ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / વિશ્વ / israel hamas war iran warning to america iran foreign minister hossein amirabdollahia

Israel Hamas War / 'જો ઈઝરાયલ ગાઝામાં બોમ્બમારો નહીં રોકે તો...', હમાસ સાથેની જંગ વચ્ચે ઇરાનની આડકતરી રીતે અમેરિકાને ધમકી

Published By: Malay

Last Updated: 08:37 AM, 27 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Israel Hamas War: 'જો ઈઝરાયેલ ગાઝામાં બોમ્બ ધડાકા બંધ નહીં કરે તો અમેરિકા પણ તેની આગથી નહીં બચે', ઈરાનના વિદેશ મંત્રીની ધમકી

ADVERTISEMENT

  • ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ યથાવત 
  • ઈરાને ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી
  • ....આગથી અમેરિકા પણ બચશે નહીંઃ  હુસૈન અમીર

Iran Warns US: ઇઝરાયેલ અને હમાસ વચ્ચે યુદ્ધ શરૂ થયાને 20 દિવસથી વધુ સમય થઈ ગયો છે. યુદ્ધમાં બંને તરફથી ભારે તબાહી મચી ગઈ છે. દુનિયા બે જૂથોમાં વહેંચાઈ ગઈ છે. અમેરિકા ખુલ્લેઆમ આ જંગમાં હમાસ વિરુદ્ધ ઈઝરાયલનું સમર્થન કરી રહ્યું છે. આવી સ્થિતિમાં ઈરાને ફરી એકવાર અમેરિકાને ચેતવણી આપી છે. ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લહાનિયાએ કહ્યું છે કે જો ઈઝરાયેલી સરકાર ગાઝામાં પેલેસ્ટાઈનીઓના નરસંહારને ચાલુ રાખશે તો તેની આગથી અમેરિકા પણ બચશે નહીં. 

Joe Biden | Page 2 | VTV Gujarati

શાંતિ-સલામતી કામ કરવું જોઈએઃ ઈરાનના વિદેશ મંત્રી 
તેમણે કહ્યું કે, હું અમેરિકી સરકારને કહેવા માંગુ છું જે પેલેસ્ટાઈનમાં નરસંહારની દેખરેખ કરી રહી છે. અમે પ્રદેશમાં યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો ગાઝામાં નરસંહાર ચાલુ રહેશે તો અમેરિકા પણ આ આગથી બચશે નહીં. અમેરિકાએ શાંતિ અને સલામતી માટે કામ કરવું જોઈએ અને લોકોને યુદ્ધની આગમાં ન ફેંકવા જોઈએ.

'અમેરિકા જોઈ રહ્યું છે તમાશો'
તેમણે કહ્યું કે, ગાઝા પર હુમલો કરવા માટે રોકેટ, ટેન્ક અને બોમ્બ મોકલવાને બદલે અમેરિકાએ આ નરસંહારનું સમર્થન કરવાનું બંધ કરી દેવું જોઈએ. અમેરિકા ત્રણ અઠવાડિયા કરતા ઓછા સમયમાં 7000થી વધુ નાગરિકોની હત્યાનો તમાશો જોઈ રહ્યું છે. વ્હાઇટ હાઉસ ઇઝરાયેલ સરકારને આર્થિક અને રાજકીય રીતે સંપૂર્ણ સમર્થન આપી રહ્યું છે. ગુરુવારે સંયુક્ત રાષ્ટ્ર મહાસભાની વિશેષ બેઠક દરમિયાન  ઈરાનના વિદેશ મંત્રી હુસૈન અમીર અબ્દુલ્લહાનિયાએ આ નિવેદન આપ્યું હતું.

अमेरिकी राष्ट्रपति बाइडेन, ईरान के विदेश मंत्री हुसैन अमीर अब्दुल्लाहियन और इजरायली पीएम नेतन्याहू

અમેરિકાએ આપી હતી ધમકી
તમને જણાવી દઈએ કે, આ યુદ્ધમાં ઈઝરાયલ વિરુદ્ધ નિવેદનબાજીને લઈને આ પહેલા અમેરિકાએ પણ ઈરાનને ધમકી આપી હતી. અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કડક શબ્દોમાં કહ્યું હતું કે, અમે ઈરાન સાથે યુદ્ધ નથી ઈચ્છતા, પરંતુ જો ઈરાન અથવા તેના પ્રતિનિધિઓ ક્યાંય પણ અમેરિકન કર્મચારીઓ પર હુમલો કરે છે તો અમને (અમેરિકા) અમારા લોકોની સુરક્ષા કેવી રીતે કરવી તે આવડે છે.

'અમેરિકા કોઈપણ પ્રકારનું યુદ્ધ વધારવા માંગતું નથી'
તેમણે કહ્યું હતું કે, અમે અમારી ચેનલો દ્વારા સતત ઈરાનના અધિકારીઓને કહી ચૂક્યા છીએ કે ઈરાનની સાથે અમેરિકા કોઈપણ પ્રકારનું યુદ્ધ વધારવા માંગતું નથી. પરંતુ જો ઈરાન કોઈ ભૂલ કરશે તો અમે અમારા લોકોની સુરક્ષા કરીશું.

સંકળાયેલા મુદ્દાઓ

America Foreign Minister Israel hamas war iran warning અમેરિકાના વિદેશમંત્રી ઈઝરાયલ યુદ્ધ Israel Hamas War

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ