બ્રેકિંગ ન્યુઝ

logo
logo

કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી

logo

રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે

logo

લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી

logo

લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ

logo

PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ

logo

ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર

logo

લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી

logo

લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી

VTV / સ્પોર્ટસ / Gujarat Titans opener Shubman Gill difficult to stop in qualifiers

IPL 2023 / સીધી જ ફાઇનલમાં એન્ટ્રી માટે GT VS CSK: ધોની માટે આ ખેલાડી બનશે સૌથી મોટો ચેલેન્જ "

Kishor

Last Updated: 07:53 PM, 22 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

IPL 2023 ની સીઝનમાં કાલે ગુજરાત અને ચેન્નઇની ટીમ વચ્ચે જોરદાર મુકાબલો જામશે. જેમાં ચેન્નઇની ટીમ માટે યુવા ટેલેન્ટેડ ખેલાડી શુભમન ગિલ મોટો પડકાર સાબીત થઈ શકે છે.

  • સીએસકેને ચેમ્પિયન બનવામાં આવશે મોટી અડચણ
  • ધોનીની ટીમ માટે યુવા ટેલેન્ટેડ ખેલાડી શુભમન ગિલ મોટો પડકાર 
  • પ્લેઓફમાં ટોચ પર છે ગુજરાત અને ચેન્નઇની ટીમ

આઇપીએલમાં આ વખતે ભારે રોમાંચ જોવા મળ્યો છે. પ્લેઓફ સુધી પહોંચવાની રેસમાં બેંગલુરુને હાથવેંત છેટુ રહી જતાં હવે મુંબઇ, લખનફ, ગુજરાત અને ચેન્નઇ આ ચાર ટીમ વચ્ચે પ્લેઓફનો જંગ જામશે, હંમેશાની જેમ આ વખતે પણ ધોનીની દમદાર કેપ્ટન્સીની મદદથી ચેન્નઇ પ્લેઓફમાં તો પહોંચી ગયું છે. જો કે આ વખતે પ્લેઓફમાં વિરોધી ટીમના યુવા ખેલાડીઓને લીધે સીએસકેને ચેમ્પિયન બનાવવાના તેના ધ્યેયમાં અડચણ જરૂર આવી શકે છે. પ્લે ઓફની ટોચની ટીમ વચ્ચે એક મેચ રમાશે, ત્યારબાદ તેમાં હાર મળ્યાં બાદ બીજી તક મળશે અને છેલ્લી બે ટીમમાંથી જે જીતે તેની સામે ફાયનલમાં પહોંચવાની બીજી તક મળશે. પ્લેઓફમાં ટોચ પર ગુજરાત અને ચેન્નઇ છે. ધોનીની પીળી જર્સીની ટીમ માટે યુવા ટેલેન્ટેડ ખેલાડી શુભમન ગિલ મોટો પડકાર સાબીત થશે. 

ગિલે સદી ફટકારી કોહલીની સદીવાળી ઇનિંગ્સ પર પાણી ફેરવી દીધું 
બેંગલુરુના પ્લેઓફમાં પહોંચવાના સપના પર પાણી ફેરવવાનું કામ શુભમન ગિલે કર્યુ છે. આઇપીએલમાં અત્યારસુધીમાં ચેન્નઇ અને ગુજરાત ત્રણ વખત ટકરાય છે જેમાં ત્રણેય મેચમાં ગુજરાતનો વિજય થયો છે. જ્યારે આ વખતના આઇપીએલમાં બંને ટીમ બે વખત ટકરાય છે જેમાં બંને વખત જીત મેળવી છે. શુભમન ગિલે લીગ મેચમાં સદી ફટકારીને વિરાટ કોહલીની સદીવાળી ઇનિંગ્સ પર પાણી ફેરવી દીધું હતું. પરિણામે રોયલ ચેલેન્જર્સ બેંગલોરની ટીમ આઇપીએલમાંથી બહાર થઇ ગઇ છે. જેમાંથી ચેન્નઇ વિરુદ્ધની મેચમાં ગિલ પર તમામની નજર રહેશે. એવું પણ કહી શકાય કે વિશ્વમાં મહાન કેપ્ટન કુલ મહેન્દ્રસિંઘ ધોની માટે શુભમન ગિલ મોટો પડકાર હશે. તો બીજી બાજુ ગુજરાત ટાયટને આ સિઝનમાં એકપણ મેચ ચેપોકમાં રમ્યો નથી. આથી પ્લેઓફની ચેન્નઇ અને ગુજરાત સામેની આ મેચમાં અનુમાન લગાવવું મુશ્કેલ લાગી રહ્યું છે. 

હાર્દિક પંડ્યાની ગુજરાત ટાઈટન્સનું પાવરફુલ પરફોર્મન્સ..: ટ્રેક-રેકૉર્ડ  જોઈને કહેશો આ વખતે પણ ટ્રોફી પાક્કી! / Hardik Pandya powerful performance Gujarat  Titans ...

ગુજરાત ટાઇટન્સની ટીમનો સુકાની હાર્દિક પંડ્યા છે, જે ધોની જેમ જ ચતુર અને સારો રણનીતિકાર માનવામાં આવે છે. ગુજરાતની ટીમ પણ ચેન્નઇની ટીમની જેમ વધુ ફેરફાર કરવામાં માનતી નથી. ગુજરાત માટે ચેપોકની પીચ જરૂર ચેલેન્જિંગ રહેશે, સાથે જ પાવર પ્લેમાં દિપક ચહરનો સામનો કરવો પણ મુશ્કેલ સાબીત થશે. તો ચેન્નઇનો ડેથ બોલર મથીસા પથિરાના પણ ગુજરાત માટે ખતરાની ઘંટી સાબીત થઇ શકે છે. જો કે પથીરાનાનો સામનો કેમ કરવો તે માટે ગુજરાતની ટીમના કેપ્ટન પંડ્યા અને કોચ નેહરા શ્રીલંકાના કેપ્ટન દાસુન શનાકાની સલાહ જરૂર લેશે.  

બીજી બાજુ ચેન્નઇ માટે ડેવોન કોનવે અને ઋતુરાજ ગાયકવાડ પાસે સારી શરૂઆત નિર્ણાયક સાબીત થઇ શકે છે. ચેપોકમાં રહાણેનું પ્રદર્શન પણ મહત્વનું રહેશે. જ્યારે શિવન દુબે વધુ સિક્સ ફટકારી પોતાનો જ 33 સિક્સનો રેકોર્ડ તોડી શકે છે. તો સામા પક્ષે ગુજરાતના અનુભવી બોલર મોહમ્મદ શમી અને રાશીદ ખાન મેચ પલટાવવા માટે જાણીતા છે. એવામાં આ મેચમાં સ્પીનરોની મહત્વપૂર્ણ ભૂમિકા રહેશે. ચેન્નઇ પાસે જાડેજા, મોઇન અલી અને તિક્ષ્ણા છે તો ગુજરાત પાસે રાશિદ ખાન, નૂર અહમદ છે. 

ચેન્નઇની સંભવિત ટીમ 

એમ એસ ધોની(કેપ્ટન અને વિકેટકીપર) આકાશ સિંહ, મોઇન અલી, ભગત વર્મા, દિપક ચહર, ડેવોન કોનવે, તુષાર દેશપાંડે, શિવમ દુબે, ઋતુરાજ ગાયકવાડ, રાજવર્ધન હેંગરગેકર, રવિન્દ્ર જાડેજા, સિસંડા મગાલા, અજય મંડલ, મથીશા પથિરાના, ઇવેન પ્રીટોરિયસ, અજિક્ય રહાણે, શૈક રશીદ, અંબાતી રાયડુ, મિચેલ સેંટનર, સુભ્રાંશુ સેનાપતિ, સિમરજીત સિંહ, નિશાંત સિંધુ, પ્રશાંત સોલંકી, મહેશ તિક્ષ્ણા.

ગુજરાત ટાઇટન્સની સંભવીત ટીમ

હાર્દિક પંડ્યા (કેપ્ટન), શુભમન ગિલ, ડેવિડ મિલર, અભિનવ મનોહર, સાઇ સુદર્શન, રિદ્ધિમાન શાહા, મેથ્યુ વેડ, રાશિદ ખાન, રાહુલ તેવતિયા, વિજય શંકર, મોહમ્મદ શમી, અલ્ઝારી જોસેફ, યશ દલાલ, પ્રદીપ સાંગવાન , દર્શન નલકંડે, જયંત યાદવ, સાઇ કિશોર, નૂર અહમદ, દાસુન શનાકા, ઓડિયન સ્મિથ, કેએસ ભરત, શિવમ માવ, ઉર્વિલ પટેલ, જોશુઆ લિટિલ અને મોહિત શર્મા.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ