બ્રેકિંગ ન્યુઝ

logo
logo

ચાર ધામ યાત્રાને લઇ સરકારે કરી ગાઇડલાઇન જાહેર

logo

આણંદના બોરસદના બોચાસણમાં ટ્રાન્સફોર્મરમાં બ્લાસ્ટ થતા ડીપીમાં લાગી ભયંકર આગ, છવાયો અંધારપટ

logo

ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપ પ્રદેશ પ્રમુખની બેઠક, ગાંધીનગરમાં ભાજપ કાર્યાલય ખાતે બેઠક, સી.આર.પાટીલ અને ક્ષત્રિય આગેવાનો સાથે બેઠક

logo

રાજનાથ સિંહ ગુજરાતની મુલાકાતે, રાહુલ ગાંધીની વિવાદીત ટીપ્પણીથી લઈને ક્ષત્રિય સમાજના વિરોધ મામલે કરી વાત

logo

લોકસભા ચૂંટણી 2024: 'પ્રિયંકાબેન ભૂલી ગયા કે મોદી સરકારે દેશના પ્રથમ આદિવાસી મહિલાને રાષ્ટ્રપતિ બનાવ્યા' હર્ષ સંઘવીના રાહુલ-પ્રિયંકા પર પ્રહાર

logo

લોકસભા ચૂંટણી 2024: 'કોંગ્રેસના શહેઝાદામાં નવાબો વિરુદ્ધ બોલવાની તાકાત નથી', PM મોદીનો રાહુલ ગાંધીના નિવેદન પર પલટવાર

VTV / સ્પોર્ટસ / Cricket / india vs new zealand match playing 11 in world cup 2023 hardik pandya suryakumar yadav

World Cup 2023 / વર્લ્ડકપની અત્યાર સુધીની સૌથી સફળ ટીમો વચ્ચે ટક્કર: ન્યૂઝીલેન્ડનો વિજયરથ રોકશે ભારત? પંડ્યા અને સૂર્યા ઘાયલ, કોને મળશે ટીમમાં સ્થાન?

Malay

Last Updated: 08:47 AM, 22 October 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

India vs New Zealand: આજે ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં રમાશે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ, ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્માની વધી મુશ્કેલીઓ

  • આજે ભારત-ન્યૂઝીલેન્ડ વચ્ચે મેચ 
  • ધર્મશાલામાં બપોરે 2 વાગ્યે બંને ટીમ ટકરાશે
  • ભારત અને ન્યૂઝીલેન્ડ પ્રથમ 4-4 મેચ જીત્યુ છે 

India vs New Zealand: ભારતીય ટીમ આજે (22 ઓક્ટોબર) ODI વર્લ્ડ કપ 2023માં તેની પાંચમી મેચ રમવા માટે મેદાનમાં ઉતરશે. આ મેચ ધર્મશાલાના હિમાચલ પ્રદેશ ક્રિકેટ એસોસિએશન સ્ટેડિયમમાં ન્યૂઝીલેન્ડ સામે રમાશે. ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચેની મેચ બપોરે 2 વાગ્યે શરૂ થશે. અત્યાર સુધીમાં ભારત અને ન્યૂઝીલેન્ડ બંને ટીમ આ વર્લ્ડ કપમાં એકપણ મેચ હારી નથી. બંને વિજય રથ પર સવાર છે. આવી સ્થિતિમાં આજે કોનો વિજય રથ અટકે છે તે જોવાનું રહેશે. જે પણ ટીમ આ મેચ જીતશે તે 10 પોઈન્ટની સાથે ટેબલમાં ટોચ પર પહોંચશે અને સેમીફાઈનલની ઘણી નજીક પહોંચી જશે.

હાર્દિક પંડ્યા નહીં રમે
ન્યૂઝીલેન્ડ સામેની મેચ પહેલા ભારતીય ટીમના કેપ્ટન રોહિત શર્મા માટે ઘણી મુશ્કેલીઓ ઉભી થઈ છે. બાંગ્લાદેશ સામે રમાયેલી મેચમાં સ્ટાર ઓલરાઉન્ડર હાર્દિક પંડ્યા ઈજાગ્રસ્ત થયા હતા, જેઓ આ મેચ નહીં રમે. હાર્દિક પંડ્યાની જગ્યાએ સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ અથવા ઈશાન કિશનને પ્લેઈંગ-11માં તક મળી શકે છે.

સૂર્યકુમાર અને ઈશાને વધારી મુશ્કેલી
આ દરમિયાન એવા સમાચાર આવ્યા છે કે સ્ટાર બેટ્સમેન સૂર્યકુમાર યાદવ પણ પ્રેક્ટિસ દરમિયાન ઈજાગ્રસ્ત થયા છે. જ્યારે ઈશાન કિશનને મધમાખીએ ડંખ માર્યો છે. આ બંને સમાચારોએ ભારતીય ટીમને બેવડો ઝટકો આપ્યો છે. જો સૂર્ય કુમાર અને ઈશાન કિશન પણ આજની મેચ માટે ફિટ નહીં હોય તો રોહિત શર્માનો માથાનો દુખાવો વધી જશે, કારણ કે 15 સભ્યોની ટીમમાં કોઈ બેટ્સમેન જ નહીં બચે, જે પંડ્યાની જગ્યાએ ટીમમાં સામેલ થઈ શકે. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે સૂર્યકુમાર અથવા ઈશાન કિશનમાંથી જે વધુ ફીટ હશે, તેને આ મેચમાં સ્થાન મળી શકે છે. જો બંને રમી શકશે નહીં તો સ્પિન ઓલરાઉન્ડર રવિચંદ્રન અશ્વિનનો સમાવેશ કરવામાં આવશે. 

ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે ODIમાં હેડ-ટુ-હેડ 
કુલ ODI મેચઃ 116
ભારત જીત્યું: 58
ન્યૂઝીલેન્ડ જીત્યું: 50
અનિર્ણિત: 7
ટાઇ: 1

વર્લ્ડ કપમાં ભારત અને ન્યૂઝીલેન્ડ વચ્ચે હેડ-ટુ-હેડ
કુલ ODI મેચ: 8
ભારત જીત્યું: 3
ન્યૂઝીલેન્ડ જીત્યું: 5


વર્લ્ડ કપ માટે ભારત અને ન્યૂઝીલેન્ડની સંભવિત પ્લેઈંગ-11
ભારતની પ્લેઈંગ-11

રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, કેએલ રાહુલ, ઈશાન કિશન/સૂર્યકુમાર યાદવ/આર અશ્વિન, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, જસપ્રિત બુમરાહ, મોહમ્મદ સિરાજ અને કુલદીપ યાદવ.

ન્યૂઝીલેન્ડની પ્લેઈંગ-11:
ડેવોન કોનવે, વિલ યંગ, રચિન રવિન્દ્ર, ટોમ લાથમ (કેપ્ટન, વિકેટકીપર), ડેરેલ મિશેલ, ગ્લેન ફિલિપ્સ, માર્ક ચેપમેન, મિશેલ સેન્ટનર, મેટ હેનરી, લોકી ફર્ગ્યુસન અને ટ્રેન્ટ બોલ્ટ.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ