બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / How to prepare for which party? All parties are busy strategizing to win the battle of Gujarat

એડીચોટી / કયા પક્ષની કેવી તૈયારી? ગુજરાતનો જંગ જીતવા તમામ પક્ષો વ્યૂહરચના ઘડવામાં વ્યસ્ત, મોકો,ભરોસો અને કામ બોલે મુખ્ય સૂત્ર

Published By: Mahadev Dave

Last Updated: 11:56 PM, 3 November 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચુંટણીને પગલે ભાજપે પ્રભારીઓની 3 દિવસ સુધી ચાલનારી મહત્વની બેઠક પણ શરૂ કરી દીધી છે. તો બીજી તરફ કોંગ્રેસે પણ પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે. જે મુજબ સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં ધામા નાખશે.

  • ચૂંટણીને લઇને ક્યાંક નામ પર મંથન,તો ક્યાંક જીતનો આશાવાદ
  • કેન્દ્રીય નેતા રાજ્યમાં નાખશે ધામા
  • સ્ટાર પ્રચારકો સંભાળશે પ્રચાર કમાન

ચૂંટણીની તારીખોની જાહેરાત સાથે જ ભાજપે સક્રિયતા વધારી દીધી છે. ભાજપની બેઠકમાં 33 જિલ્લા દીઠ ભાજપના ઉમેદવાર અંગે ચર્ચા કરવાનો તેમજ જિલ્લા અને શહેરી વિસ્તારના ઉમેદવારોના નામ માટે મંથન કરવામાં આવશે. હવે ચૂંટણી આડે ગણતરીના જ દિવસો બાકી રહ્યા છે ત્યારે ભાજપ આ બધું યુદ્ધના ધોરણે આટોપવા તૈયાર થઈ ગયો છે.આ બેઠક બાદ સંગઠનના હોદ્દેદારો સાથે પણ પ્રભારીઓ બેઠક કરીને આગળની રણનીતિ ઘડશે. જો કે આ બધા વચ્ચે ગુજરાત ભાજપ નેતાઓ પોતાની જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે. 


નેતાઑ ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અડિંગો જમાવશે 
આ ઉપરાંત ભાજપે બીજી વધુ કવાયત હાથ ધરતાં,  રાજ્યના 20 જિલ્લામાં રાષ્ટ્રીય નેતાઓને પણ જવાબદારી સોંપી છે.ભાજપના રાષ્ટ્રીય હોદ્દેદારો, સાંસદો અને અન્ય રાજ્યના મંત્રીઓને પણ વિવિધ મતવિસ્તારની  જવાબદારી સોંપાઈ છે. આથી હવે મધ્યપ્રદેશના ગૃહમંત્રી નરોત્તમ મિશ્રા બનાસકાંઠામાં તો વિનોદ તાવડે વડોદરામાં, અરવિંદ ભદોરિયા ભરૂચમાં અને નીતિન નવીન સુરત જિલ્લામાં ચૂંટણી પૂરી થાય ત્યાં સુધી અડિંગો જમાવી રાખશે. 

કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં ધામા નાખશે
તો આ તરફ ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇ કોંગ્રેસે પણ પ્રચારની રણનીતિ ઘડી કાઢી છે. જે મુજબ સમગ્ર દેશના કોંગ્રેસના નેતાઓ આગામી દિવસોમાં ગુજરાતમાં ધામા નાખશે. ગુજરાત ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસનું કેન્દ્રીય મોવડી મંડળ પણ જોડાશે. ગુજરાત કોંગ્રેસ નેતા લલિત કગથરાનું કહેવું છે કે કોંગ્રેસ ફૂલ તૈયારીમાં છે. કોંગ્રેસના સ્ટાર પ્રચારકો આગામી દિવસોમાં ગુજરાતમાં પ્રચાર કરતા જોવા મળશે. સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અને ડૉ.મનમોહન સિંહ, અશોક ગેહલોત, ભૂપેશ બધેલ જેવા વરિષ્ઠ નેતાઓ પણ ગુજરાત કોંગ્રસની પ્રચાર કમાન સંભાળશે.ત્યારે ગુજરાત વિધાનસભા ચૂંટણીને લઇને પ્રભારી રઘુ શર્માએ આ વખતે ગુજરાતમાં કોંગ્રેસની જીતનો આશાવાદ વ્યક્ત કર્યો છે. આમ, તમામ પક્ષો ચૂંટણી લડવા માટે સજ્જ થઈ ગયા છે. તમામ પક્ષો પોતાની મહેનત અને આ વખતે ઊભા થયેલા સંજોગોમાં પોતાની જીતનો આશાવાદ સેવી રહ્યા છે ત્યારે જોવાનું એ રહેશે કે, જનતા કોની પડખે ઊભી રહે છે.

સંકળાયેલા મુદ્દાઓ

gujarat election 2022 ' ગુજરાત ચુંટણી નેતાઑના ગુજરાતમાં ધામાં પ્રચારની રણનીતિ ભાજપ પ્રભારી Gujarat Elections 2022

Published by

Mahadev Dave

Mahadev Dave is a journalist with VTV Gujarati

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ