ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 playoffs scenario delhi capitals out of race kkr and srh position is not good rcb csk gt rr pbks mi lsg indian premier league

IPL 2023 / આખું ગણિત સમજો: IPLમાં કઈ કઈ ટીમો પહોંચશે પ્લે-ઑફમાં? દિલ્હીના કોઈ ચાન્સ નહીં, KKR-SRHની હાલત ખરાબ

Published By: Malay

Last Updated: 11:03 AM, 14 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 પૂર્ણ થવા જઈ રહી છે. આઈપીએલની ફાઈનલ મેચ 28 મેના રોજ રમાશે. આવી સ્થિતિમાં ચાલો જાણીએ કે આ 9 ટીમે પ્લેઓફમાં પહોંચવા માટે શું કરવું પડશે.

ADVERTISEMENT

 

  • દિલ્હી પ્લેઓફની રેસમાંથી બહાર
  • KKR-હૈદરાબાદની હાલત પણ ખરાબ
  • જાણો 9 ટીમોના પ્લેઓફના સમીકરણ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝન હવે પૂર્ણ થવાના આરે છે. IPL 2023માં શનિવાર (13 મે) સુધીમાં 59 મેચ રમાઈ ચૂકી છે અને તમામ 10 ટીમોએ ઓછામાં ઓછી 11 મેચો રમી છે. હવે ગ્રુપ સ્ટેજની માત્ર 11 જ મેચો બાકી છે, આવી સ્થિતિમાં પ્લેઓફની જંગ મહત્વના વળાંક પર પહોંચી ચૂકી છે. દિલ્હી કેપિટલ્સ એકમાત્ર એવી ટીમ છે જે પ્લેઓફની રેસમાંથી બહાર થઈ ગઈ છે.

IPL kicks off in Ahmedabad tomorrow: Preparations for Katrina-Arijit's performance

દિલ્હી કેપિટલ્સને પંજાબ કિંગ્સ સામે 31 રનોથી હારનો સામનો કરવો પડ્યો હતો, જે તેની વર્તમાન સિઝનમાં આઠમી હાર રહી. જો જોવામાં આવે તો અત્યાર સુધી કોઈ પણ ટીમ પ્લેઓફમાં પોતાનું સ્થાન નિશ્ચિત કરી શકી નથી. ચાલો રેસમાં સામેલ આ 9 ટીમોના પ્લેઓફના સમીકરણ પર એક નજર કરીએ...

ગુજરાત ટાઇટન્સ
ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન શાનદાર રહ્યું છે અને તે પ્લેઓફમાં સ્થાન બનાવવાની નજીક છે. મુંબઈ સામે મેચ હારી જવા છતાં હાર્દિક પંડ્યાની ટીમ 12 મેચોમાં 16 પોઈન્ટની સાથે ટોપ પર છે. ગુજરાતને પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે માત્ર એક જીતની જરૂર છે. ગુજરાત ટાઇટન્સે સનરાઇઝર્સ હૈદરાબાદ (15 મે) અને RCB (21 મે) સામે મેચ રમવાની છે.

Topic | VTV Gujarati

ચેન્નાઈ સુપર કિંગ્સ
એમ.એસ ધોનીની કેપ્ટનશીપવાળી ચેન્નાઈ સુપર કિંગ્સે 12 મેચોમાંથી 7 મેચ જીતી છે અને તે 15 પોઈન્ટની સાથે હાલ બીજા સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે CSKને બેમાંથી કોઈ એક મેચ જીતવી પડશે. ચેન્નાઈની બાકી બચેલી બે મેચ કોલકાતા નાઈટ રાઈડર્સ (14 મે) અને દિલ્હી કેપિટલ્સ (20 મે)ની સામે છે.

રાજસ્થાન રોયલ્સ સામે હારી ચેન્નાઈ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ, આ કારણે ધોની  પર ભડક્યા ફેન્સ | Chennai Chennai Super Kings team lost against Rajasthan  Royals, fans got mad at Dhoni

મુંબઈ ઈન્ડિયન્સ
રોહિત શર્માની આગેવાનીમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ લયમાં આવી ચૂકી છે અને હાલમાં 14 પોઈન્ટ સાથે ત્રીજા સ્થાને છે. પ્લેઓફમાં સરળતાથી પહોંચવા માટે મુંબઈ ઈન્ડિયન્સને બે મેચ જીતવી જરૂરી છે. મુંબઈ 16 પોઈન્ટ સાથે પણ પ્લેઓફમાં સ્થાન બનાવી શકે છે, પરંતુ આ માટે તેણે અન્ય ટીમોના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. મુંબઈએ લખનઉ સુપર જાયન્ટ્સ (16 મે) અને સનરાઈઝર્સ હૈદરાબાદ (21 મે) સામે રમવાનું છે.

શરૂઆતની મેચોમાં રોહિત નહીં, આ ખેલાડીને સોંપાઈ શકે છે મુંબઈ ઇન્ડિયન્સ ની  કેપ્ટનશિપ, જાણો કેમ લાગી રહી છે અટકળો Mumbai Indian in IPL 2023 rohit  sharma may take rest

લખનઉ સુપર જાયન્ટ્સ
સનરાઈઝર્સ હૈદરાબાદ સામે 7 વિકેટથી જીત બાદ લખનઉ સુપર જાયન્ટ્સ ચોથા સ્થાને પહોંચી ગઈ છે. લખનઉના 12 મેચોમાં 13 પોઈન્ટ છે અને તેણે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે બાકીની બે મેચ જીતવી પડશે. લખનઉ સુપર જાયન્ટ્સે મુંબઈ ઈન્ડિયન્સ (16 મે) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (20 મે)નો સામનો કરવાનો છે.

રાજસ્થાન રોયલ્સ
2008ની ચેમ્પિયન રાજસ્થાન રોયલ્સના 12  મેચોમાં આટલા જ અંક છે અને તે પોઈન્ટ ટેબલમાં પાંચમા સ્થાને છે. રાજસ્થાનને હવે પ્લેઓફમાં સ્થાન મેળવવા માટે હવે તેની બાકીની બંને મેચ જીતવી જરૂરી છે. રાજસ્થાન રોયલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (14 મે) અને પંજાબ કિંગ્સ (19 મે) સામે મેચ રમવાની છે.

IPL Points Table rajasthan royals defeats bring change in points table mi and rcb might be in top four

પંજાબ કિંગ્સ
દિલ્હી કેપિટલ્સ સામે શાનદાર જીત મેળવ્યા બાદ પંજાબ કિંગ્સ પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને આવી ચૂકી છે. પંજાબના 12 મેચમાં 12 પોઈન્ટ છે. પ્લેઓફમાં પહોંચવાની તકો જીવંત રાખવા માટે પંજાબે બાકીની બંને મેચ જીતવી પડશે. પંજાબે દિલ્હી કેપિટલ્સ (17 મે) અને રાજસ્થાન રોયલ્સ (19 મે) સામે મેચ રમવાની છે.

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર
ફાફ ડુ પ્લેસિસની કપ્તાનીવાળી RCB 11 મેચમાં 10 પોઈન્ટ સાથે સાતમા સ્થાને છે. આરસીબી માટે ચિંતાનો વિષય તેનો નેટ-રનરેટ છે જે હાલમાં માઈનસ (-0.345)માં છે. RCBને પ્લેઓફમાં પહોંચવા માટે બાકીની ત્રણેય મેચો જીતવી પડશે. RCB 14મી મેના રોજ રાજસ્થાન રોયલ્સ સામે ટકરાશે. ત્યારબાદ તેની આગામી બે મેચ સનરાઇઝર્સ હૈદરાબાદ (18 મે) અને ગુજરાત ટાઇટન્સ (21 મે)ની સામે રમવી પડશે.

કોલકાતા નાઈટ રાઈડર્સ
રાજસ્થાન રોયલ્સ સામેની હાર બાદ KKR પ્લેઓફમાંથી બહાર થવાની નજીક છે. KKR પાસે 12 મેચમાં 10 પોઈન્ટ છે અને તે વધુમાં વધુ 14 પોઈન્ટ સુધી પહોંચી શકે છે. આવી સ્થિતિમાં સતત બે જીતની સાથે તેણે અનેક સમીકરણો પોતાની તરફેણમાં કરવા પડશે. કોલકાતા નાઈટ રાઈડર્સની બાકીની બે મેચ ચેન્નાઈ સુપર કિંગ્સ (14 મે) અને લખનૌ સુપર જાયન્ટ્સ (20 મે) સામે છે.

Kolkata Knight Riders' star bowler Suyash Suprabh is performing brilliantly in the IPL. He has troubled many batsmen this...

સનરાઈઝર્સ હૈદરાબાદ
લખનઉ સુપર જાયન્ટ્સ સામેની હાર બાદ સનરાઈઝર્સ હૈદરાબાદની હાલત ખરાબ થઈ ગઈ છે, સનરાઈઝર્સ 11 મેચમાંથી 8 પોઈન્ટ ધરાવે છે અને હાલમાં 9માં સ્થાને છે. બાકીની ત્રણ મેચ જીતવાની સાથે તેણે બાકીના પરિણામો પર નિર્ભર રહેવું પડશે. સનરાઇઝર્સ હૈદરાબાદે ગુજરાત ટાઇટન્સ (15 મે), રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (18 મે) અને મુંબઇ ઇન્ડિયન્સ (21 મે) જેવી મજબૂત ટીમોનો સામનો કરવો પડશે

સંકળાયેલા મુદ્દાઓ

Delhi Capitals IPL 2023 Indian Premier League KKR-SRH આઈપીએલ2023 ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ