બ્રેકિંગ ન્યુઝ
VTV / Tech & Auto / How you can share whatsapp status directly to facebook stories
ADVERTISEMENT
આ વર્ષની શરૂઆતમાં ફેસબુકે તેના બ્રાંન્ડિંગ હેઠળ ત્રણ એપ્લિકેશન - ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને વોટ્સએપને એક કરવા માટે એક લક્ષ્ય નક્કી કર્યુ હતું અને હવે તેની શરૂઆત પણ થઈ ચૂકી છે. વોટ્સએપ (Whatsapp) એન્ડ્રોઇડ યુઝર્સ હવે સીધા જ તેમનાં પોતાનાં સ્ટેટસ અપડેટ્સને ફેસબુક સ્ટોરીઝમાં શેર કરી શકે છે.
ADVERTISEMENT
ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝને ફેસબુક (Facebook) સ્ટોરીઝમાં શેર કરવાનો વિકલ્પ પહેલેથી જ ઉપલબ્ધ છે અને વોટ્સએપનું નામ પણ આ યાદીમાં શામેલ કરવામાં આવ્યું છે. આ વર્ષે જૂનમાં વોટ્સએપ એન્ડ્રોઇડ બીટા પ્રોગ્રામ અંતર્ગત, પસંદગીનાં વપરાશકર્તાઓને આ સુવિધાનો એક્સેસ આપવામાં આવ્યો હતો અને હવે આ સુવિધા આખરે WhatsAppનાં અદ્યતન સ્ટેબેલ વર્ઝનમાં ઉપલબ્ધ કરવામાં આવી છે.
ADVERTISEMENT
Whatsapp સ્ટેટસને ફેસબુક સ્ટોરીઝમાં આ રીતે કરો શેર
ADVERTISEMENT
એક વાર વોટ્સએપ સ્ટેટસ (whatsapp status) ને ફેસબુક સ્ટોરી તરીકે પોસ્ટ કર્યા પછી તે 24 કલાક સુધી રહેશે. ફેસબુક વાર્તા તરીકે વોટ્સએપ સ્ટેટસ ઘણી વખત શેર કરી શકાય છે. સારી વાત એ છે કે અસલ વોટ્સએપ સ્ટેટસ ડિલીટ કર્યા પછી પણ ફેસબુક સ્ટેટસ હાજર રહેશે.
સંકળાયેલા મુદ્દાઓ
વધુ વાંચો
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.