બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Hyundai May Discontinue Grand I10 Diesel Model

ઑટો / Hyundai બંધ કરી શકે છે લોકપ્રિય કાર Grand i10નું આ વેરિયન્ટ, જાણો કારણ

Juhi

Last Updated: 06:21 PM, 16 August 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Hyundaiએ ભારતીય બજારમાં 20 ઓગસ્ટના પોતાની નવી કાર Grand i10 Nios ને લોન્ચ કરશે.

નવી કાર આવ્યા પછી Hyundai પોતાની Grand i10ના હાલના મોડલને બંધ નહી કરે, પરંતુ તેના માટે વિકલ્પ ઓછા કરી દેશે. રિપોર્ટ્સ અનુસાર, Grand i10ના હાલના મૉડલના માત્ર પેટ્રોલ એન્જિન વર્ઝન જ વેચવામાં આવશે અને હવે માત્ર 3 વેરિયન્ટ્સમાં ઉપલબ્ધ થશે. 

Hyundai Grand i10 નું હાલનો મોડલ કંપનીની લાઇનઅપમાં સેન્ટ્રો અને ગ્રાન્ડ i10 Nios વચ્ચે રહેશે. તે હવે 3 વેરિયન્ટ્સ, Magna, Sportz અને Sportz ડ્યૂઅલ ટોનમાં જ ઉપલબ્ધ રહેશે. સાથે જ Hyundai Grand i10 ડિઝન એન્જિન બંધ કરી દેવામાં આવશે અને હવે આ કાર માત્ર 83hp પાવરવાળા 1.2 લીટર પેટ્રોલ એન્જિનમાં જ મળશે. 

જુઓ કેવી છે Hyundai i10 Nios: 

Hyundai Grand i10 ના મોડલની સરખામણીએ Grand i10 Niosનો લૂક ઘણો અલગ છે.નવી કાર સ્પોર્ટી દેખાય છે. તેમાં કેસ્કેડિંગ ગ્રિલ આપવામાં આવી છે, જેનાથી તેનો ફ્રંટ લુક પાવરફૂલ દેખાઇ રહ્યો છે. કારની પાછળની બાજુ પહોળું બંપર આપવામાં આવ્યું છે, જે વર્તમાન મોડલની સરખામણીએ થોડું નીચુ છે.

ઇન્ટિરિયરની વાત કરવામાં આવે તો Grand i10 Niosમાં નવુ ડેશબોર્ડ અને 8 ઈંચની ટચસ્ક્રીન ઈન્ફોટેનમેન્ટ સિસ્ટમ નાખી છે. ડેશબોર્ડ અને ડોરપેડ્સ પર ડિમ્પલ્ડ ટેક્સચર્ડ ફિનિશ આપવામાં આવ્યું છે. કંપનીએ આ મોડલમાં આવનારાં ફિચર્સ વિશે કોઈ સત્તાવાર જાહેરાત કરી છે. જો કે, તેમાં ઓટોમેટિક AC, સનરૂફ, એન્ડ્રોઇડ ઓટો, એપલ કાર પ્લે અને Hyundai બ્લુ લિંક કનેક્ટિવિટી સિસ્ટમ જેવાં ફિચર્સ મળી શકે છે.

Hyundai i10 Niosના એન્જિનની કોઇ જાણકારી નથી. માનવામાં આવી રહ્યુ છે કે, નવી કારમાં વર્તમાન મોડલમાં આપવામાં આવેલાં 1.2-લિટર પેટ્રોલ અને 1.2 લિટર ડીઝલ એન્જિન મળશે. બંને એન્જિન BS6 ઉત્સર્જનના ધોરણોને અનુરૂપ રહેશે. એવી અપેક્ષા છે કે, નવી કારમાં આ એન્જિનનું પાવર આઉટપુટ ગ્રાન્ડ i10 કરતાં થોડું વધારે હશે.

નવી કારની કિંમત વિશે હજી કોઇ સ્પષ્ટ જાણકારી મળી નથી. જો કે, એટલું સ્પષ્ટ છે કે તેની કિંમત વર્તમાન મોડેલ કરતાં થોડી વધારે હશે. Grand i10 ની કિંમત 4.98 લાખ રૂપિયાથી 7.63 લાખ રૂપિયાની વચ્ચે છે. Hyundaiએ આ કારનું પ્રિ-બુકિંગ પણ શરૂ કરી દીધું છે. 11000 રૂપિયા આપીને કંપનીની ડીલરશિપ પર Grand i10 Niosનું બુકિંગ કરી શકાય છે.
 

સંકળાયેલા મુદ્દાઓ

Auto Hyundai Hyundai Grand i10 ડિઝલ વેરિયન્ટ Auto
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ