બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / સ્પોર્ટસ / Cricket / ICC Rankings Yashaswi Jaiswal makes huge gains with two consecutive double centuries

સ્પોર્ટ્સ / ICC રેન્કિંગમાં ભારત જ ભારત..ટેસ્ટમાં યશસ્વાલને ડબલ સેન્ચ્યુરી ફળી, વન ડેમાં ટોપ 5ની લિસ્ટમાં 3 ધુરંધરો

Pravin Joshi

Last Updated: 09:22 PM, 21 February 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ રેન્કિંગમાં મોટી છલાંગ લગાવી છે. ઇંગ્લેન્ડ સામે સતત બે બેવડી સદી ફટકારનાર જયસ્વાલ રેન્કિંગમાં 14 સ્થાન ઉપર પહોંચી ગયો છે.

યશસ્વી જયસ્વાલે ટેસ્ટ રેન્કિંગમાં જોરદાર છલાંગ લગાવી છે. ઇંગ્લેન્ડ સામે સતત બે બેવડી સદી ફટકારનાર જયસ્વાલ રેન્કિંગમાં 14 સ્થાન ઉપર પહોંચી ગયો છે, જેની સાથે તે 15મો નંબરનો ટેસ્ટ બેટ્સમેન બની ગયો છે. આ સાથે ત્રણ ભારતીય ખેલાડીઓએ વનડે રેન્કિંગમાં ટોપ-5માં પ્રવેશ કર્યો છે. જેમાં શુભમન ગિલ, વિરાટ કોહલી અને રોહિત શર્માનો સમાવેશ થાય છે.

ટેસ્ટ અને વનડે બંને રેન્કિંગમાં ફાયદો 

ભારતીય બેટ્સમેનોને ટેસ્ટ અને વનડે બંને રેન્કિંગમાં ફાયદો થયો છે. જયસ્વાલે ઈંગ્લેન્ડ સામે રમાઈ રહેલી પાંચ મેચની ટેસ્ટ શ્રેણીની બીજી અને ત્રીજી મેચમાં બેવડી સદી ફટકારી હતી. વિશાખાપટ્ટનમમાં રમાયેલી બીજી મેચમાં જયસ્વાલે ભારતની પ્રથમ ઇનિંગમાં બેટિંગ કરતા 209 રન બનાવ્યા હતા. આ પછી, રાજકોટમાં રમાયેલી ત્રીજી ટેસ્ટમાં, તેણે બીજી ઇનિંગમાં બેટિંગ કરતાં 214* રન બનાવ્યા. આ સિવાય જયસ્વાલે હૈદરાબાદમાં રમાયેલી પ્રથમ ટેસ્ટમાં પણ 80 રનની ઇનિંગ રમી હતી.

કેન વિલિયમ્સન 893 રેટિંગ સાથે ટોચના સ્થાને 

ટેસ્ટ રેન્કિંગમાં ટોપ-5ની વાત કરીએ તો ન્યૂઝીલેન્ડનો કેન વિલિયમ્સન 893 રેટિંગ સાથે ટોચના સ્થાને છે. આ સિવાય સ્ટીવ સ્મિથ 818 રેટિંગ સાથે બીજા, ડેરિલ મિશેલ 780 રેટિંગ સાથે ત્રીજા, બાબર આઝમ 768 રેટિંગ સાથે ચોથા અને ઈંગ્લેન્ડનો જો રૂટ 766 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે.

વધુ વાંચો : 6,6,6,6,6,6.. ભારતીય ક્રિકેટરનું મેદાનમાં તોફાન, એક ઓવરમાં જડ્યા છ છગ્ગા, જુઓ વાયરલ VIDEO

ODI રેન્કિંગમાં ભારતીય બેટ્સમેનોનું વર્ચસ્વ 

ODI રેન્કિંગમાં ભારતીય ઓપનર શુભમન ગિલ 801 રેટિંગ સાથે બીજા સ્થાને, વિરાટ કોહલી 768 રેટિંગ સાથે ત્રીજા સ્થાને અને રોહિત શર્મા 746 રેટિંગ સાથે ચોથા સ્થાને છે. આ યાદીમાં આગળ વધીને ન્યુઝીલેન્ડની ડેરીલ મિશેલ 728 રેટિંગ સાથે પાંચમા સ્થાને છે. જ્યારે ODI રેન્કિંગમાં પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમ નંબર વન પર છે. બાબર 824 રેટિંગ સાથે ODIમાં નંબર વન બેટ્સમેન છે.

VTV Gujarati Newsની તમામ અપડેટ સૌથી પહેલા મેળવવા માટે અમારી WhatsApp ચેનલ ફોલો કરો

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ