બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / Indian cars fail in crash test Wagon R Hyundai Santro Datsun redi GO disappointed Maruti Ertiga gets 3 stars
NCAPએ લગભગ ચાર કાર્સ પર ક્રેશ ટેસ્ટ કર્યા હતા. જેમાં એક એમવી અને બાકીની 3 હેચબેક કાર્સ હતી. આ કાર્સમાં મારુતિ સુઝુકી અર્ટિગા, મારુતિ સુઝુકી વેગન આર, હ્યુંડાઈ સેન્ટ્રો અને ડેટસન રેડીયો શામેલ હતી. NCAP મુજબ તેમણે દરેક મોડલનું એન્ટ્રી લેવલ વર્ઝન ટેસ્ટ કર્યું. જેમાં અર્ટિંગા એકમાત્ર કાર હતી, જેમાં 2 સ્ટાન્ડર્ડ એરબેગ્સ હતી, જ્યારે બાકીની કાર્સમાં એક જ એરબેગ હતી.
ADVERTISEMENT
કંપનીના પરિણામોથી ખુલાસો થયો છે કે બધી કાર્સમાં સ્ટાન્ડર્ડ સેફ્ટી ફિચર્સ લાગુ કર્યા પછી પણ કોઇ દુર્ઘટના સ્થિતિમાં તે અનસેફ છે. ગ્લોબલ NCAP ના અધ્યક્ષનું કહેવુ છે કે, હાલના પરિણામો નિરાશા થઇ છે. આ કાર્સમાં એક પણ એવી કાર નથી જેને 5 રેટિંગ સ્ટાર મળ્યા હોય.માત્ર મારુતિ સુઝુકી એર્ટિગા જ એવી કાર હતી જેને 3 સ્ટાર રેટિંગ મળ્યા અને તે બાળકો સાથે મોટા લોકો માટે પણ સેફ હતી. જ્યારે ભારતમાં વેચાતી અન્ય કાર્સની સેફ્ટી સ્તર સુધારવાની જરૂર છે.
આ ક્રેશ ટેસ્ટમાં અર્ટિગાને 3 સ્ટાર રેટિંગ મળ્યા. અર્ટિગામાં ફ્રન્ટમાં 2 એરબેગ્સનું સ્ટાન્ડર્ડ ફિચર મળે છે. ટેસ્ટ દરમિયાન તેના સ્ટ્રક્ચરમાં ખામીઓ મળી આવી, જેમાં સુધારો કરવાની જરૂર છે.
ADVERTISEMENT
આ સાથે જ ક્રેશ ટેસ્ટમાં વેગનઆરને 2 સ્ટાર રેટિંગ્સ મળ્યા છે. આ કારના ટેસ્ટ વરઅઝનમાં 1 એરબેગ હતી, આ સિવાય સેન્ટ્રોને પણ 2 સ્ટાર રેટિંગ્સ મળ્યા છે આ કારનું સ્ટ્રક્ચર અનસ્ટેબલ હોવાનું કહેવાયુ છે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.