બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / સ્પોર્ટસ / અમદાવાદના સમાચાર / Cricket / ipl 2023 final know about your physical ticket narendra modi stadium ahmedabad csk vs gt

IPL 2023 Final / શું ફાટેલી ટિકિટથી પણ જોઈ શકાશે ચેન્નાઈ અને ગુજરાત વચ્ચેની ફાઈનલ મેચ? દર્શકો માટે આવ્યું મોટું અપડેટ

Published By: Malay

Last Updated: 01:27 PM, 29 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

CSK vs GT Final: IPLએ ટિકિટને લઈને મોટું અપડેટ આપ્યું છે. જે મુજબ દર્શકો જૂની ટિકિટથી પણ મેચ જોઈ શકશે. આ ટિકિટ ફાટેલી હશે તો પણ તેઓને સ્ટેડિયમમાં એન્ટ્રી અપાશે.

 

  • ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ફાઈનલ મેચ 
  • વરસાદના કારણે આ મેચને કરવામાં આવી હતી કેન્સલ 
  • મેચ જોવા માટે દર્શકોએ નવી ટિકિટ ખરીદવી પડશે નહીં

IPL 2023ની ફાઈનલ મેચ ગુજરાત ટાઈટન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે ગઈકાલે રમાવાની હતી. જોકે, વરસાદના કારણે આ મેચને કેન્સલ કરવામાં આવી હતી. જે બાદ હવે આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આઈપીએલની ફાઈનલ મેચ રમાશે. આ પહેલા આઈપીએલના દર્શકો માટે મોટું અપડેટ જાહેર કરવામાં આવ્યું છે. દર્શકો માટે સારા સમાચાર એ છે કે આ મેચ જોવા માટે દર્શકોએ નવી ટિકિટ ખરીદવી પડશે નહીં, તેઓ જૂની ટિકિટથી જ મેચ જોઈ શકશે. પરંતુ તેને લઈને કેટલીક બાબતોનું ખાસ ધ્યાન રાખવું પડશે.   

ટિકિટ ફાટી ગયેલી હશે તો પણ જોઈ શકાશે મેચ 
IPLએ દર્શકો માટે ટિકિટને લઈને અપડેટ શેર કર્યું છે. દર્શકો જૂની ટિકિટથી ફાઈનલ મેચ જોઈ શકશે. પરંતુ આ માટે કેટલીક બાબતોનું ધ્યાન રાખવું પડશે. જો ડિજિટલ ટિકિટ એટલે કે મોબાઈલમાં ટિકિટ હશે તો તમે મેચ જોઈ શકશો નહીં. જો ફિઝિકલ ટિકિટ હશે તો જ તમે મેચ જોઈ શકશો.  આ ટિકિટ ફાટી ગયેલી હશે તો પણ તમે મેચ જોઈ શકશો. ટિકિટ પર નંબર અને બાર કોડનું હોવું જરૂરી છે. જો તેને બે-ત્રણ ભાગમાં ફાડી નાખવામાં આવી હોય અને બંને ટૂકડા તમારી પાસે હોય તો પણ તમે મેચ જોઈ શકશો. 

આજે રમાશે ફાઈનલ મેચ
નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ ધોનીની ચેન્નાઈ સુપર કિંગ્સ અને હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપવાળી ટીમ ગુજરાતની વચ્ચે રમાનારી ફાઈનલ મેચને વરસાદના કારણે રદ કરવામાં આવી હતી. હવે આ સોમવારે સાંજે રમાશે. 

કઈ સ્થિતિમાં તમે જૂની ટિકિટ સાથે મેચ જોઈ શકશો?
જૂની ટિકિટ ફાટી ગઈ છે અને આ ફાટેલી ટિકિટ તમારી પાસે હોય તો તમે મેચ જોઈ શકો છો. ટિકિટના ફાટેલા ભાગ પર તમામ જરૂરી જાણકારી હોવી જરૂરી છે, તો જ તમને આ ટિકિટથી સ્ટેડિયમમાં એન્ટ્રી અપાશે. 

કઈ સ્થિતિમાં મેચ નહીં જોઈ શકો?
જો તમારી પાસે માત્ર ડિજિટલ ટિકિટ છે, તો તમને સ્ટેડિયમમાં એન્ટ્રી અપાશે નહીં. આ ઉપરાંત ફાટેલી ટિકિટનો જરૂરી ભાગ ગાયબ હશે, તો પણ તમને એન્ટ્રી અપાશે નહીં. 

સંકળાયેલા મુદ્દાઓ

IPL 2023 NARENDRA MODI STADIUM ahmedabad physical ticket sk vs gt આઈપીએલ ફાઈનલ મેચ IPL 2023 Final

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ