બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat second phase elections 2022 hot seats
ADVERTISEMENT
આજે 5મી ડિસેમ્બરે 14 જિલ્લામાં 93 બેઠકો માટે 26,409 મતદાન મથકો પર મતદાન થશે. વિશ્વની સૌથી મોટી લોકશાહીનો આ અવસર સાંગોપાંગ પાર પાડવા અનેક કર્મચારીઓ અને અધિકારીઓ અત્યંત જવાબદારીપૂર્વક પોતાની ફરજ બજાવી રહ્યા છે. બીજા તબક્કામાં 1,13,325 કર્મચારીઓ-અધિકારીઓ ફરજ બજાવી રહ્યા છે. જેમાં 29,062 પ્રિસાઇડિંગ ઓફિસર અને 84,263 પોલિંગ સ્ટાફ છે. મતદાનના આગળના દિવસે, રવિવારે જ આ તમામ સ્ટાફ પોતાની ફરજ પર હાજર થઈ ગયો છે. ત્યારે બીજી તરફ ઉત્તર અને મધ્ય ગુજરાતમાં કેટલાય મોટામાથાઓનું રાજકીય ભવિષ્ય પર આજે લોકો મહોર મારશે.
જુઓ આજે કઈ-કઇ હોટ બેઠક પર કયા ઉમેદવારો સામસામે?
ADVERTISEMENT
| PHASE 2 | ગુજરાત વિધાનસભા ચૂંટણીનું બીજા તબક્કાનું મતદાન | ||||
| 7 | બનાસકાંઠા | વાવ | સ્વરુપજી ઠાકોર | ગેનીબેન ઠાકોર | ડો. ભીમ પટેલ |
| 8 | બનાસકાંઠા | થરાદ | શંકર ચૌધરી | ગુલાબસિંહ રાજપૂત | વિરચંદ ચાવડા |
| 11 | બનાસકાંઠા | વડગામ(SC) | મણિભાઈ વાઘેલા | જિગ્નેશ મેવાણી | દલપત ભાટિયા |
| 16 | પાટણ | રાધનપુર | લવિંગજી ઠાકોર | રઘુ દેસાઇ | લાલજી ઠાકોર |
| 22 | મહેસાણા | વિસનગર | ઋષિકેશ પટેલ | કિરીટ પટેલ | જયંતી પટેલ |
| 32 | અરવલ્લી | બાયડ | ભીખી પરમાર | મહેન્દ્રસિંહ વાઘેલા | ચુનીભાઈ પટેલ |
| 35 | ગાંધીનગર | ગાંધીનગર સાઉથ | અલ્પેશ ઠાકોર | હિમાંશુ પટેલ | દોલત પટેલ |
| 39 | અમદાવાદ | વિરમગામ | હાર્દિક પટેલ | લાખા ભરવાડ | અમરીશ ઠાકોર |
| 41 | અમદાવાદ | ઘાટલોડિયા | ભૂપેન્દ્ર પટેલ | અમી યાજ્ઞિક | વિજય પટેલ |
| 52 | અમદાવાદ | જમાલપુર-ખાડિયા | ભૂષણ ભટ્ટ | ઈમરાન ખેડાવાલા | હારુન નાગોરી |
| 57 | અમદાવાદ | દસક્રોઈ | બાબુ જમના પટેલ | ઉમેદી બુધાજી ઝાલા | કિરણ પટેલ |
| 25 | મહેસાણા | મહેસાણા | મુકેશ પટેલ | પીકે પટેલ | ભગત પટેલ |
| 29 | સાબરકાંઠા | ખેડબ્રહ્મા | અશ્વિન કોટવાલ | તુષાર ચૌધરી | બિપિન ગામેતી |
| 40 | અમદાવાદ | સાણંદ | કનુ પટેલ | રમેશ કોળી | કુલદીપ વાઘેલા |
| 55 | અમદાવાદ | દરિયાપુર | કૌશિક જૈન | ગ્યાસુદ્દીન શેખ | તાજ કુરૈશી |
| 59 | અમદાવાદ | ધંધુકા | કાળુભાઇ ડાભી | હરપાલસિંહ ચુડાસમા | ચંદુ બમરોલિયા |
| 110 | આણંદ | આંકલાવ | ગુલાબસિંહ પઢિયાર | અમિત ચાવડા | ગજેન્દ્ર સિંહ |
| 111 | આણંદ | ઉમરેઠ | ગોવિંદ પરમાર | જયંત બૉસ્કી | અમરીશ પટેલ |
| 124 | પંચમહાલ-1 | શહેરા | જેઠા ભરવાડ | ખાતુભાઈ પગી | તખતસિંહ સોલંકી |
| 141 | વડોદરા-4 | વડોદરા સિટી- SC-12 | મનીષા વકીલ | ગુણવંત પરમાર | જિગર સોલંકી |
| 142 | વડોદરા-5 | સયાજીગંજ | કેયૂર રોકડિયા | અમી રાવત | સ્વેજલ વ્યાસ |
| 145 | વડોદરા-8 | માંજલપુર | યોગેશ પટેલ | તશ્વિન સિંહ | વિનય ચૌહાણ |
| 138 | છોટાઉદેપુર-2 | જેતપુરપાવી- ST-12 | જયંતી રાઠવા | સુખરામસિંહ રાઠવા | રાધિકા રાઠવા |
| 137 | છોટાઉદેપુર-1 | છોટાઉદેપુર-ST-11 | રાજેન્દ્રસિંહ રાઠવા | સંગ્રામસિંહ રાઠવા | અર્જુન રાઠવા |
ADVERTISEMENT
મતદાનની તારીખ: 05-12-2022 સમયઃ સવારે 08.00 થી સાંજે 05.00
કેટલા જિલ્લામાં મતદાન યોજાશેઃ 14 (ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાત)
કેટલી બેઠક માટે મતદાનઃ 93
કેટેગરીવાઈઝ બેઠકોઃ 74 જનરલ
06 અનુસુચિત જાતિ
13 અનુસુચિત જનજાતિ
કુલ ઉમેદવારોઃ 833
764 પુરૂષ ઉમેદવાર
69 મહિલા ઉમેદવાર
ADVERTISEMENT
ઉમેદવારઃ ક્યાં વધારે? ક્યાં ઓછા?: સૌથી વધુ ઉમેદવારો
49-બાપુનગર (29 ઉમેદવારો)
સૌથી ઓછા ઉમેદવારો
28-ઈડર (03 ઉમેદવારો)
રાજકીય પક્ષોઃ 61 રાજકીય પક્ષો
મતદારોઃ ક્યાં વધારે? ક્યાં ઓછા? સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
49-બાપુનગર (2,07,461 મતદારો)
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
41-ઘાટલોડીયા (4,28,542 મતદારો)
ADVERTISEMENT
વિસ્તારની દ્રષ્ટિએ સૌથી નાનો વિધાનસભા મતવિસ્તાર
51-દરિયાપુર (06 ચો.કિ.મી.)
સૌથી મોટો વિધાનસભા મતવિસ્તાર
16-રાધનપુર (2,544 ચો.કિ.મી)
કુલ મતદારો: 2,51,58,730
1,29,26,501 પુરૂષ મતદારો
1,22,31,335 મહિલા મતદારો અને
894 ત્રીજી જાતિના મતદારો
ADVERTISEMENT
18થી 19 વર્ષની વયના મતદારો: 5,96,328
99 વર્ષથી વધુ વય ધરાવતા મતદારોઃ 5,412
સેવા મતદારોઃ કુલ 18,271
17,607 પુરૂષ
664 મહિલા
NRI મતદારોઃ કુલ 660
505 પુરૂષ
155 મહિલાઓ
મતદાન સ્થળો: 14,975
2,904 શહેરી વિસ્તારોમાં અને
12,071 ગ્રામ્ય વિસ્તારોમાં
મતદાન મથકો: 26,409
8,533 શહેરી વિસ્તારોમાં અને
17,876 ગ્રામ્ય મતદાન મથકો
વિશિષ્ટ મતદાન મથકોઃ 93 મોડલ મતદાન મથકો
93 દિવ્યાંગ સંચાલિત મતદાન મથકો
93 ઈકો ફ્રેન્ડલી મતદાન મથકો
651 સખી મતદાન મથકો
14 યુવા સંચાલિત મતદાન મથકો
વેબકાસ્ટીંગ થનાર મતદાન મથકોઃ 13,319 મતદાન મથકો
EVM-VVPAT: 37,395 BU,
36,016 CU અને 39,899 VVPAT
દીકરીની સગાઈ પતાવીને પ્રાધ્યાપિકા પ્રિસાઈડિંગ ઑફિસર તરીકે હાજર થઈ ગયા
મતદાનના પ્રથમ તબક્કામાં અનેરો આનંદ આપે એવી એક ઘટના પ્રકાશમાં આવી હતી. સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના ભરાડા ગામની પ્રાથમિક શાળામાં ઉભા કરાયેલા મતદાન મથકમાં જેમને જવાબદારી સોંપાઈ હતી તે ચૂંટણી સ્ટાફ ફરજ બજાવવા ગયો ત્યારે એ શાળાના ઓરડાના બોર્ડ પર આગંતુક ચૂંટણી કર્મચારીઓને આવકારતી એક સૂચના તે સ્કૂલના શિક્ષકોએ લખી રાખી હતી. જેમાં તેમણે લખ્યું હતું, "શ્રી ભરાડા પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે. બુથ-1 અને બુથ-2 ની વચ્ચે લોખંડના દરવાજાવાળા રૂમમાં પાણી-શેતરંજી-ગાદલા વગેરેની સુવિધા રાખેલ છે. જે તમારો ઉતારા રૂમ છે. સામે પાણીની પરબ પાછળ ગરમ પાણી માટેની તમામ વ્યવસ્થા કરેલ છે. (ચુલાની બાજુમાં દિવાલની તિરાડમાં માચીસ છે) કેટલી કાળજી...!!! બીજી તરફ વડોદરાની એમ.એસ. યુનિવર્સિટીમાં ફેકલ્ટી ઑફ ટેકનોલોજીમાં મદદનીશ પ્રાધ્યાપિકા તરીકે ફરજ બજાવતા નિમિષાબેન પાઠક પતિના અવસાન પછી પરિવારની સઘળી જવાબદારી સંભાળી રહ્યા છે. આજે ઘેર દીકરીના સગપણનો પ્રસંગ હતો. આ કારણ આગળ ધરીને તેઓ ચૂંટણીની ફરજમાંથી મુક્તિ મેળવી શક્યા હોત, પણ તેમણે આમ ન કર્યું. એટલું જ નહીં, આજે દીકરીની સગાઈ પતાવીને સીધા જ તેઓ અકોટા વિધાનસભા મત વિભાગમાં પ્રિસાઇડિંગ ઓફિસર તરીકેની લોકશાહીના આ મહાપર્વની પોતાની ફરજમાં જોડાઈ ગયા છે. નિમિષાબેન પાઠક તો એક ઉદાહરણમાત્ર છે. આવા અનેક અધિકારીઓ અને કર્મચારીઓ પોતપોતાની અંગત જવાબદારીઓને બાજુએ મૂકીને ઉત્સાહપૂર્વક ચૂંટણી કામગીરીમાં જોડાઈ ગયા છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.