બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / VTV વિશેષ / અમદાવાદ / health department notice honest restaurant bed food ahmedabad video

બેદરકારી / બ્રાન્ડેડ રેસ્ટોરન્ટના ફૂડમાંથી જીવાત નીકળવાનો સિલસિલો યથાવત, જુઓ VIDEO

Mehul

Last Updated: 11:48 PM, 3 October 2019

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બહાર ખાવાના શોખીન લોકો હવે થોડા સાવધાન રહેજો. ટેસ્ટ અને ક્વોલિટી માટે તમને જે રેસ્ટોરન્ટ પર ભરોસો હોય ત્યાં જ તમારા આરોગ્ય સાથે ચેડા થઈ શકે છે. અનેક શહેરોની રેસ્ટોરન્ટમાં ભોજન કે નાસ્તા બનાવવામાં લાપરવાહી દાખવવામાં આવતી હોય તેવા કિસ્સા સામે આવ્યા છે. તાજો કિસ્સો અમદાવાદની મણિનગરમાં આવેલી ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી નીકળેલા વંદાનો છે.

  • અમદાવાદની ઓનેસ્ટ રેસ્ટોરન્ટના ઢોંસામાંથી નીકળ્યો વંદો
  • સુરતના વૈશાલી વડાપાઉં નામની બ્રાંડેડ દુકાનના વડાપાઉંમાંથી જીવાત નીકળી
  • નવરાત્રી દરમિયાન પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટોની ક્વોલિટી જાળવવામાં બેદરકારી

તહેવારોની સિઝન ચાલુ થઈ ગઈ છે. હાલ નવરાત્રી મહોત્સવ ચાલી રહ્યો છે એટલે સ્વાભાવિક છે કે, અનેક લોકો રાતનું ડીનર રેસ્ટોરન્ટમાં કરતાં હશે. પરંતુ બહારનું ખાવાની ટેવવાળા અને સ્વાદ રસિયાનો ભરમ ભાંગી જાય તેવી ઘટનાઓ રાજ્યમાં ઉપરાછાપરી બની રહી છે. રેસ્ટોરન્ટમાં બનતા ભોજનમાં દાખવાતી લાપરવાહી આંખ ઉઘાડનારી છે. ગ્રાહકો પાસેથી ચીજ વસ્તુઓના મોંઘા દામ વસૂલતી પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટો ક્વોલિટી જાળવવામાં કેવી બેદરકારી દાખવે છે અને ગ્રાહકોના આરોગ્ય સાથે ગંભીર ચેડા કરે છે.

અમદાવાદની મણિનગર સ્થિત ઓનેસ્ટ હોટલમાં ઢોંસામાંથી વંદો નીકળવાની ઘટના પ્રકાશમાં આવી છે. જ્યારે સુરતના વૈશાલી વડાપાઉં નામની બ્રાંડેડ દુકાનના વડાપાઉંમાંથી જીવાત નીકળી છે. જ્યારે વડોદરીની અલકાપુરી સ્થિત બર્ગર કિંગ રેસ્ટોરન્ટના બર્ગરમાંથી પણ જીવાંત નીકળી છે. આમ આ ઘટનાઓ અનેક સ્વાદ રસિયાઓને આંચકો આપનારી છે. લોકો પ્રતિષ્ઠિત રેસ્ટોરેન્ટમાં જમવા તો જાય છે પરંતુ બ્રાન્ડેડ રેસ્ટોરન્ટમાં પીરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો રિવાજ બની ગયો છે અને સિલસિલો હજુ યથાવત છે.

 

હવે રેસ્ટોરન્ટમાં પિરસાતા ફૂડમાં જીવાત નીકળવાનો સિલસિલો અમદાવાદ સુધી પહોંચી ગયો છે. તાજો દાખલો અમદાવાદની મણિનગરમાં આવેલી ઓનેસ્ટ હોટલના ઢોંસા માથી સામે આવ્યો છે. એક પરિવાર રેસ્ટોરેન્ટમાં જમવા માટે પહોંચ્યો હતો. પરિવારે સ્પ્રિંગ ઢોસાનો ઓર્ડર આપ્યો હતો. પરિવારે મંગાવેલા ઢોસામાંથી વંદો નીકળતા રેસ્ટોરેન્ટના કર્મચારીનું ધ્યાન દોર્યું. પરંતુ મેનેજરે પોતાની રેસ્ટોરેન્ટનો બચાવ કર્યો.

પ્રતિષ્ઠિત રેસ્ટોરન્ટસ હાઈજિનનું પૂરતું ધ્યાન રાખતી હોવાનો દાવો કરતી હોય છે અને પોતાની સેવા બદલ ગ્રાહકો પાસેથી મોંધા દામ વસૂલતી હોય છે. પરંતુ તે પ્રમાણે સ્વચ્છતા જાળવતી નથી હોતી. વીટીવીએ અહેવાલ રજૂ કરતા તંત્ર જાગ્યું છે. વંદો નીકળવાના મામલે ઓનેસ્ટ રેસ્ટોરન્ટના સંચાલકને નોટિસ આપવા તંત્ર પહોંચ્યું પરંતુ ઓનેસ્ટના માલિક ભૂગર્ભમાં ઊતરી ગયા છે. આથી આરોગ્ય વિભાગે રેસ્ટોરન્સને સીલ કરી દીધી છે.

આ ઘટનામાં વીડિયો બનાવનાર અને રેસ્ટોરન્ટની લાપરવાહી અંગે લોકોનું ધ્યાન દોરનાર નાગરિકની જાગૃતિ પ્રશંસાને પાત્ર છે. રેસ્ટોરન્ટના ફૂડમાંથી નીકળતી જીવાતના આ કિસ્સા બાદ તંત્ર જાગે એ પણ જરૂરી છે. કેમ કે, આ ઘટના જનતાના આરોગ્ય સાથે ચેડાં સમાન છે. પરંતુ સાથે સાથે સ્વાદરસિયા નાગરિકોએ પણ એટલી જ સાવચેતી રાખવી પડશે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ