બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / Assembly election 2023 / ગુજરાત / અમદાવાદના સમાચાર / Gujarat Elections 2022 mahendra sinh vaghela joins congress again

ઈલેક્શન બ્રેકિંગ / શંકરસિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્ર સિંહની કોંગ્રેસમાં ઘરવાપસી, કહ્યું બાપુના આશીર્વાદથી આવ્યો

Published By: Parth

Last Updated: 12:20 PM, 28 October 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Gujarat Elections 2022 : ગુજરાતમાં ચૂંટણી પહેલા કોંગ્રેસ પાર્ટીમાં વધુ એક દિગ્ગજ નેતાની વાપસી, ટિકિટ મળે તેવી પ્રબળ સંભાવના

  • ગુજરાતના રાજકારણના મહત્વના સમાચાર
  • શંકરસિંહ વાઘેલાના દિકરા મહેન્દ્રસિંહ કોંગ્રેસમાં જોડાશે
  • મહેન્દ્રસિંહ વાઘેલાએ 2017માં કોંગ્રેસ છોડી હતી
  • બાયડથી હતા કોંગ્રેસના ધારાસભ્ય

ગુજરાતમાં ચૂંટણી પહેલા પક્ષપલટાની ઋતુ આવી હતી, જેમાં અનેક નેતાઓએ એક પાર્ટીમાંથી બીજી પાર્ટીમાં ઉછળકૂદ કરી. એવામાં હવે 182 બેઠકો પર પાર્ટીઓ દ્વારા ઉમેદવારો જાહેર કરવાનો સમય આવ્યો છે ત્યારે છેલ્લી ઘડીએ કોંગ્રેસ પાર્ટીમાં એક મોટા નેતાએ ફરીથી ઘરવાપસી કરવાનું નક્કી કર્યું છે. 

મહેન્દ્રસિંહની ઘરવાપસી 
રાજ્યના પૂર્વ મુખ્યમંત્રી શંકર સિંહ વાઘેલાના પુત્ર મહેન્દ્રસિંહ ફરીથી કોંગ્રેસ પાર્ટીમાં જોડાશે. શુક્રવારે મહેન્દ્ર સિંહ અચાનક જ કોંગ્રેસ કાર્યાલય પહોંચ્યા હતા અને તે બાદ જાહેરાત કરી કે તેઓ કોંગ્રેસ પાર્ટીમાં જોડાઈ રહ્યા છે. જોકે પ્રદેશ અધ્યક્ષ જગદીશ ઠાકોરે કહ્યું હતું કે પહેલેથી જ પ્લાન અનુસાર તેઓ પાર્ટીમાં જોડાવવા જઈ રહ્યા છે. નોંધનીય છે કે મહેન્દ્ર સિંહ બાયડથી ધારાસભ્ય રહી ચૂક્યા છે અને વર્ષ 2017માં તેમણે કોંગ્રેસ પાર્ટીનો સાથ છોડ્યો હતો. 

શંકરસિંહ બાપુની ચર્ચાને વિરામ 
જોકે થોડા સમય પહેલા સુધી શંકર સિંહ બાપુ પોતે કોંગ્રેસમાં પાછા આવી રહ્યા છે તેવી વાતો અવારનવાર મીડિયામાં આવતી હતી અને શંકરસિંહે પણ કહ્યું હતું કે મારી હાઈકમાન્ડ સાથે વાત ચાલી રહી છે, જોકે તેઓ પોતે તો કોંગ્રેસમાં હજુ સુધી પાછા આવ્યા નથી પણ પુત્રને મોકલી દીધા છે. એવામાં મહેન્દ્ર સિંહને કોંગ્રેસ પાર્ટી દ્વારા ટિકિટ આપવામાં આવશે તે પણ નક્કી માનવામાં આવી રહ્યું છે. 
 

સંકળાયેલા મુદ્દાઓ

Gujarat Elections 2022

Published by

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

વાયરલ સ્ટોરી

log

શોર્ટસ વિડિઓ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ