ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / સ્પોર્ટસ / india won first hockey 5 asia cup by defeating pakistan in shootout

Hockey Asia Cup / ક્રિકેટમાં ભલે વરસાદ આવ્યો પણ હોકીમાં ભારતે પાકિસ્તાનને ચટાડી ધૂળ, જીત્યો એશિયા કપ

Published By: Malay

Last Updated: 08:53 AM, 3 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hockey Asia Cup: હોકી એશિયા કપ 2023ની ફાઈનલ મેચમાં ભારતે પાકિસ્તાનને પેનલ્ટી શૂટ આઉટમાં 2-0થી હરાવ્યું.

ADVERTISEMENT

  • હોકીમાં ભારતે પાકિસ્તાનને બરાબરનું પછાડ્યું
  • ફાઈનલ મેચમાં બરાબરની ટક્કર આપી
  • ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને જીત મેળવી

India vs Pakistan Men’s Hockey 5s Asia Cup 2023 Final: હોકી એશિયા કપની ફાઈનલ મેચ ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ. બંને ટીમોએ નિર્ધારિત સમય સુધી એકબીજાને બરાબરની ટક્કર આપી. આવી સ્થિતિમાં જ્યારે પેનલ્ટી શૂટઆઉટમાં આવ્યું ત્યારે ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને 2-0થી જીત મેળવી ખિતાબ પોતાના નામે કર્યો. જોકે, ક્રિકેટ એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે બ્લોકબસ્ટર મેચ હતી, પરંતુ વરસાદના કારણે મેચને રદ્દ કરી દેવામાં આવી હતી, પરંતુ હોકીમાં ભારતે પાકિસ્તાનને સારી રીતે હરાવ્યું હતું.

નિર્ધારિત સમય સુધી સ્કોર હતો 4-4
ભારતે પાકિસ્તાનને રોમાંચક શૂટઆઉટમાં 2-0થી હરાવીને પ્રથમ મેન્સ હોકી 5 એશિયા કપ (Men’s Hockey 5s Asia Cup) જીત્યો છે. નિર્ધારિત સમય સુધી સ્કોર 4-4થી બરાબર હતો. આ જીતની સાથે ભારતે FIH મેન્સ હોકી 5 વર્લ્ડ કપ 2024માં પણ પ્રવેશ મેળવ્યો છે. 

No description available.

ગુરજોતસિંહે કર્યા શૂટ આઉટ ગોલ
ભારત માટે મોહમ્મદ રાહીલ (19મી અને 26મી), જુગરાજ સિંહ (7મી) અને મનિન્દર સિંહ (10મી મિનિટ)એ નિર્ધારિત સમયમાં ગોલ કર્યા હતા. જ્યારે ગુરજોત સિંહ અને મનિન્દર સિંહે શૂટઆઉટમાં ગોલ કર્યા. પાકિસ્તાન તરફથી નિર્ધારિત સમયમાં અબ્દુલ રહેમાન (5મી), કેપ્ટન અબ્દુલ રાણા (13મી), ઝિકારિયા હયાત (14મી) અને અરશદ લિયાકત (19મી મિનિટ)એ ગોલ કર્યા.

ભારતે સેમિફાઇનલમાં મલેશિયાને હરાવ્યું
આ પહેલા શનિવારે જ ભારતે સેમિફાઇનલમાં મલેશિયાને 10-4થી હરાવીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. પાકિસ્તાને પ્રથમ સેમિફાઇનલમાં ઓમાનને 7-3થી હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી હતી.
 

સંકળાયેલા મુદ્દાઓ

Hockey Asia Cup India vs Pakistan Men’s Hockey 5s Asia Cup india HOCKY TEAM india won પાકિસ્તાનની હાર ભારતીય હોકી ટીમ સ્પોર્ટ્સ ન્યૂઝ Hockey Asia Cup

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ