બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Tech & Auto / Hyundai India has silently rejigged the variant line up of the Grand i10

Hyundai / Hyundai Grand i10નું ડીઝલ વેરિયન્ટ થયું ડિસ્કન્ટિન્યૂ, આ રહી ડિટેલ્સ

Noor

Last Updated: 05:30 PM, 15 November 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

હ્યુન્ડાઇ મોટર ઈન્ડિયા લિમિટેડ(Hyundai Motor India Limited)એ ચુપચાપ પોતાની Grand i10 લાઈન-અપને રિસ્ટ્રક્ચર કરી છે. કંપનીએ Grand i10ના બધાં જ ડીઝલ અને ઓટોમેટિક વેરિયન્ટ્સ હટાવી દીધા છે. સાથે જ, પેટ્રોલ લાઈન-અપને પણ ઘટાડી માત્ર 2 જ વેરિયન્ટ્સ (Sportz અને Magna) કન્ટિન્યૂ રાખ્યા છે. Grand i10 હવે એક એન્જિન અને ટ્રાન્સમિશન ઓપ્શનમાં ઉપલબ્ધ છે. આ 1.2 લિટર પેટ્રોલ મોટર હવે 5 સ્પીડ મેન્યુઅલ ગિયરબોક્સ સાથે આવી રહી છે.

  • Grand i10 Sportzમાં ઉપલબ્ધ હશે સીએનજી ઓપ્શન
  • હવે Grand i10માં કેટલીક સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં
  • કલર ઓપ્શન્સ પણ 4 જ ઉપલબ્ધ રહેશે

ગ્રાહકો પાસે હજી પણ સ્ટાન્ડર્ડ એન્જિન અથવા બાય-ફ્યુઅલ વેરિયન્ટ (સીએનજી/પેટ્રોલ)માંથી પસંદગીનો વિકલ્પ રહેશે. સ્ટાન્ડર્ડ પેટ્રોલ કન્ફિગરેશનમાં એન્જિન 83hp પાવરનું અને 114 એનએમ પીક ટોર્ક જનરેટ કરે છે. જ્યારે બાય-ફ્યુઅલ વેરિયન્ટમાં પેટ્રોલ અને સીએનજી ફ્યુઅલ અનુક્રમે 81.6 એચપી પાવર/110 એનએમ ટોર્ક અને 66.3hp પાવર/98 એનએમ ટોર્ક જનરેટ કરે છે. સીએનજી એન્જિન વિકલ્પ ફક્ત સ્પોર્ટઝ ટ્રીમમાં જ ઉપલબ્ધ થશે. જોકે, તે હજુ સ્પષ્ટ નથી થયું કે એન્જિન BS6 એમિશન નોર્મ્સની જરૂરિયાતો અનુસાર એન્જિન અપડેટ થયું છે કે નહી.

હવે Grand i10માં આ સુવિધાઓ ઉપલબ્ધ રહેશે નહીં

Grand i10ની લાઇન-અપનું રિસ્ટ્રક્ચર થયા પછી, હવે હ્યુન્ડાઈના શોરૂમમાં Era અને Asta ટ્રિમ્સઉપલબ્ધ રહેશે નહીં. Grand i10 પ્રાઈસ સેન્ટ્રોથી વધુ રહેશે. ટોપ એન્ડ Asta વેરિયન્ટ ડિસ્કન્ટિન્યૂ થયા બાદ Grand i10માં પુશ બટન સ્ટાર્ટ/સ્ટોપ, ફુલી ઓટોમેટિક ક્લાઈમેટ કંટ્રોલ, હાઈટ એડજસ્ટેબલ ડ્રાઈવર સીટ, રિયર વૉશ વાઈપર અને એલોય વ્હીલ્સ જેવી સુવિધાઓ મળશે નહીં. 

જો કે, ગ્રાહકો હજી પણ પાવર-ફોલ્ડિંગ ORVMs, રીઅર પાર્કિંગ કેમેરા, એપલ કારપ્લે અને એન્ડ્રોઇડ 
ઑટો સપોર્ટની સાથે 7 ઇંચની ટચસ્ક્રીન ઇન્ફોટેનમેન્ટ સિસ્ટમ મળશે. આ સિવાય કલર ઓપ્શન્સ પણ 4 જ રાખ્યા છે. જેમાં (ટાઇટન ગ્રે, ફિયરી રેડ, ટાઇફૂન સિલ્વર અને પોલર વ્હાઇટ) કરી દેવામાં આવ્યા છે.

સંકળાયેલા મુદ્દાઓ

Auto DieselVariant Discontinued HyundaiGrandi10 ડિસ્કન્ટિન્યૂ ડીઝલ વેરિયન્ટ હ્યુન્ડાઇ Hyundai
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ