ન્યૂઝ અપડેટ્સ

logo

VTV / Tech & Auto / Incognito Mode in Google maps Learn its benefits

પ્રાઇવસી / ગુગલ મેપમાં આખરે આવ્યો ઇન્કોગ્નિટો મોડ: જાણો તેના ફાયદા

Published By: Hiren

Last Updated: 11:18 PM, 4 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ગુગલ મેપના યુઝર્સને લાંબી રાહ જોવડાવ્યા પછી આખરે ગૂગલે તેની મેપ એપ માટે ઇન્કોગ્નિટો મોડ લોન્ચ કર્યું છે. ગૂગલે અગાઉ યુટ્યુબ અને વોઇસ આસીસ્ટન્ટ માટે પણ ઇન્કોગ્નિટો મોડ રજૂ કર્યો છે. જેના કારણે યુઝર્સને પહેલા કરતા વધારે પ્રાઇવસી મળશે.

ADVERTISEMENT

  • શું સર્ચ કર્યું તેનો કોઇ રેકોર્ડ રહેશે નહીં
  • ગૂગલે વિડિઓ સ્ટ્રીમિંગ એપ્લિકેશન યુટ્યુબ પર ઓટો ડિલીટ વિકલ્પ પણ ઉમેર્યો
  • ઇન્કોગ્નિટો મોડ તમને એડથી બચાવશે

જ્યારે પણ તમે ઇન્કોગ્નિટો મોડમાં એપ્લિકેશનનો ઉપયોગ કરો છો, ત્યારે તેની સર્ચ હિસ્ટ્રી સેવ થતી નથી. તેનો ફાયદો એ છે કે તમને કોઇ આસાનીથી ટ્રેક કરી શકતું નથી. તમે જે પણ સર્ચ કરો છો, તેનો ડેટા કોઇ વેચી શકતું નથી. ઇન્કોગ્નિટો મોડ સિવાય ગૂગલે વિડિઓ સ્ટ્રીમિંગ એપ્લિકેશન યુટ્યુબ પર ઓટો ડિલીટ વિકલ્પ પણ ઉમેર્યો છે. આ ફિચરની મદદથી યુઝર્સ ડેટા ડિલીટ કરવાની ટાઇમ લિમિટ સેટ કરી શકશે.

તે મુજબ. ડેટા આપમેળે ડિલિટ થઇ જશે.તેથી યુટ્યુબ પર તમે શું જોયું અને શું સર્ચ કર્યું તેનો કોઇ રેકોર્ડ રહેશે નહીં. ગૂગલ ટૂંક સમયમાં વોઇસ આસીસ્ટન્ટમાં પણ ઓટો ડિલિટનું ફિચર લાવી રહ્યું છે. તે પછી તમે ઓકે ગૂગલ, ટિલિટ ધી લાસ્ટ થીંગ આઇ સેડ યુ બોલીને ડેટા ડિલીટ કરી શકશો.

અત્રે ઉલ્લ્ખનીય છે કે ગુગલના ક્રોમ સહિતના લગભગ તમામ બ્રાઉઝરમાં ઇન્કોગ્નિટો અથવા પ્રાઇવેટ મોડનો ઓપ્શન હોય છે.જયારે તમે ઇચ્છતા હોવ કે તમે વેબ બ્રાઉઝર પર શું સર્ચ કર્યું તે ખાનગી રહે તો તમારે તે મોડ એકટિવેટ કરીને સર્ચ કરવું જોઇએ. જેથી તમારા સર્ચ આધારિત એડનો મારો ચાલું ન થઇ જાય.

નોર્મલ મોડ પર તમે કંઇ પણ સર્ચ કરો,દાખલા તરીક તમે શુઝ અંગે સર્ચ કરો કે તરત જ તમે કોઇપણ વેબસાઇટ ખોલો ત્યારે અનેક કંપનીઓ અને ઇ-કોમર્સ વેબસાઇટમાં વેચાતા શુઝની એડ આવવાની શરુ થઇ જાય છે. આ લગભગ તમામનો અનુભવ છે. ઇન્કોગ્નિટો મોડ તમને આમાંથી બચાવે છે.

સંકળાયેલા મુદ્દાઓ

Benefits Google maps Incognito Mode ઇન્કોગ્નિટો ગૂગલ મેપ Privacy

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

ફોલો કરો:

follow-on-tele follow-on-fb follow-on-twitter follow-on-youtube follow-on-insta follow-on-tele

સબસ્ક્રાઇબ કરો

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

ADVERTISEMENT

log

હોમ પેજ

log

સમાચાર શોર્ટસ

લાઈવ ટીવી

log

શોર્ટસ વિડિઓ

log

મેનુ