બ્રેકિંગ ન્યુઝ
VTV / ગુજરાત / અન્ય જિલ્લા / 'રશિયા જઇ રહેલા છોકરાઓને સલાહ આપે છે કે...', જુઓ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતી યુવકના માતાએ શું કહ્યું
Last Updated: 12:53 PM, 22 December 2025
Sahil Hussain In Russia : રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધની અસર હવે સામાન્ય લોકો સુધી પહોંચતી જોવા મળી રહી છે. ખાસ કરીને વિદેશ ભણવા ગયેલા વિદ્યાર્થીઓ માટે આ સ્થિતિ ચિંતાજનક બની રહી છે. આવો જ એક ગંભીર મામલો ગુજરાતના મોરબી જિલ્લાના એક વિદ્યાર્થી સાથે સામે આવ્યો છે, જેને પરાણે યુદ્ધમાં ધકેલવામાં આવ્યો હોવાનો દાવો કરવામાં આવ્યો છે.
ADVERTISEMENT
કોણ છે આ વિદ્યાર્થી?
આ યુવકનું નામ સાહિલ મોહમ્મદ હુસૈન છે. તે વર્ષ 2024માં સ્ટુડન્ટ વિઝા પર રશિયા ભણવા ગયો હતો. અભ્યાસ સાથે ખર્ચ કાઢવા માટે તે એક કુરિયર કંપનીમાં ભાગ સમયની નોકરી પણ કરતો હતો. સાહિલનો આરોપ છે કે રશિયામાં રહેતી વખતે તેને ખોટા ડ્રગ્સ કેસમાં ફસાવવામાં આવ્યો. તેના કહેવા મુજબ, રશિયન પોલીસ દ્વારા તેની સામે ખોટો આરોપ મૂકવામાં આવ્યો હતો અને ત્યારબાદ જેલ અધિકારીઓએ એક પ્રસ્તાવ આપ્યો હતો. સાહિલે જણાવ્યું કે તેને કહેવામાં આવ્યું હતું કે જો તે રશિયન સેનામાં જોડાઈ જશે તો તેના પર લાગેલો કેસ રદ કરી દેવામાં આવશે. કોઈ વિકલ્પ ન હોવાથી તેણે આ શરત સ્વીકારી લીધી. માત્ર થોડા દિવસોની તાલીમ બાદ તેને સીધો યુદ્ધના મોરચે મોકલી દેવાયો હોવાનો દાવો છે.
ADVERTISEMENT
If this was America the news channels and the BJP government will be up in arms, but with Russia 🇷🇺 it is dictator , maybe afraid of Putin .https://t.co/2RXjHROnbl pic.twitter.com/6bJmxNrhAM
— Asli Gharwapsi (@TheJonahProjec2) December 21, 2025
યુક્રેનમાં આત્મસમર્પણ
ADVERTISEMENT
જ્યારે સાહિલ યુક્રેનની સરહદ નજીક પહોંચ્યો, ત્યારે તેણે યુદ્ધ લડવાને બદલે યુક્રેનની સેનાની સામે આત્મસમર્પણ કરી દીધું. હાલ તે યુક્રેનમાં કેદ છે. ત્યાંથી તેણે એક વીડિયો બનાવીને પોતાની માતા અને ભારત સરકારને સંદેશ મોકલ્યો છે. વિડિયોમાં સાહિલે જણાવ્યું કે, તે ખૂબ નિરાશ છે અને તેને પોતાના ભવિષ્યની કોઈ ખાતરી નથી. તેણે ખાસ કરીને ભારતના યુવાનોને અપીલ કરી છે કે રશિયા જવા પહેલાં ખૂબ સાવધાન રહે, કારણ કે ત્યાં ખોટા કેસમાં ફસાવવાની ઘટનાઓ બની શકે છે.
ADVERTISEMENT
ભારત સરકાર પાસે મદદની અપીલ
સાહિલે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભારત સરકારને વિનંતી કરી છે કે, રશિયા સરકાર સાથે વાતચીત કરીને તેને સુરક્ષિત રીતે ભારત પરત લાવવામાં આવે. આ મામલો ભારત સરકારના ધ્યાને આવ્યો છે. વિદેશ મંત્રાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, ફસાયેલા ભારતીય નાગરિકોને છોડાવવા માટે સતત પ્રયાસો ચાલી રહ્યા છે.
ADVERTISEMENT

રાજ્યસભાના સાંસદે શું કહ્યું ?
ADVERTISEMENT
રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલાએ જણાવ્યું છે કે આ યુવકને પરત લાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકાર બંને સ્તરે પ્રયત્નો ચાલી રહ્યા છે. હાલ યુક્રેનની પરિસ્થિતિને કારણે કેટલીક તકનિકી મુશ્કેલીઓ આવી રહી છે, પરંતુ સરકાર ગંભીરતાથી કામ કરી રહી છે.
આ પણ વાંચો : લો બોલો, ગુજરાતમાં બોર્ડના વિદ્યાર્થીઓને ભણાવવા શિક્ષકો જ નથી, તો ભણશે કેવી રીતે?
શું કહ્યું યુવકની માતાએ ?
સમગ્ર મામલે સાહિલ મોહમ્મદ હુસૈનના માતાએ કહ્યું કે, સાહિલના બે વીડિયો યુક્રેનથી આવ્યા છે. એક અંગ્રેજીમાં છે અને એક હિન્દીમાં છે. આ બંને વીડિયોમાં તે એક જ વાત કરે છે કે, મને ડ્રગ્સ કેસમાં જુઠ્ઠો ફસાવવામાં આવ્યો છે રશિયન લોકો દ્વારા. રશિયન ગર્વમેન્ટ દ્વારા મને આર્મીમાં ધકેલવામાં આવ્યો છે. અત્યારે હું યુક્રેનમાં છું અને અહીં ફસાઈ ગયો છું અને આપણી સરકારેને રિક્વેસ્ટ કરું છું કે, જેટલું જલ્દી થાય એટલું મને યુક્રેનથી ઈન્ડિયા લાવવાની કોશિશ કરો. આ સાથે સાહિલે બીજા જે છોકરાઓ ઉચ્ચ અભ્યાસ માટે રશિયા જાય તો તેમને સલાહ આપી છે કે, તમે જાઓ તો ધ્યાન રાખજો ત્યાં બધા ફ્રોડ ચાલે છે. ડ્રગ્સ કેસમાં તમને ફસાવી દે કે પછી આર્મીમાં મોકલવાની કોશિશ કરે તેમાં તમે ફસાંતા નહિ.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.