બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

logo

રેલવે મુસાફરો માટે સારા સમાચાર! દેશમાં ટૂંક સમયમાં દોડશે વંદે ભારત મેટ્રો

logo

લોકસભા ચૂંટણી 2024: રાહુલ ગાંધીના રાજા-મહારાજાના નિવેદનનથી રાજકારણ ગરમાયું, CR પાટીલના આક્ષેપ પર શક્તિસિંહ ગોહિલનો પલટવાર

VTV / મુંબઈ / Industrialist Ratan Tata was Honored with Udyog Ratna Award 2023 by Maharashtra CM Eknath Shinde

મહારાષ્ટ્ર / 85 વર્ષના રતન ટાટાને ઉદ્યોગ રત્ન પુરસ્કારથી કરાયા સન્માનિત: સરકારના મોટા મંત્રીઓ સાથે પહોંચ્યા CM

Vaidehi

Last Updated: 05:00 PM, 19 August 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Ratan Tata UdyogRatna Award: ઉદ્યોગપતિ રતન ટાટાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપિત થયેલા 'ઉદ્યોગ રત્ન પુરસ્કાર'થી સમ્માનિત કરવામાં આવ્યું.

  • ઉદ્યોગપતિ રતન ટાટાને આપવામાં આવ્યું પુરસ્કાર
  • મહારાષ્ટ્ર સરકાર દ્વારા 'ઉદ્યોગ રત્ન પુરસ્કાર'થી સમ્માનિત કરાયું
  • CM એકનાથ શિંદે સહિત દેવેંન્દ્ર ફડણવીસ પણ રહ્યાં હાજર

દિગ્ગજ ઉદ્યોગપતિ રતન ટાટાને મહારાષ્ટ્ર સરકાર દ્વારા સ્થાપિત થયેલા 'ઉદ્યોગ રત્ન પુરસ્કાર'થી સમ્માનિત કરવામાં આવ્યું. મુખ્યમંત્રી એકનાથ શિંદે, ઉપમુખ્યમંત્રી દેવેંન્દ્ર ફડણવીસ અને અજિત પવારે ટાટા સન્સનાં 85 વર્ષીય ચેરમેન રતન ટાટાને દક્ષિણ મુંબઈનાં કોલાબા સ્થિત તેમના ઘરે જઈને આ પુરસ્કાર પ્રદાન કર્યું. તેમના સમ્માનમાં મહારાષ્ટ્ર ઔદ્યોગિક વિકાસ નિગમ MIDCની તરફથી એક શૉલ, એક પત્ર અને એક સ્મૃતિ ચિહ્ન ભેટ કરવામાં આવ્યું.

રાજ્ય સરકારે પહેલીવખત આ પુરસ્કાર આપ્યું
મહારાષ્ટ્ર સરકારે આ વર્ષે પહેલીવખત આ પુરસ્કાર આપ્યું છે. તેના માટેનો ઓફિશિયલ સમારોહ રવિવારનાં રોજ બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સમાં આયોજિત કરવામાં આવશે પરંતુ રતન ટાટાને આજે એટલે કે શનિવારે તેમના નિવાસસ્થાન પર જ આ પુરસ્કારથી સમ્માનિત કરવામાં આવ્યું.

CM એકનાથ શિંદેએ આપ્યું નિવેદન
રતન ટાટાને સમ્માનિત કર્યા બાદ CM એકનાથ શિંદેએ પત્રકારો સાથે વાતચીત દરમિયાન કહ્યું કે," તમામ ક્ષેત્રોમાં ટાટા સમૂહનું યોગદાન અતુલ્ય છે. રતન ટાટાને ઉદ્યોગ રત્નનાં રૂપમાં સમ્માનિત કરવાથી આ પુરસ્કારની પ્રતિષ્ઠામાં વધારો થયો છે. હું મહારાષ્ટ્ર સરકાર દ્વારા આપવામાં આવેલા આ સમ્માનને સ્વીકાર કરવા બદલ તેમનો આભાર માનું છું." આ સાથે જ તેમણે કહ્યું કે," ટાટાનો અર્થ વિશ્વાસ છે. સ્ટીલ ટૂ લોસ્ટ સમૂહ, 6 મહાદ્વીપોનાં 100થી વધારે દેશોમાં કામ કરે છે. 2021-22માં ટાટા કંપનીઓની સામૂહિક આવક 128 અરબ ડોલર રહી છે."

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ