બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Politics / In the matter of seizure of drugs in Gujarat, Rahul Gandhi tweeted and attacked the central government

ચાબખાં / ગુજરાતમાં ડ્રગ-દારૂ માફિયાઓને કોઈનો ડર નથી? મુંદ્રા પોર્ટ પરથી જ કેમ ઝડપાય છે? રાહુલ ગાંધીનાં સરકારને તીખા સવાલ

ParthB

Last Updated: 01:32 PM, 1 August 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ પૂછ્યું કે, 'એક જ પોર્ટ પર 3 વખત ડ્રગ્સ ઝડપાયું હોવા છતાં ફરીથી  એજ બંદર પર ડ્રગ્સ સતત કેવી રીતે ઉતરી રહ્યું છે?'

  • ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવવાનો મામલો
  • રાહુલ ગાંધીને કર્યું ડ્રગ્સ મુદ્દે ટ્વીટ
  • રાહુલ ગાંધીએ પૂછ્યા સવાલો

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ સવાલ કર્યા કે, એક જ પોર્ટ પર 3 વખત ડ્રગ્સ 

કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ ગુજરાતમાં સતત ડ્રગ્સ જપ્ત કરવાને લઈને કેન્દ્રની મોદી સરકાર પર ફરી એકવાર નિશાન સાધ્યું છે. તેમણે આરોપ લગાવ્યો કે ડ્રગ્સ અને લિકર માફિયાઓને રક્ષણ આપનારા લોકો કોણ છે. હકીકતમાં, છેલ્લા કેટલાક મહિનામાં ગુજરાતમાં ડ્રગ્સ જપ્ત કરવાના કેસમાં ઝડપથી વધારો થયો છે.જેના કારણે ભાજપની આગેવાની હેઠળની ગુજરાત સરકાર વિપક્ષના આકરા પ્રહારોમાં આવી છે. રાહુલે એવો પણ સવાલ કર્યો હતો કે કચ્છ જિલ્લાની નજીક આવેલા મુન્દ્રા બંદરેથી ત્રણ વખત ડ્રગ્સ ઝડપાયું હતું. પરંતુ તેમ છતાં આ જ બંદર પર કેમ ડ્રગ્સ ઉતારવામાં આવે છે?

રાહુલે ટ્વિટ કરીને કેન્દ્ર સરકાર પર આકરાં પ્રહાર કર્યા 

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષે ટ્વીટ કર્યું કે, 21 સપ્ટેમ્બરે 3000 કિલો (રૂ. 21000 કરોડની કિંમતનું) ડ્રગ્સ ઝડપાયું હતું. જ્યારે 22 મેના રોજ 56 કિલો ડ્રગ્સ (રૂ. 500 કરોડની કિંમતનું) ઝડપાયું હતું.બીજી બાજુ, 22 જુલાઈના રોજ, 75 કિલો માદક દ્રવ્ય (રૂ. 375 કરોડ) જપ્ત કરવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી ટ્વિટમાં પૂછ્યું હતું કે, 'શું ગુજરાતમાં કાયદો અને વ્યવસ્થા છે? માફિયાઓને કાયદાનો ડર નથી? કે પછી આ માફિયા સરકાર છે?

ગુજરાતમાં ડ્રગ્સ ઝડપાવા મુદ્દે રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને 6 પ્રશ્નો પુછ્યા

01. ગુજરાતના મુંદ્રા પોર્ટથી 3 વાર ડ્રગ્સ ઝડપાયુ ?
02. આ જ પોર્ટ પર કેમ ડ્રગ્સ ઝડપાઈ રહ્યુ છે ?
03. શુ ગુજરાતમાં કાયદો-વ્યવસ્થા નથી ?
04. માફિયાઓને કાયદાનો કોઈ ડર નથી ?
05. ડ્રગ્સ-દારૂ માફિયાઓને કોણ સંરક્ષણ આપે છે ?
06. ગુજરાતના યુવાઓને શા માટે નશામાં ધકેલાઈ રહ્યા છે ?

સંકળાયેલા મુદ્દાઓ

Central Government Drugs gujarat rahul gandhi કેન્દ્ર સરકાર ગુજરાત રાહુલગાંધી Rahul Gandhi
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ