બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / income tax return guidelines 2023 everything you need to know

તમારા કામનું / વેરિફાઇથી લઇને આ 8 બાબતો.... IT રિટર્ન ભરતી વેળાએ ખાસ ધ્યાનમાં રાખજો, નહીં તો મુકાશો મુશ્કેલીમાં

Bijal Vyas

Last Updated: 11:58 PM, 4 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

નાણાકીય વર્ષ 2022-2023 માટે આવકવેરા રિટર્ન (ITR) 31 જુલાઈ સુધીમાં ભરવાનું છે. તેવામાં જો તમે અત્યાર સુધી ITR ફાઈલ નથી કર્યું, તો જલ્દીથી જલ્દી કરો.

  • ITR ભરતી વખતે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જોઈએ
  • આવકવેરા કાયદાની કલમ 139(5) હેઠળ સુધારેલું રિટર્ન ફાઇલ કરવાનું કહેવામાં આવશે
  • જૂની અને નવી ટેક્સ અવસ્થામાંથી પોતાના માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો

Income tax return guidelines 2023: નાણાકીય વર્ષ 2022-2023 માટે આવકવેરા રિટર્ન (ITR) 31 જુલાઈ સુધીમાં ભરવાનું છે. તેવામાં જો તમે અત્યાર સુધી ITR ફાઈલ નથી કર્યું, તો જલ્દીથી જલ્દી કરો. નિષ્ણાતોના મતે, તમારે ITR ભરતી વખતે કેટલીક જરૂરી સાવચેતી રાખવી જોઈએ. કારણ કે જો તમે ભૂલ કરશો તો તમારે મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. તો આવો એવી 8 બાબતો વિશે જણીએ, જેનું તમારે ધ્યાન રાખવું જોઈએ.

1. યોગ્ય ITR ફોર્મ પસંદ કરો
આવકવેરા વિભાગે ઘણા ITR ફોર્મ્સ નિર્ધારિત કર્યા છે. તમારે તમારી આવકના સ્ત્રોતના આધારે તમારું ITR ફોર્મ પસંદ કરવાનું રહેશે. આમ કરવામાં નિષ્ફળતાના પરિણામે આવકવેરા વિભાગ તેને નકારશે અને તમને આવકવેરા કાયદાની કલમ 139(5) હેઠળ સુધારેલું રિટર્ન ફાઇલ કરવાનું કહેવામાં આવશે.

2. આવકની યોગ્ય જાણકારી આપો
તમારી આવક વિશે હંમેશા સાચી માહિતી આપો. જો તમે તમારી આવકના તમામ સ્ત્રોતો જાણીજોઈને અથવા ભૂલથી પણ જાહેર ન કરો તો તમને આવકવેરા વિભાગ તરફથી નોટિસ મળી શકે છે. બચત ખાતાના વ્યાજ અને મકાન ભાડાની આવક જેવી માહિતી પણ આપવી પડશે. કારણ કે આ આવક પણ ટેક્સના દાયરામાં આવે છે.

Topic | VTV Gujarati

3. જૂની અને નવી ટેક્સ અવસ્થામાંથી પોતાના માટે યોગ્ય ઓપ્શન પસંદ કરો
કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરવા માટે બે વિકલ્પો મળે છે. નવો સ્લેબ વિકલ્પ 1 એપ્રિલ, 2023 થી આપવામાં આવ્યો હતો. નવા ટેક્સ સ્લેબમાં રૂ. 5 લાખથી વધુની આવક પર ટેક્સના દર ઓછા રાખવામાં આવ્યા હતા, પરંતુ કપાત દૂર કરવામાં આવી હતી. બીજી બાજુ, જો તમે જૂના ટેક્સ સ્લેબને પસંદ કરો છો, તો તમે ઘણા પ્રકારની ટેક્સ ડિડક્શનનો લાભ લઈ શકો છો.

4.બેંક ખાતાની ડિટેલ ના ભરો
ઘણા લોકો તેમના તમામ બેંક ખાતાની વિગતો આપતા નથી કે જેમાંથી તેઓએ તે નાણાકીય વર્ષમાં ટ્રાન્ઝેક્શન કર્યું છે. આવું કરવું ખોટું છે, કારણ કે આવકવેરા વિભાગે તેના અધિનિયમમાં સ્પષ્ટપણે કહ્યું છે કે, કરદાતાઓએ તેમના નામે નોંધાયેલા તમામ બેંક ખાતાઓની માહિતી આપવી જરૂરી છે.

5. ટેક્સ રિર્ટનને વેરિફાય કરો
ઘણા લોકો વિચારે છે કે, ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી તેમનું કામ પૂરું થઈ ગયું છે, પરંતુ ટેક્સ રિટર્ન ફાઈલ કર્યા પછી તમારે તેનું વેરિફિકેશન પણ કરવું પડશે. તમે તમારા આવકવેરા ઈ-ફાઈલિંગ પોર્ટલ દ્વારા તમારું ટેક્સ રિટર્ન ઈ-વેરીફાઈ કરી શકો છો અથવા તમે તેને CPC-બેંગલુરુ પર મોકલીને પણ વેરિફાઈ કરાવી શકો છો.

6. તહેવાર કે અન્ય કોઇ પ્રસંગ પર મળેલા ગિફ્ટ કરો જાણકારી
આવકવેરાના નિયમો હેઠળ, જો તમને એક વર્ષમાં 50,000 રૂપિયાથી વધુની ગિફ્ટ મળી છે, તો તમારે તેના પર ટેક્સ ચૂકવવો પડશે. આવી સ્થિતિમાં, તમારે આવકવેરા રિટર્ન ફાઇલ કરતી વખતે આ ધ્યાન રાખો.

Topic | VTV Gujarati

7.વિદેશમાં બેંક એકાઉન્ટ, તો તેની જાણકારી આપવી જરુરી
જો તમારું કોઈ અન્ય દેશમાં બેંક ખાતું છે, તો તમારે ઇનકમ ટેક્સ રિટર્ન ફાઇલ કરતી વખતે પણ આ માહિતી આપવી પડશે.આવકવેરાના નિયમો મુજબ, ભારતમાં તમામ કરદાતાઓએ બેંક ખાતા સહિત તમામ વિદેશી સંપત્તિઓ જાહેર કરવી પડશે. જો તમે વિદેશમાં શેર અથવા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરો છો, તો વિગતો ભરતી વખતે સાવધાન રહો.

8. ફોર્મ 26AS ડાઉનલોડ કરો અને પોતાની આવકને મેળવો
ફોર્મ 26AS અથવા ટેક્સ ક્રેડિટ સ્ટેટમેન્ટ તમારી આવક પર કાપવામાં આવેલા TDSની ચુકવણીની તમામ વિગતો આપે છે. તમારા ટેક્સ રિફંડનો ક્લેમ કરતા પહેલા તેને તપાસ કરો. કરદાતાઓને આવકવેરા રિટર્ન ફાઇલ કરતા પહેલા ફોર્મ 26AS અને ફોર્મ 16/16Aમાંથી આવકનું સમાધાન કરવા કહેવામાં આવે છે. આ તમને ટેક્સની ગણતરીમાં કોઈપણ પ્રકારની ભૂલથી બચાવશે જેથી તમે યોગ્ય ટેક્સ રિટર્ન ફાઇલ કરી શકશો.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ