ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / મુંબઈ / સ્પોર્ટસ / Cricket / IPL 2022 schedule know when and where matches played

IPL 2022 / BCCIએ IPL 2022નું શિડ્યૂલ જાહેર કર્યું, જોઈ લો ક્યાં અને ક્યારે રમાશે મેચ

Published By: Pravin

Last Updated: 05:19 PM, 25 February 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

BCCIએ શુક્રવારે સત્તાવાર રીતે IPLની 15મી સીઝનની તારીખો જાહેર કરી દીધી છે. આ વર્ષે દુનિયાની સૌથી મોટી લીગ આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થશે. તો વળી તેની ફાઈનલ 29 મેના રોજ રમાશે.

ADVERTISEMENT

  • IPLનું શિડ્યૂલ થયું જાહેર
  • મુંબઈના ત્રણ સ્ટેડિયમમાં રમાશે મેચ
  • આ વખતે 10 ટીમોએ લીધો છે ભાગ

 

BCCIએ શુક્રવારે સત્તાવાર રીતે IPLની 15મી સીઝનની તારીખો જાહેર કરી દીધી છે. આ વર્ષે દુનિયાની સૌથી મોટી લીગ આઈપીએલની શરૂઆત 26 માર્ચથી થશે. તો વળી તેની ફાઈનલ 29 મેના રોજ રમાશે. આ વર્ષે આઈપીએલ ખૂબ જ બદલાયેલા અંદાજમાં દેખાશે, કારણ કે, આ વખતે 8 નહીં પણ 10 ટીમો ભાગ લઈ રહી છે. છેલ્લા બે વર્ષથી કોરોનાના કારણે લીગની તમામ મૈચ ભારતમાં નહોતી રમાઈ. જો કે, આ વખતે બીસીસીઆઈએ લીગની ઘર વાપસી માટે સંપૂર્ણ તૈયારી કરી લીધી છે. 

તમામ મેચો મુંબઈ અને પુણેમાં રમાશે

લીગ રાઉંડની તમામ 70 મેચ મુંબઈ અને પુણેના મેદાનમાં રમાશે. મુંબઈના ત્રણ વેન્યૂ વાનખેડે સ્ટેડિયમ, ડીવાઈ પાટિલ અને બ્રેબોર્નમાં કુલ 55 મેચ રમાશે. આ ઉપરાંત પુણેમાં 15 મૈચ હશે. તમામ 10 ટીમો વાનખેડે અને ડીવાઈ પાટિલમાં 4-4 મેચ રમશે. આ ઉપારંત પુણે અને બ્રેબોર્નમાં 3-3 મેચ રમશે.

લીગ મેચ 60 નહીં પણ 74 હશે

તમામ 10 ટીમો 14-14 મેચ રમશે. આ 14 મેચોમાં સાત તે પોતાના ઘરેલૂ મેદાન પર રમાશે, તો વળી સાત બીજા મેદાન પર રમાશે. આવી રીતે આ વખતે લીગ મેચની સંખ્યા 60 થી વધીને 74 હશે. દરેક ટીમ પાંચ ટીમો વિરુદ્ધ બે બે વાર રમશે, તો વળી આ તમામની વચ્ચે થયેલી ચાર ટીમો સાથે ફક્ત એક જ ટક્કર થશે. લીગ રાઉંડ બાદ ચાર પ્લેઓફ ટક્કર રમાશે, જેનું વેન્ય અને તારીખ નક્કી થઈ નથી.

બે ગ્રુપમાં વહેચાઈ ટીમ

વર્ષ 2011ની માફક આ વખતની ટૂર્નામેન્ટ ગ્રુપમાં વહેચીને કરવામાં આવશે. 10 ટીમોને બે ગ્રુપમાં વહેંચવામાં આવશે. બંને ગ્રુપમાં પાંચ પાંચ ટીમો હશે. પોતાના ગ્રુપમાં એક બીજા વિરુદ્ધ બે વાર રમવાનો મોકો મળશે. બીજા ગ્રુપની કોઈ પણ એક ટીમ વિરુદ્ધ બે મેચ રમાશે. ત્યાર બાદ બીજા ગ્રુપની બાકીની વધેલી ચાર ટીંમો વિરુદ્ધ એક એક મેચ રમાશે.

સંકળાયેલા મુદ્દાઓ

BCCI IPL 2022 Mumbai Sports News આઈપીએલ ક્રિકેટ સ્પોર્ટ્સ ન્યૂઝ IPL 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ