બ્રેકિંગ ન્યુઝ

logo
logo

અમદાવાદ- મોડાસા હાઈવે પર ટ્રક અને બાઈકનો અકસ્માત, ઘટનામાં બાઈક ચાલકનું મોત

logo

રાજ્યમાં આજે સવારે 6થી સાંજે 4 વાગ્યા સુધી 8 તાલુકામાં વરસાદ નોંધાયો

logo

રાજ્યમાં ફરી કમોસી વરસાદની આગાહી, આજે રાત સુધી પવન સાથે રાજ્યના તમામ જિલ્લામાં વરસાદ થવાની શક્યતા

logo

ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના વિદ્યાર્થીઓને 17 મેએ મળશે માર્કશીટ

logo

સુરતના 8 પ્રવાસીઓ નર્મદા નદીમાં ન્હાવા પડતા ડૂબ્યા, એક યુવકનો બચાવ, 7 લોકોની શોધખોળ શરૂ

logo

અમદાવાદના પ્રહલાદનગરમાં કોમર્સ હાઉસમાં લાગીલી આગ કાબૂમાં, બિલ્ડિંગમાં ફયાસેલ 64 લોકોનું કરાયું રેસ્ક્યૂ

logo

ખોડલધામ ખાતે શંકરસિંહ વાઘેલા અને નરેશ પટેલ વચ્ચે થઈ મુલાકાત, શંકરસિંહ વાઘેલાએ ખોડલધામ મંદિરમાં કર્યા દર્શન

logo

રાજ્યમાં 24 કલાકમાં 118 તાલુકાઓમાં વરસાદ, અમરેલીના સાવરકુંડલામાં સૌથી વધુ અઢી ઇંચ વરસાદ

logo

સલમાન ખાનના ઘર પર ફાયરિંગ કેસમાં નવો વળાંક

logo

PM મોદીએ વારાણસીથી ભર્યું નામાંકન પત્ર

VTV / ગુજરાત / અમદાવાદ / gujarat High Court seven employees corona positive Court 3 days close

કોરોના વાયરસ / ગુજરાત હાઈકોર્ટમાં 7 કર્મચારીઓને કોરોના પોઝિટિવ આવતા લેવાયો આ મહત્વનો નિર્ણય

Hiren

Last Updated: 12:13 AM, 8 July 2020

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

અમદાવાદ શહેરમાં કોરોનાનો કહેર યથાવત છે. ત્યારે હવે હાઈકોર્ટના 7 કર્મી પણ કોરોનાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું છે. જેને લઈને ગુજરાત હાઈકોર્ટ 3 દિવસ બંધ રહેશે. હાઇકોર્ટમાં 8, 9 અને 10 જુલાઈ ત્રણ દિવસ હાઇકોર્ટનું તમામ કામકાજ બંધ રહેશે.

  • ગુજરાત હાઇકોર્ટ આગામી 3 દિવસ સુધી બંધ
  • હાઈકોર્ટના 7 કર્મી કોરોનાગ્રસ્ત થતા લીધો નિર્ણય
  • 8 અને 9 જુલાઈના કેસોની સુનવણી 13, 14 જુલાઈએ થશે

ગુજરાત હાઇકોર્ટમાં 6 કર્મી અને એક પોલીસ કોન્સ્ટેબલ સહિત કુલ 7 કર્મીઓનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આરોગ્ય સેતુ એપના આધારે હાઈકોર્ટના કર્મીઓનું ટેસ્ટિંગ કરાયું હતું. જેમાં 7 કર્મીઓ કોરોના પોઝિટિવ નોંધાતા સાવચેતીના ભાગરૂપે આગામી 3 દિવસ હાઈકોર્ટ બંધ રહેશે. 

હાલ હાઇકોર્ટની બિલ્ડિંગ સહિત હોલ અને સંકુલને સેનેટાઈઝ કરવાની કામગીરી હાથ ધરવામાં આવશે. જ્યારે 8 અને 9 જુલાઈના કેસોની સુનવણી 13 અને 14 જુલાઈએ થશે.

હાલ શું છે અમદાવાદમાં કોરોનાની સ્થિતિ?

છેલ્લા 24 કલાકમાં અમદાવાદમાં 187 કેસ નોંધાયા છે. જેમાં અમદાવાદ કોર્પોરેશનમાં 172 અને અમદાવાદ જિલ્લામાં 15 કેસ નોંધાયા છે. આ સાથે અમદાવાદમાં કોરોનાનો કુલ આંકડો 22,262 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 124‬ દર્દીઓ સ્વસ્થ થયા છે. જેને લઇને કુલ સ્વસ્થ થયેલા દર્દીઓનો આંકડો 17,079 પર પહોંચ્યો છે. અમદાવાદમાં આજે 7 દર્દીઓના મોત થયા છે, જેની સાથે અમદાવાદનો કોરોનાથી મૃત્યુઆંક 1498‬ પર પહોંચ્યો છે. હાલ અમદાવાદમાં 3675 એક્ટિવ કેસ છે.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ