જમ્મુ કાશ્મીર /
મોટો નિર્ણયઃ મહેબૂબા મુફ્તીએ એન્કાઉન્ટર અંગે એવો આરોપ લગાવ્યો કે તાત્કાલિક કરી દેવાયા નજરબંધ
Team VTV10:08 PM, 17 Nov 21
| Updated: 10:09 PM, 17 Nov 21
જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રી અને પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીને આગામી આદેશ સુધી ઘરમાં નજરબંધ કરી દેવાયા છે.
આતંકવાદીઓના સફાયા વચ્ચે મહેબૂબા મુફ્તી નજરબંધ
આગામી આદેશ સુધી હાઉસ એરેસ્ટ
કોઈ નથી જાણતું કે આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે કે નહીંઃ મુફ્તી
કાશ્મીર ખીણમાં વધતી આતંકવાદી ઘટનાઓ અને સેનાના તાબડતોબ એન્કાઉન્ટર વચ્ચે તંત્રએ મોટો નિર્ણય લીધો છે. હવે આ નિર્ણય પણ ત્યારે લેવાયો છે જ્યારે મહેબૂબા મુફ્તીએ હાલમાં જ કેન્દ્ર પર મોટો આરોપ લગાવી દીધો હતો.
આતંકવાદીઓના સફાયા વચ્ચે મહેબૂબા મુફ્તી નજરબંધ
જ્યારે સોમવારે થયેલા એન્કાઉન્ટરમાં કેટલાક આતંકવાદીઓનો સફાયો કરવામાં આવ્યો હતો, ત્યારે મુફ્તીએ કદી દીધું હતું કે આ કોઈ નથી જાણતું કે ખીણમાં આતંકવાદીઓને મારવામાં આવી રહ્યા છે કે નહીં. તેમણે દાવો કર્યો હતો કે સોમવારે થયેલા એન્કાઉન્ટરમાં 3 નાગરિકોને મારી દેવાયા હતા. તેમણે ત્યાં સુધી કહેવાયું હતું કે ખીણમાં ઉગ્રવાદના નામ પર સામાન્ય નાગરિકોને નિશાન બનાવવામાં આવી રહ્યા છે. આ પહેલા પણ જ્યારે ખીણમાં સેનાની સંખ્યા વધારવામાં આવી હતી, મુફ્તીએ નિંદા કરી હતી. તેમણે કહ્યું હતું કે, સરકાર સેનાની હાજરીમાં જમ્મુ કાશ્મીરને છાવણીમાં ફેરવવા માંગે છે. તેમણે આ નિવેદન પર સરકારે કડક વલણ અપનાવ્યું હતું.
આજેજ મહેબૂબા મુફ્તીએ પોતાના જમ્મુ સ્થિત કાર્યાલયમાં એક રેલીને સંબોધિત કરી હતી. ત્યાં તેમણે પોતાનો વિરોધ પ્રદર્શન કર્યુ હતું. તેમણે આ કાર્યક્રમ દરમિયાન કાર્યકર્તાઓએ જોર-જોરથી નારા લગાવ્યા હતા કે, કાશ્મીરિઓનો કત્લેઆમ બંધ કરો. ખુદ મહેબૂબા પણ આ નારાઓનું સમર્થન કરી રહી હતી અને કેન્દ્ર પર કેટલાક ગંભીર આરોપ પણ લગાવી રહી હતી.