બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / Assembly election 2023 / ગુજરાત / Politics / અન્ય જિલ્લા / In Chotila-Limbdi, the brother-sister pair again in the field,Congress has masterstroke to kill two birds with one stone

મોટો દાવ / ચોટીલા-લીંબડીમાં ફરી ભાઈ-બહેનની જોડી જ મેદાનમાં, કોંગ્રેસે એક કાંકરે બે પક્ષી મારવા કર્યો માસ્ટરસ્ટ્રોક

Priyakant

Last Updated: 01:27 PM, 12 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વિધાનસભાની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસે સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડીને રિપીટ કર્યા, એક કાંકરે બે પક્ષી મારવા કર્યો માસ્ટરસ્ટ્રોક

  • કોંગ્રેસે ફરી ભાઈ બહેનને આપી ટિકિટ
  • લીંબડી-સાયલાના ઉમેદવાર તરીકે કલ્પના મકવાણા
  • ચોટીલાના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વીક મકવાણા
  • કોંગ્રેસના પીઢ નેતા કરમશીભાઈ મકવાણાના છે બંને સંતાનો

સુરેન્દ્રનગર પંથકમાં ફરી એક વાર કોંગ્રેસે મોટો દાવ રમ્યો છે. વાત જાણે એમ છે કે, વિધાનસભાની ચૂંટણીને લઈ હવે કોંગ્રેસે યાદી જાહેર કરી છે. જેમાં સુરેન્દ્રનગરમાં ભાઈ-બહેનની જોડીને રિપીટ કર્યા છે. વિગતો મુજબ કોંગ્રેસે લીંબડી-સાયલા બેઠક ઉપર કલ્પના મકવાણા અને ચોટીલા બેઠક પર ઋત્વિક મકવાણાને ટિકિટ આપી છે. આ બંને ભાઈ બહેન કોંગ્રેસના પીઢ નેતા કરમશીભાઈ મકવાણાના સંતાનો છે. 

ભાઇ બહેનની જોડી ફરી મેદાનમાં

લીમડી ચોટીલા બેઠક પર કોળી સમાજ પ્રભૂત્વ રહ્યું છે. પંથકમાં કદાવર કોળી નેતા અને ગાંધી વાદી છાપ ધરાવતા કરમશીભાઇ મકવાણા પરિવારે શિક્ષણ ક્ષેત્રે ખૂબ કામ કર્યું અનેક શાળાઓ ચલાવીને સેવાની સુવાસ ફેલાવી છે. જેને લઈ કોંગ્રેસે આ મુદ્દાને ધ્યાને લઇને પરિવારના ભાઈ-બહેનને ફરી મેદાને ઉતારીને ભાજપ કિરીટ સિંહ રાણાને જોરદાર ટક્કર આપી છે.

કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી લીંબડી બેઠક ઉપર પીઢ કૉંગ્રેસી અને કોળી આગેવાનની પુત્રીને ટિકિટ આપીને કૉંગ્રેસે જ્ઞાતિનું સમીકરણ સાચવવા સાથે મહિલા મતદારોને આકર્ષવાનો એક કાંકરે બે પક્ષી મારવાનો ખેલ કર્યો છે. બીજી બાજુ કૉંગ્રેસનું મોવડી મંડળ ધ્રાંગધ્રામાં કોને ટિકિટ આપવી તેની ગડમથલમાં છે. હાલમાં જાહેર થયેલા ત્રણેય ઉમેદવારે પોતપોતાના સમર્થકો અને ટેકેદારો સાથે પોતપોતાના ઈષ્ટદેવનાં આશીર્વાદ લઈને પ્રચારકાર્ય આરંભી દીધું છે.

ભાજપમાં ચૂંટણી હારેલાં કલ્પનાબેનને કૉંગ્રેસે આપી તક 

ચોટીલા-સાયલા વિસ્તારમાં કૉંગ્રેસમાં પ્રભુત્વ ધરાવતા સ્વ. કરમશીભાઈ મકવાણાનાં સંતાનો ચૂંટણી લડી રહ્યાં છે. 2007માં ચોટીલા-વઢવાણમાં મહિલાને ટિકિટ આપીને ભાજપે રાજકીય સમીકરણો બદલ્યાં હતાં. પરંતુ કરમશીભાઈનાં દીકરી કલ્પનાબેન 26604 મતથી હારતાં ભાજપે બેઠક ગુમાવી હતી પરંતુ પેટાચૂંટણીમાં કલ્પનાબેનના ભાઈ મહેશભાઈને લડાવીને સીટ હાથવેંત કરી હતી.

મહત્વનું છે કે, કલ્પનાબેન ભાજપમાં રહીને 2010માં જિલ્લા પંચાયતની ડોળિયા બેઠક જીતીને ઉપપ્રમુખ બન્યાં હતાં. ત્યાર પછી ભાજપ સાથે છેડો ફાડીને કૉંગ્રેસમાં જોડાયાં અને 2015માં જિલ્લા પંચાયતના પ્રમુખ અને 2020માં વિરોધ પક્ષના નેતા બન્યાં હતાં.સાયલાના તળપદા મતદારો પરની પકડને કારણે કૉંગ્રેસે તેમને ટિકિટ આપીને ભાજપના કિરીટસિંહ રાણાને કાંટાની ટક્કર આપી છે.

પસંદગીનું કારણ શું ? 

લીંબડી વિધાનસભા મતવિસ્તારમાં લીંબડીની સાથે સાયલા તાલુકાનાં ગામોનો સમાવેશ કરવામાં આવે છે. આ વિધાનસભા વિસ્તારમાં સૌથી વધુ કોળી મતદારો છે. કોળી જ્ઞાતિનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કૉંગ્રેસે પીઢ કૉંગ્રેસી આગેવાન કરમશીભાઈ મકવાણાનાં દીકરી અને ચોટીલાના વર્તમાન ધારાસભ્ય ઋત્વિક મકવાણાનાં બહેન કલ્પનાબહેન મકવાણાને મેદાનમાં ઉતાર્યાં છે. કૉંગ્રેસ આ બેઠક ઉપર કોળી જ્ઞાતિના ઉમેદવારને જ ટિકિટ આપતી આવી છે ત્યારે આ વખતે મહિલા ઉમેદવારનો પણ ફાયદો લેવા કલ્પનાબેનને ટિકિટ આપી છે. તેઓ જિલ્લા પંચાયતમાંથી ચૂંટાયેલા છે અને અગાઉ પ્રમુખ પણ રહી ચૂક્યાં છે. કોળી અને મહિલા મતદારોને આકર્ષવાનો પ્રયાસ છે.

2017નું શું હતું પરિણામ ?
 
કૉંગ્રેસના સોમાભાઈ પટેલ અને ભાજપના કિરીટસિંહ રાણા વચ્ચે ટક્કર જામી હતી. જેમાં 14651 મતે સોમાભાઈ જીત્યા હતા. જોકે પછી તેમણે રાજીનામું આપી દેતાં પેટાચૂંટણી યોજાઈ હતી અને તેમાં કિરીટસિંહ રાણા જીત્યા હતા.

ચોટીલામાં કોળી જ્ઞાતિ અને લોકપ્રતિનિધિત્વને કારણે રીપીટ કર્યા 

પસંદગીનું કારણ શું ? 

આ વિધાનસભા વિસ્તારમાં ચોટીલા ઉપરાંત થાન અને મૂળી તાલુકાનાં ગામડાંનો સમાવેશ થાય છે. આ 3 તાલુકાનાં ગામડાંમાં કોળી જ્ઞાતિનું સૌથી વધુ પ્રભુત્વ છે. ઉપરાંત ચોટીલામાં મકવાણા પરિવારનું દાયકાઓ જૂનું રાજકારણ છે. ઋત્વિક મકવાણા મતવિસ્તારમાં ખૂબ સક્રિય રહ્યા હતા. લોકો સાથે સીધો સંપર્ક ધરાવે છે. પોતાના મતવિસ્તારની સમસ્યાઓના સમાધાન માટે સતત રજૂઆતો કરીને દોડતા રહ્યા છે. આથી કૉંગ્રેસે તેમને રીપીટ કર્યા છે.

2017નું શું હતું પરિણામ ? 

ભાજપના જીણાભાઈ ડેરવાડિયા અને કૉંગ્રેસના ઋત્વિક મકવાણા વચ્ચે સીધો જ જંગ હતો, જેમાં જીણાભાઈને આકરી હાર આપીને ઋત્વિકભાઈ 23887 જંગી મતની લીડથી જીત્યા હતા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ