ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / Cricket / indian squad announced for icc odi world cup 2023 team india rohit sharma virat kohli hardik pandya

BIG BREAKING / વર્લ્ડ કપ માટે ટીમ ઇન્ડિયાનું એલાન: રોહિત શર્માને કેપ્ટનશિપ તો સંજૂ, ચહલ અને તિલક વર્મા ટીમમાંથી OUT

Published By: Malay

Last Updated: 02:04 PM, 5 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Team India Squad for World Cup 2023: BCCIએ વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમની કરી જાહેરાત, કેએલ રાહુલ અને કુલદીપને મળી તક

ADVERTISEMENT

  • વર્લ્ડ કપ 2023 માટે ભારતીય ટીમ જાહેર 
  • 5 ઓક્ટોબરથી શરૂ થશે ICC ODI વર્લ્ડ કપ 2023 
  • 19 નવેમ્બરે રમાશે વર્લ્ડ કપની 2023ની ફાઇનલ મેચ 

Team India Squad for World Cup 2023: ભારતીય ક્રિકેટ ટીમ હાલમાં એશિયા કપ 2023 રમી રહી છે. પરંતુ આ પછી ટીમે ODI વર્લ્ડ કપ 2023 રમવાનો છે. આ માટે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ ટીમની જાહેરાત કરી દીધી છે. ભારતીય ટીમ રોહિત શર્માની કેપ્ટન્સીમાં વર્લ્ડ કપ રમશે.  આ ટીમમાં યુઝવેન્દ્ર ચહલને તક મળી નથી, જ્યારે એશિયા કપમાં ટ્રાવેલ રિઝર્વ તરીકે સામેલ સંજુ સેમસન પણ આ લિસ્ટમાંથી બહાર છે. તિલક વર્માને પણ તક મળી નથી. 

ટાઈટલ મેચ અમદાવાદમાં રમાશે
5 ઓક્ટોબરથી વનડે વર્લ્ડ કપ 2023 શરૂ થશે. ઓપનિંગ મેચ ડિફેન્ડિંગ ચેમ્પિયન ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડની વચ્ચે રમાશે. ગત વર્લ્ડ કપની ફાઇનલમાં ન્યૂઝીલેન્ડનો ઇંગ્લેન્ડ સામે પરાજય થયો હતો. આ વખતે વર્લ્ડ કપની ટાઈટલ મેચ 19 નવેમ્બરે અમદાવાદમાં રમાશે.

વર્લ્ડ કપ 2023 માટે ભારતની ટીમ
રોહિત શર્મા (કેપ્ટન), વિરાટ કોહલી, જસપ્રિત બુમરાહ, શુભમન ગિલ, કેએલ રાહુલ, હાર્દિક પંડ્યા, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, ઈશાન કિશન, સૂર્યકુમાર યાદવ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, મોહમ્મદ શમી, અક્ષર પટેલ અને શાર્દુલ ઠાકુર.

ભારત-પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે મેચ રમાશે
આવું પહેલીવાર થવા જઈ રહ્યું છે કે ભારત એકલા જ વનડે વર્લ્ડ કપની મેજબાની કરશે. આ પહેલા તેણે 1987, 1996 અને 2011 વર્લ્ડ કપની સંયુક્ત રીતે આયોજન કર્યું હતું. ભારતીય ટીમ વર્લ્ડ કપ 2023 સીઝનમાં તેની પ્રથમ મેચ 8 ઓક્ટોબરે રમશે. આ મેચ ઓસ્ટ્રેલિયા સામે ચેન્નાઈમાં રમાશે. જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે 14 ઓક્ટોબરે શાનદાર મેચ રમાશે. આ મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે. 

10 સ્થળો, 48 મેચ, 45 દિવસ 
આ વખતે વર્લ્ડ કપ 2023 માટે 45 દિવસમાં 48 મેચો રમાશે. આ માટે 10 સ્થળો નક્કી કરવામાં આવી છે. ભારતીય ટીમ તેની પ્રથમ મેચ ઓસ્ટ્રેલિયા સામે 8 ઓક્ટોબરે ચેન્નાઈમાં રમશે. પહેલી સેમીફાઈનલ 15 નવેમ્બરે મુંબઈમાં અને બીજી મેચ બીજા દિવસે કોલકાતામાં રમાશે. બંને સેમિફાઇનલમાં એક રિઝર્વ ડે રહેશે. ફાઇનલ મેચ અમદાવાદમાં 19મી નવેમ્બરે યોજાશે, જ્યારે 20મી નવેમ્બર રિઝર્વ ડે હશે. ત્રણેય નોકઆઉટ મેચો ડે-નાઈટ મેચ હશે.

ભારતીય ટીમનું શેડ્યૂલ
-  8 ઑક્ટોબરે ઑસ્ટ્રેલિયા સામે રમાશે મેચ,  ચેન્નાઈ
- 11 ઑક્ટોબરે અફઘાનિસ્તાન સામે રમાશે મેચ, દિલ્હી
- 14 ઑક્ટોબરે પાકિસ્તાન સામે રમાશે મેચ, અમદાવાદ
- 19 ઑક્ટોબરે બાંગ્લાદેશ સામે રમાશે મેચ,  પુણે
- 22 ઑક્ટોબરે  ન્યૂઝીલેન્ડ સામે રમાશે મેચ, ધર્મશાલા
- 29 ઑક્ટોબરે ઈંગ્લેન્ડ સામે રમાશે મેચ, લખનઉ
- 2 નવેમ્બરે શ્રીલંકા સામે રમાશે મેચ, મુંબઈ
- 5 નવેમ્બરે દક્ષિણ આફ્રિકા સામે રમાશે મેચ, કોલકાતા
- 12 નવેમ્બરે  નેધરલેન્ડ સામે રમાશે મેચ,  બેંગલુરુ
 

સંકળાયેલા મુદ્દાઓ

Hardik pandya ICC ODI World Cup 2023 Rohit Sharma Team India Virat Kohli World Cup 2023 indian squad announced વર્લ્ડ કપ 2023 Indian Squad for World Cup 2023

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ