સેનાના સભ્ય રહી ચૂક્યા છે. 
- તેઓ 2019ની લોકસભા ચૂંટણી પહેલા ભાજપમાં જોડાયા હતા. 
- ત્યારથી તેઓ પાર્ટીના કાર્યક્રમોમાં સ્ટેજ પર જોવા મળે છે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat election result

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ