બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / મુંબઈ / heavy rain in mumbai meteorological department alert for next 24 hours

વરસાદ / મુંબઇમાં મેઘરાજાનું તાંડવ, સડકો પર પાણી ઊભરાયા, હવામાન વીભાગની ચેતવણી

Published By: Kiran

Last Updated: 12:14 PM, 16 July 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મુંબઈ અને આસપાસના વિસ્તારોના ભારે વરસાદના કારણે હવામાન વિભાગે અલર્ટ જાહેર કરી દીધું છે.

  • ગુરુવારથી પડી રહ્યો છે વરસાદ 
  • આગામી 24 કલાકમાં માધ્યમથી અતિભારે વરસાદની આગાહી 
  • રસ્તાઓ પાણીથી ઊભરાયા 

મુંબઈમાં ગુરુવારે રાત્રે શરૂ થયેલ વરસાદ અટકવાનું નામ નથી લેતો. શહેરના અમુક વિસ્તારોમાં સડકો પાણીથી ઉભરાઇ ગઈ છે તો વળી હવામાન વિભાગે આગામી 24 કલાકમાં હજુ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરી છે. 

કયા વિસ્તારો જળબંબાકાર?
મુંબઈ,થાણે,નવી મુંબઈ,પાલઘર અને આસપાસના વિસ્તારોમાં છેલ્લા ત્રણથી ચાર કલાકથી ભારે વરસાદ પડી રહ્યો છે. આ વિસ્તારોમાં સડકો પર પાણી ભરાઈ ગયા છે. અમુક વિસ્તારોમાં બસોના રુટ પણ બદલવાની જરૂર પડી છે. લોકલ ટ્રેન નિયત સમયથી મોડી ચાલી રહી છે. 

ટ્રાફિકજામના કારણે હાલાકી 
અગાઉ ઈસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર અને હવે વેસ્ટર્ન એક્સપ્રેસ હાઇવે પર પણ ટ્રાફિકજામ થઈ જવા પામ્યો હતો. ભારે વરસાદના કારણે દહીસર ચેક નાકા પર લાંબો જ્યાં દેખાઈ રહ્યો છે આધુરામાં પૂરું આજે હવામાન વિભાગની આગાહીના કારણે હવે મુશ્કેલીમાં વધારો થવાની સંભાવના છે. 

હવામાન વિભાગનું રેડ અલર્ટ 
આ અગાઉ હવામાન વિભાગ દ્વારા ઓરેન્જ અલર્ટ જાહેર કરવામાં આવ્યું હતું જે હવ એ બદલીને રેડ અલર્ટ કરી દેવામાં આવ્યું છે. હવામાન વિજ્ઞાની આર. કે.જેનમાનીએ કહ્યું હતું કે મુંબઈમાં જે રીતે વરસાદ પડી રહ્યો છે તે જોતાં રેડ અલર્ટ યોગ્ય રીતે જ જાહેર કરવામાં આવ્યું છે. મંગળવારે મુંબઈમાં થોડા થોડા સમયે ભારે વરસાદ પડવાના કારણે ઘણા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા. 

કયા વિસ્તારમાં કેટલો વરસાદ?
ભારતના હવામાન વિભાગના વરિષ્ટ અધિકારી કે.એસ.હોસલીકરના જણાવ્યા અનુસાર, મીરા રોડ વિસ્તારમાં 73 મીમી, જુહુમાં 136 મીમી, મહાલક્ષ્મીમાં 56.5 મીમી, સાંતાક્રૂઝમાં 25.1 મીમી, બંદર વિસ્તારમાં 141 મીમી તથા દહીસરમાં 76.5 મીમી જેટલો વરસાદ પડ્યો હતો. મુંબઈમાં જૂન મહિનાથી હજુ સુધી 1291.8 મીમી વરસાદ પડી ચૂક્યો છે જે સામાન્યથી 48% જેટલો વધારે છે. છેલ્લા સપ્તાહમાં મુંબઈમાં 302 મીમી જેટલો વરસાદ પડ્યો હતો જે સામાન્યથી 77% જેટલો વધારે છે. 

ટ્રેનો પડી રહી છે મોડી 
મધ્ય રેલવેના સીપીઆરઑ દ્વારા જાણવા મળ્યું હતું ક એ વરસાદ અને પાણીના ભરાવાના કારણે ટ્રેન્ 20 થી 25 મિનિટ મોડી ચાલી રહી છે. સ્લો લાઇન ટ્રાફિકને ફાસ્ટ લાઇન ટ્રાફિકમાં ડાયવર્ટ કરવામાં આવ્યો છે. હાર્બર લાઇન પણ મોડી ચાલી રહી છે. ટ્રાન્સ હાર્બર લાઇન જો કે વ્યવસ્થિત રીતે ચાલી રહી હોવાની માહિતી મળી હતી. 

આગામી દિવસોમાં અલર્ટના પગલે હજુ વધારે વરસાદ ખબકે તેવી સંભાવના છે.
    
 

સંકળાયેલા મુદ્દાઓ

Mumbai Rain mumbai rain મુંબઈ વરસાદ Mumbai Rain

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ