ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / IRDAI proposed hike limit of self assessd claim

ભલામણ / જો આ પ્રસ્તાવ પાસ થયો તો મોટર અકસ્માતનો ક્લેમ 75000 સુધી જાતે કરી શકશો

Published By: Parth

Last Updated: 06:48 PM, 2 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ભારતીય વીમા વિનીયામક અને વિકાસ સત્તામંડળ (IRDAI) દ્વારા ઇન્શ્યોરન્સ સર્વેયર્સ અને અસેસર્સ રેગ્યુલેશનમાં સંશોધનનો પ્રસ્તાવ મુકવામાં આવ્યો છે. જેમાં સેલ્ફ ક્લેમની રાશીને વધારવાનો પ્રસ્તાવ કરવામાં આવ્યો છે. આ પ્રસ્તાવમાં ઈરડાએ બધા જ સંબંધિત પક્ષોને 21 નવેમ્બર સુધી પોતાના વિચાર જણાવવા કહ્યું છે.

ADVERTISEMENT

  • અત્યાર સુધી એક્સિડન્ટ થાય તો પચાસ હજાર ક્લેમ કરવાનો અધિકાર ગ્રાહકો પાસે હતો
  • IRDAI દ્વારા સેલ્ફ ક્લેમની રાશીને વધારવાનો પ્રસ્તાવ
  • નોન મોટર મામલામાં 1.5 લાખ રૂપિયા સુધી ક્લેમ જાતે જ કરી શકાય તેવી ભલામણ 

મોટર એકસીડન્ટના મામલામાં 75000 સુધી સેલ્ફ ક્લેમની ભલામણ 

ઈરડા દ્વારા મુવામાં આવેલા આ પ્રસ્તાવમાં સેલ્ફ ક્લેમની સીમા રાશીને વધારવાની ભલામણ કરવામાં આવી છે. આ ભલામણો અનુસાર મોટર એકસીડન્ટના મામલામાં 75000 અને નોન મોટર મામલામાં 1.5 લાખ રૂપિયા સુધી ક્લેમ જાતે જ કરી શકાય. અત્યાર સુધી એક્સિડન્ટ થાય તો પચાસ હજાર અને નોન મોટર મામલામાં એક લાખ સુધી ક્લેમ કરવાનો અધિકાર ગ્રાહકો પાસે હતો જેને વધારી દેવામાં આવ્યો છે. 

કંપનીના મેન પાવરનો યોગ્ય ઉપયોગ કરી શકાશે

ઈરડાનું માનવું છે કે આમ કરવાથી નાના ક્લેમને  શીઘ્રતાથી નીપટાવી શકાશે. આ સિવાય સીમા રાશી વધારી દેવાથી ઇન્શ્યોરન્સ કંપનીના મેન પાવરનો યોગ્ય ઉપયોગ કરી શકાશે. આપને જણાવી દઈએ કે મોટા ભાગની ઇન્શ્યોરન્સ કંપની ક્લેમ સેટલમેન્ટ માટે આર્ટીફીશીયલ ઈન્ટેલીજન્સ પર આધારિત એપનો ઉપયોગ કરે છે.  

વિડીયોના માધ્યમથી ક્લેમ સેટલમેન્ટ 

ઘણી ઇન્શ્યોરન્સ કંપની આધુનિક રીતે ક્લેમ સેટલમેન્ટ કરે છે જેમાં વિડીયો માધ્યમથી પણ ક્લેમ સેટલમેન્ટ કરવામાં આવે છે. જેમાં ગ્રાહકો પોતે જ નુકસાનીનો વિડીયો ઉતારીને કંપનીને મોકલે છે. કંપનીઓ દ્વારા ક્લેમ સેટલમેન્ટ માટે સર્વિસ સેન્ટરનો પણ ઉપયોગ કરવામાં આવે છે. ઘણી ઇન્શ્યોરન્સ કંપની વીમાધારક તરફથી મોકલાયેલા ગેરેજની રશીદ અથવા મોબાઈલ વિડીયો જેવા પ્રૂફને જમા કર્યા બાદ જ ક્લેમની રકમ ઘોષિત કરી દેવામાં આવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

IRDAI Insurance SELF CLAIM motor vehicle insurance Recommendation

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ