બ્રેકિંગ ન્યુઝ
VTV / Assembly election 2023 / ગુજરાત / અન્ય જિલ્લા / gujarat elections 2022 result borsad assembly seat news
ADVERTISEMENT
ગુજરાત વિધાનસભા ચૂંટણીની 182 બેઠકોનું આજે પરિણામ જાહેર થઇ ગયું છે. ત્યારે ભાજપનો 150 પ્લસનો લક્ષ્યાંક પાર પડ્યા બાદ સમગ્ર રાજ્યભરમાં ભાજપના કાર્યકરો ઉજવણીના મૂડમાં આવી ગયા છે. ત્યારે ગુજરાતની જનતાએ એકવાર ફરી મફતની રેવડીને ફગાવી ભાજપ પર ભરોસો મૂક્યો છે. જો કે, ચૂંટણીના આ પરિણામોમાં જ્યાં એક તરફ ભાજપે 150ને પાર જઈ ઐતિહાસિક જીત મેળવ્યાનો રેકોર્ડ સર્જ્યો છે તો બીજી તરફ એક બીજો રેકોર્ડ પણ તૂટ્યો છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આણંદની બોરસદ બેઠક પર ભાજપે 57 વર્ષ બાદ મોટો અપસેટ સર્જ્યો છે. ત્યારે શું છે આ અપસેટ તે અહીં જોઇએ.
ગુજરાતના પરિણામમાં ભાજપે સર્જ્યો મોટો અપસેટ
તમને જણાવી દઇએ કે, ગુજરાત વિધાનસભાના ચૂંટણી પરિણામમાં ભાજપે આજે 156 બેઠકોથી ઐતિહાસિક જીત હાંસલ કરી છે. ગુજરાત વિધાનસભા ચૂંટણીના પરિણામથી સમગ્ર રાજ્ય ભગવામય બની ગયું છે. ભાજપે 150 પ્લસનો લક્ષ્યાંક પાર પાડ્યા બાદ એક તરફ ભાજપે જ્યાં 150ને પાર જઈને ગુજરાતભરમાં ઐતિહાસિક જીત મેળવ્યાનો રેકોર્ડ સર્જ્યો છે તો બીજી તરફ બોરસદ બેઠક પર ભાજપે મોટો અપસેટ સર્જ્યો છે.
ADVERTISEMENT
આઝાદીના 57 વર્ષ બાદ ભાજપે બોરસદ બેઠક પરથી જીત મેળવી
આઝાદીના 57 વર્ષ બાદ ભાજપે બોરસદ બેઠક પરથી જીત મેળવી છે. ભાજપના ઉમેદવાર રમણભાઈ સોલંકીએ કોંગ્રેસના ઉમેદવાર મનીષ પટેલ અને AAPના ઉમેદવાર રાજેન્દ્રસિંહ પરમારને હરાવ્યા છે.
ADVERTISEMENT
ચૂંટણીમાં હાર-જીત સામાન્ય, પણ આટલી બધી કારમી હાર થશે એવો તો સપને પણ....
મહત્વનું છે કે, બોરસદ વિધાનસભા બેઠક એ કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો કહેવાતો હતો. જોકે હવે 2022માં આ બેઠક પર ભગવો લહેરાયો છે. ત્યારે માત્ર બોરસદ જ નહી પરંતુ સમગ્ર રાજ્યમાં કોંગ્રેસની આ કારમી હાર વિશે ગુજરાત કોંગ્રેસના વરિષ્ઠ નેતા સુખરામ રાઠવાનું કહેવું છે કે, 'વિધાનસભાની સામાન્ય ચૂંટણીમાં જે પરિણામ આવ્યું છે તે અપેક્ષિત પરિણામ નથી. તેમ છતાં ગુજરાતની આમ જનતાએ, મતદારોએ જે ચુકાદો કોંગ્રેસ પક્ષને આપ્યો છે તેને અમે માથે સ્વીકારીએ છીએ. ચૂંટણીઓમાં હાર અને જીત તો સામાન્ય છે. પણ આટલી બધી કારમી હાર થશે એવો તો અમને સપને પણ ખ્યાલ ન હોતો. જનરલ ચર્ચા જોતા અમને એવું હતું કે યુવાનો અમારી સાથે રહેશે. ખેડૂતો અમારી સાથે રહેશે. મોંઘવારીએ માઝા મૂકી છે, કર્મચારીઓને પડતી તકલીફ આ બધું ધ્યાનમાં લેતા અમે વિશ્વાસમાં હતા કે ગુજરાતમાં કોંગ્રેસની સરકાર બને છે. તેમ છતાં ગુજરાતની પ્રજાને નથી મોંઘવારી નડી, નથી બેરોજગારી નડી, નથી ખેડૂતોને પ્રશ્નો નડ્યાં અને નથી ગૃહિણીઓને ગેસના ભાવ નડ્યાં. મોંઘવારી તો બિલકુલ નડી નથી એમ કહી શકાય. પરંતુ આખરે તો આ પ્રજાનો ચુકાદો છે અને આ ચુકાદો અમે સહર્ષ સ્વીકારીએ છીએ. એમાં અમને કંઇ માઠું લાગતું નથી.'
વધુમાં જ્યારે સુખરામ રાઠવાને કહેવામાં આવ્યું કે શું AAPના લીધે આ પરિણામો આવ્યાં છે કે શું? પૂછવામાં આવ્યું કે, 'એવું તો જનરલ ચર્ચા થવાની આમ આદમી પાર્ટીના લીધે. હું પહેલેથી જ કહેતો આવ્યો છું કે આમ આદમી પાર્ટી ભાજપની B ટીમ છે. કોંગ્રેસના માણસોને હરાવવા માટે જ એને માણસો ઊભા રાખ્યા છે તે આજે સાબિત થયું.'
ADVERTISEMENT
બોરસદ બેઠક પર કોંગ્રેસના કાંગરા ખરી ગયા
નોંધનીય છે કે, આણંદની બોરસદ બેઠક પર 57 વર્ષના લાંબા ગાળા બાદ ભગવો લહેરાતા ભાજપના કાર્યકરોમાં ભારે જોશ અને ઉત્સાહ જોવા મળી રહ્યો છે. જીતના જશ્નની રેલી દરમિયાન આખું બોરસદ ભગવા રંગમાં રંગાઈ ગયું હતું. કારણ કે, બોરસદ વિધાનસભા બેઠક એ કોંગ્રેસનો અભેદ્ય કિલ્લો કહેવાતો હતો. ભાજપની અનેક લહેરો બાદ પણ તે અડીખમ બેઠક હતી. પરંતુ આ વખતે તેના પણ કાંગરા ખરી ગયા છે.
1967થી 2017 સુધી આ બેઠક પર હતું કોંગ્રેસનું શાસન
આણંદ જિલ્લાની બોરસદ બેઠક પર કોંગ્રેસના રહેલા દબદબાની વાત દૂર ભૂતકાળમાં ન જતાં 1990થી કરીએ તો બોરસદ બેઠક પર 1990માં માધવસિંહ સોલંકી વિજેતા થયા હતા, ત્યાર બાદ 1991માં જી.યુ ફતેહસિંહ વિજેતા થયા હતા. ત્યાર બાદ 1995થી 2002 સુધી ભરતસિંહ સોલંકી વિજેતા બન્યા હતા. ત્યાર બાદ 2004ની પેટા ચૂંટણીમાં અને 2007ની સામાન્ય ચૂંટણીમાં અમિત ચાવડા વિજેતા રહ્યાં હતા. ત્યાર બાદ 2012થી 2017 સુધી રાજેન્દ્રસિંહ પરમાર આ બેઠક પર જીત્યા. પરંતુ હવે 57 વર્ષ જૂના કોંગ્રેસના ગઢમાં ભાજપના રમણભાઈ સોલંકીએ જીત મેળવતા ભાજપે એક રેકોર્ડ સાથે નવો ઇતિહાસ સર્જી દીધો છે. તમને જણાવી દઇએ કે, આ બેઠક પર વર્ષ 1967થી 2017 સુધી કોંગ્રેસનું જ શાસન રહ્યું છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.