બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Heavy rain forecast across Gujarat today: It will rain in districts including Junagadh, Ahmedabad, Banaskantha

મચાવશે મેઘ તાંડવ / આજે સમગ્ર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી: જૂનાગઢ, અમદાવાદ, બનાસકાંઠા સહિતના જિલ્લાઓને ધમરોળશે

Malay

Last Updated: 08:07 AM, 20 September 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Rain forecast: રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે આજે પણ સમગ્ર ગુજરાતમાં વરસાદની આગાહી છે. આજે ઉત્તર ગુજરાતથી લઈને સૌરાષ્ટ્ર સુધી છે વરસાદની આગાહી.

  • સમગ્ર રાજ્યમાં રહેશે વરસાદી માહોલ 
  • સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના 
  • મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં પણ વરસાદની શક્યતા 
  • ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ પડી શકે વરસાદ  

Gujarat Rain forecast: ગુજરાતમાં છેલ્લા ત્રણ-ચાર દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. રાજ્યમાં હાલ મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. ગુજરાતમાં સિઝનનો 100% વરસાદ નોંધાયો છે. એવામાં આજે પણ રાજ્યમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે સમગ્ર રાજ્યમાં વરસાદની આગાહી છે. આજે સૌરાષ્ટ્રમાં વરસાદની સંભાવના છે. સાથે મધ્ય-દક્ષિણ અને ઉત્તર ગુજરાતમાં પણ વરસાદની શક્યતા છે.

ગુજરાતમાં આજે છૂટાછવાયા વરસાદની આગાહી, રાજ્યના આ જિલ્લાઓમાં મેઘરાજા થશે  મહેરબાન | today rain forecast in these districts of gujarat monsoon 2022

આ જિલ્લાઓમાં આજે વરસાદની આગાહી 
આજે અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, ખેડા, સાબરકાંઠા, મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, નર્મદા, છોટાઉદેપુર, તાપી, ભરૂચ, સુરત અને બનાસકાંઠામાં વરસાદ પડી શકે છે. જ્યારે પાટણ, બોટાદ, સુરેન્દ્રનગર, ભાવનગર, વલસાડ, નવસારી, ડાંગ, અમરેલી, જૂનાગઢ, કચ્છ, મોરબી, જામનગર, દ્વારકા, પોરબંદર અને રાજકોટમાં વરસાદની શક્યતા છે.

શું છે હવામાન વિભાગની આગાહી?
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, આજે કચ્છ, જામનગર, દ્વારકા, પોરબંદરમાં ભારે વરસાદની આગાહી છે. અમદાવાદની વાત કરીએ તો અમદાવાદમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં સામાન્ય વરસાદ આગાહી કરાઇ છે. આજે 20 સપ્ટેમ્બરનાં રોજ કચ્છ, જામનગર, દ્વારકા અને પોરબંદરમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે શું કરી છે આગાહી?
વરસાદની આગાહી કરતા ગતરોજ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, 19 અને 20 સપ્ટેમ્બર રાજ્યમાં વરસાદ રહેશે. આ દરમિયાન દક્ષિણ રાજસ્થાનના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. આ 2 દિવસમાં એટલે કે 19 અને 20મી સપ્ટેમ્બરે 20થી 30 સેમી વરસાદ થઈ શકે છે. ભારે વરસાદના કારણે દક્ષિણ રાજસ્થાનની નદીઓમાં પૂરની સંભાવના છે. આ સમયગાળા દરમિયાન બનાંસકાંઠાના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થઈ શકે છે.

સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છેઃ અંબાલાલ પટેલ
તેઓએ જણાવ્યું હતું કે, આ બે દિવસ દરમિયાન થરાદ, વાવ, કાંકરેજ, રાધનપુર, સાંતલપુર, સુઈગામમાં ભારે વરસાદની આગાહી છે. ભારે વરસાદના કારણે ધરોઈ ડેમની જળ સપાટીમાં વધારો થશે. આ ઉપરાંત સાબરમતી નદીનું જળસ્તર પણ વધી શકે છે. અંબાલાલ પટેલે જણાવ્યું હતું કે, બે દિવસ દરમિયાન કચ્છના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી છે. જામનગરના પોરબંદર, દ્વારકાના ભાગોમાં પણ ભારે વરસાદ થઈ શકે છે.

પરેશ ગોસ્વામીની આગાહી
રાજ્યમાં સાર્વત્રિક વરસાદનો રાઉન્ડ ચાલી રહ્યો છે, ત્યારે પરેશ ગોસ્વામીએ આગાહી કરતા કહ્યું કે, કચ્છના રાપર તાલુકામાં સૌથી વધુ વરસાદ નોંધાઈ શકે છે. આજે કચ્છના પશ્ચિમ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. મોરબી અને સુરેન્દ્રનગર, બોટાદ, ભાવનગર, ગીર સોમનાથ, અમરેલી, જૂનાગઢ, પોરબંદર, દેવભૂમિ દ્વારકા, જામનગર, રાજકોટમાં મધ્યમ વરસાદની શક્યતા છે. જૂનાગઢ, અમરેલી, ગીર સોમનાથમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા છે. રાજ્યના પૂર્વ વિભાગોમાં છેલ્લા 3-4 દિવસથી ભારે વરસાદ જોવા મળ્યો છે જેમાં આજથી ઘટાડો નોંધાયો છે, ત્યારે દ. ગુજરાતમાં પણ આજથી વરસાદમાં ઘટાડો થાય તેવી શક્યતા વ્યક્ત કરી છે. 

'22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થશે'
વધુમાં પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે, આગામી 22 સપ્ટેમ્બર બાદ રાજ્યનું વાતાવરણ ખુલ્લુ થઈ શકે છે, તેમજ 22થી 30 સપ્ટેમ્બર સુધી મોટા ભાગે વરસાદની શક્યતા નથી. ઓક્ટોબરના પ્રથમ અઠવાડિયામાં એક રાઉન્ડ વરસાદનું જોવા મળી શકે છે. 27 અને 28 સપ્ટેમ્બરે બનાસકાંઠા અને કચ્છમાંથી ચોમાસું વિદાય લે તેવી શક્યતા છે. 9 અને 10 ઓક્ટોબર સુધીમાં રાજ્યમાંથી ચોમાસું વિદાય લે તેમ જણાવ્યું છે


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ