ન્યૂઝ અપડેટ્સ
VTV / સ્પોર્ટસ / Cricket / ipl 2023 gt vs csk first time in history indian premier league final will play in reserve day chennai super kings vs gujarat titans ahmedabad
ADVERTISEMENT
ADVERTISEMENT
IPL 2023ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગઈકાલે (રવિવારે) અમદાવાદમાં રમાવાની હતી, પરંતુ ભારે વરસાદને કારણે મેચને રદ કરી દેવામાં આવી હતી. જેના કારણે ક્રિકેટ લવર્સમાં ભારે નિરાશા જોવા મળી હતી. જે બાદ આ ફાઈનલ મેચ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાશે. આજે સાંજે 7.30 કલાકે પાંચ વખતની વિજેતા ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગઈવખતની ચેમ્પિયન ગુજરાત ટાઈટન્સની ટક્કર થશે. હવે ફેન્સને એવી આશા રાખશે કે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં યોજાનારી મેચ કોઈપણ અવરોધ વિધ્ન વિના પૂર્ણ થાય.
ADVERTISEMENT
🚨 NEWS 🚨#TATAIPL 2023 Final rescheduled To Monday, May 29th at 7:30PM IST.
— IndianPremierLeague (@IPL) May 28, 2023
Details 🔽 #Final | #CSKvGT https://t.co/yoiO1s94TH pic.twitter.com/L57Zj4rQrF
ADVERTISEMENT
પહેલીવાર IPLની કોઈ ફાઈનલ મેચને કરાઈ કેન્સલ
IPLના 15 વર્ષના ઈતિહાસમાં આવું પ્રથમ વખત બન્યું છે કે જ્યારે કોઈ ફાઈનલ મેચ રિઝર્વ-ડેમાં ગઈ હોય. આઈપીએલની છેલ્લી 15 સિઝનમાં જે ફાઈનલ મેચ રમાઈ હતી, તે નિર્ધારિત દિવસે જ સંપન્ન થઈ હતી અને તમામ મેચોમાં વરસાદ કે અન્ય કારણસર કોઈ અડચણો ઓવી ન હતી. આજે રિઝર્વ-ડેમાં આ ફાઈનલ મેચ ભારતીય સમયાનુસાર સાંજે 7.30 વાગ્યે શરૂ થશે, જ્યારે ટોસનો સમય સાંજે 7 વાગ્યાનો જ રહેશે. જો રિઝર્વ-ડેમાં એક પણ કોઈ વિધ્ન આવશે તો ગુજરાત ટાઇટન્સની ટીમ ચેમ્પિયન બની જશે, કારણ કે તે પોઇન્ટ ટેબલમાં ટોચ પર છે.

ADVERTISEMENT
દરેકની નજર CSK ઉપર
તમને જણાવી દઈએ કે, ગુજરાત ટાઇટન્સે ક્વોલિફાયર-2 મેચમાં મુંબઈ ઈન્ડિયન્સને 62 રને હરાવીને ફાઇનલમાં એન્ટ્રી કરી હતી. તો CSKએ ક્વોલિફાયર-1માં ગુજરાત ટાઇટન્સને 15 રનથી હરાવીને ટાઇટલ મેચમાં પ્રવેશ કર્યો હતો. ફાઈનલ મેચમાં તમામની નજર એમએસ ધોનીની કેપ્ટનશીપવાળી CSK પર રહેશે. થોડા દિવસોમાં 42 વર્ષના થવા જઈ રહેલા ધોની કદાચ છેલ્લી વખત પીળી જર્સીમાં જોવા મળશે. એમએસ ધોનીએ ક્વોલિફાયર-1 પછી કહ્યું હતું કે તેઓ આગામી આઈપીએલ સીઝન વિશે અત્યારે કંઈ કહી શકે નહીં કારણ કે તેના વિશે વિચારવા માટે 8-9 મહિનાનો સમય છે.

ADVERTISEMENT
વર્તમાન સિઝનમાં શુભમન ગિલ ફૂલ ફોર્મમાં
આ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ માટે સૌથી મોટો પડકાર શુભમન ગિલને રોકવાનો હશે. વર્તમાન સિઝનમાં ગિલે 16 મેચમાં 60.78ની એવરેજથી 851 રન બનાવ્યા છે, જેમાં ત્રણ સદી સામેલ છે. ગિલ ઉપરાંત હાર્દિક પંડ્યાએ 325 રન બનાવીને પોતાની ટીમ માટે ઉપયોગી યોગદાન આપ્યું છે. ગુજરાતની બોલિંગની વાત કરીએ તો મોહમ્મદ શમી (28 વિકેટ), રાશિદ ખાન (27 વિકેટ) અને મોહિત શર્મા (24 વિકેટ) એ મળીને 79 વિકેટ ઝડપી છે.

ADVERTISEMENT
ચેન્નાઈની ટીમાં ડેવોન કોનવેએ કર્યું છે સારું પ્રદર્શન
બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સ માટે ડેવોન કોનવે (625 રન), ઋતુરાજ ગાયકવાડ (564 રન) એ લગભગ દરેક મેચમાં શાનદાર પ્રદર્શન કરીને ટીમને સારી શરૂઆત અપાવી છે. આ સાથે અજિંક્ય રહાણેએ 13 મેચમાં 299 રન બનાવ્યા છે, જ્યારે શિવમ દુબેએ 386 રન બનાવ્યા છે. શિવમ દુબેએ IPLની આ સિઝનમાં 33 સિક્સર ફટકારી છે. બોલિંગમાં ધોનીને મતિશા પથિરાના, રવિન્દ્ર જાડેજા, દીપક ચહર અને તુષાર દેશપાંડે પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ